Home /News /business /દિવાળી પર કાર ખરીદવી છે? પેટ્રોલ-ડીઝલ છોડો આ બેંકો આકર્ષક દરે આપી રહી છે ઈલેક્ટ્રિક કાર લોન
દિવાળી પર કાર ખરીદવી છે? પેટ્રોલ-ડીઝલ છોડો આ બેંકો આકર્ષક દરે આપી રહી છે ઈલેક્ટ્રિક કાર લોન
પેટ્રોલ ડીઝલ કરતાં તો સસ્તા ભાવે મળે છે ઈલેક્ટ્રિક કાર માટેની લોન જુઓ આ રહ્યા જુદી જુદી બેંકના વ્યાજ દર.
Car Loan Interest Rate on EV: દિવાળીના તહેવારો દરમિયાન તમે પણ કાર લેવાનો પ્લાન બનાવી લીધો હોય તો પેટ્રોલ ડીઝલ કે સીએનજી કાર લેતા પહેલા એકવાર અહીં આપવામાં આવેલ ડિટેઈલ જોઈ લો બની શકે તમારો હાજરો રુપિયાનો ઈંધણ ખર્ચ બચી જાય.
મુંબઈઃ દિવાળી પર જો તમે કાર ખરીદવાનું (Car Purchase on Diwali) વિચારી રહ્યા હોવ તો આ વર્ષે દિવાળીએ તમે ઈલેક્ટ્રિક કાર અંગે પણ વિચારી શકો છો. પેટ્રોલ ડીઝલ અને સીએનજીની કારની જેમ હવે ઈલેક્ટ્રિક કાર (Loan for Electric car) ખરીદવા માટે પણ અનેક બેંકો ખાસ વ્યાજ દરે લોન આપી રહી છે. જેમાં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI), એક્સિસ બેન્ક, બેંક ઓફ બરોડા (BOB), કેનેરા બેંક અને પંજાબ નેશનલ બેન્ક જેવી મોટી બેંકો સામેલ છે. આ બેંકો ઈલેક્ટ્રિક વાહનો પર ખાસ ઇન્ટરેસ્ટ રેટ ઓફર કરે છે. તો સરકાર પણ ઈલેક્ટ્રિક વહાનોનું વેચાણ વધે માટે જુદી જુદી સબસિડી સહિતના અનેક પ્રયાસ કરી રહી છે.
સરકાર તરફથી એવા ગ્રાહકો કે જેઓ ઈલેક્ટ્રિક્સ કાર કે વાહનો ખરીદે છે, તેમને એક્સક્લુઝિવ ટેક્સ બેનેફિટ્સ પણ આપવામાં આવે છે. તો બીજી તરફ ગ્રાહકો પણ ઈંધણ ખર્ચથી બચવા માટે આવી ઈકો ફ્રેન્ડલી કાર્સ ખરીદવામાં વધુને વધુ રસ દાખવી રહ્યા છે. પર્યાવરણ માટે ફાયદાકારક હોવા સાથે ઈ-કાર્સ લાંબાગાળે ખિસ્સાનો ભાર હળવો કરવામાં પણ ફાયદાકારક છે. કારણ કે પેટ્રોલ અને ડીઝલ કારની સરખામણીએ ઈલેક્ટ્રિક્સ કારનું મેન્ટેનન્સ ખૂબ જ ઓછું છે.
તેમજ બજારમાં ઈ કાર્સના ઘણાં ઓપ્શન આવી ગયા હોવાથી હવે ગ્રાહક પોતાની આર્થિક ક્ષમતા અને પસંદના આધારે જુદા જુદા મોડેલ પૈકી કાર પસંદ કરી શકે છે. પહેલા ઓપ્શન ઓછા હતા પરંતુ હવે ટાટા મોટર્સ અને મહિન્દ્રા ઈલેક્ટ્રિક મોબિલિટી દ્વારા નવા ઈલેક્ટ્રિક વાહનો લોન્ચ કર્યા બાદ ઘણાં ઓપ્શન છે. તો પેટ્રોલ ડીઝલ કાર લોન્સ કરતાં ઈલેક્ટ્રિક કાર લોન્સ પર વ્યાજ દર 10-30 બેસિસ પોઇન્ટ્સ ઓછા હોય છે. ઉદાહરણ તરીકે જોઈએ તો બેંક ઓફ બરોડાની ઈલેક્ટ્રિક કાર લોન તેની પરંપરાગત કાર લોન કરતાં 0.25 ટકા જેટલી સસ્તી છે. જ્યારે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા 0.20 ઓછા વ્યાજ દરે ઈલેક્ટ્રિક કાર માટે લોન આપે છે.
બેંક બજારના સીઈઓ આદિલ શેટ્ટીએ કહ્યું કે, 'પ્રોસેસિંગ ફીસ 0.2થી 2 ટકા જેટલી છે. આ અલગ અલગ બેંકો માટે અલગ અલગ છે.' કેટલીક બેંકો ફ્લેટ ફી લે છે. તેની વધુમાં વધુ મર્યાદા રુ. 5000 છે. તેમણે કહ્યું કે બેંક્સ ફેસ્ટિવ સિઝન દરમિયાન અનેક મામલે પ્રોસેસિંગ ફીઝ માફ કરી દે છે.
સરકારે ઈવીનું વેચાણ વધારવા માટે એક્સક્લુઝિવ ટેક્સ બેનેફિટ્સની જાહેરાત કરી છે. શેટ્ટીએ કહ્યું, 'ઈવી લોનના વ્યાજ પર તમને વધારાના 1.5 લાખ રુપિયાની કર રાહત મળે છે. શરત એટલી છે કે આ લોન નાણાકીય વર્ષ 2019-20થી 2022-23 વચ્ચે હોવી જોઈએ. ઈન્કમ ટેક્સની આ છૂટ સેક્શન 80ઈઈબી અંતર્ગત મળે છે. તેમણે કહ્યું કે ઈવી પર જીએસટીને 12 ટકા સુધી ઘટાડીને 5 ટકા જેટલો કરી દેવામં આવ્યો છે. જ્યારે નોન ઈવી કાર પર જીએસટી રેટ 28 ટકા જેટલો છે.'
Published by:Mitesh Purohit
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર