Home /News /business /

Freelancers & Taxes: શું ફ્રીલાન્સિંગ આવક પર પણ ઇન્કમ ટેક્સ ચૂકવવો પડે? જાણો શું કહે છે નિયમ

Freelancers & Taxes: શું ફ્રીલાન્સિંગ આવક પર પણ ઇન્કમ ટેક્સ ચૂકવવો પડે? જાણો શું કહે છે નિયમ

ફ્રીલાન્સિંગ વર્ક પર ટેક્સની ગણતારી

Freelancers Tax Calculation: ભારતમાં ઈન્કમ ટેક્સ કાયદા અનુસાર તમારી બૌદ્ધિક અથવા શારીરિક ક્ષમતા અને કૌશલ્ય દ્વારા મેળવેલી આવક એ તમારા પ્રોફેશનમાંથી મેળવેલી આવક છે અને તેને "પ્રોફિટ એન્ડ ગેઈન ઓફ બિઝનેસ ઓર પ્રોફેશન (Profits and gains of business or profession) તરીકે ગણવામાં આવશે.

વધુ જુઓ ...
મુંબઇ: સવારના નવા વાગ્યાથી સાંજના પાંચ વાગ્યાની ની બંધિયાર સમયની નોકરી તમામ લોકોને અનુકૂળ નથી આવતી. આ જ કારણોસર આજકાલ લોકો ફ્રીલાન્સર (freelancers) તરીકે કામ કરવાનું પસંદ કરી રહ્યા છે. આ પ્રકારે કામ કરવાથી તેમને અન્ય ઈન્ટ્રેસ્ટના વિષયમાં પણ સમય આપવાની તક મળી જતી હોય છે. આ સાથે જ તેમના પરિવારજનોને વધુ સમય આપી શકે છે અને એક કંટાળાજનક દિનચર્યાથી છૂટકારો મળી જાય છે. જોકે, ફ્રીલાન્સર હોવાનો અર્થ એ નથી કે તમે ટેક્સ ચૂકવવાથી બચી શકો. ઈન્કમ ટેક્સ લૉ (Income tax law)સ્પષ્ટપણે જણાવે છે કે અન્ય કોઈપણ પગારદાર વ્યક્તિ અથવા પ્રોફેશનલ ટેક્સપેયરની જેમ જ ફ્રીલાન્સર્સે પણ તેમની આવક પર ટેક્સ ચૂકવવાનો રહે છે. આજના આ આર્ટિકલમાં અમે તમને ફ્રીલાન્સિંગ આવક (Freelancing income) પર ટેક્સેશન (Taxation) અને અન્ય વિગતો વિશે જાણકારી આપવા જઈ રહ્યાં છીએ.

ફ્રીલાન્સિંગ આવક


ફાઇનાન્સિયલ એક્સપ્રેસના અહેવાલ પ્રમાણે ભારતમાં ઈન્કમ ટેક્સ કાયદા અનુસાર તમારી બૌદ્ધિક અથવા શારીરિક ક્ષમતા અને કૌશલ્ય દ્વારા મેળવેલી આવક એ તમારા પ્રોફેશનમાંથી મેળવેલી આવક છે અને તેને "પ્રોફિટ એન્ડ ગેઈન ઓફ બિઝનેસ ઓર પ્રોફેશન (Profits and gains of business or profession) તરીકે ગણવામાં આવશે અને તે પ્રમાણે તેના પર ટેક્સ ચૂકવવાનો રહેશે.

ફ્રીલાન્સર્સની કુલ આવક તેમના પ્રોફેશન દરમિયાન મળેલી થયેલી તમામ રિસીટનો સરવાળો હશે. જો તેઓએ તેમની તમામ પ્રોફેશનલ ઈન્કમ બેંકિંગ સિસ્ટમ દ્વારા પ્રાપ્ત કરી હોય, તો તેમના બેંક એકાઉન્ટની વિગતો અથવા એકાઉન્ટ પાસબુક એક ડોક્યુમેન્ટ છે. જેના પર ફ્રીલાન્સર્સ આ માહિતી મેળવવા અને તેને વેરિફાય કરવા માટે વિશ્વાસ કરી શકે છે.

ખર્ચ તરીકે મળતા ડિડક્શનની મંજૂરી


ફ્રીલાન્સર્સ તેમના કાર્યને પૂર્ણ કરવા દરમિયાન થયેલા ખર્ચને ટેક્સમાંથી બાદ કરવાનો લાભ પણ મળવા પાત્ર હોય છે. જોકે, આ માટે તેમના દ્વારા જે ખર્ચ કરવામાં આવ્યો હોય તેનો સીધો સંબંધ તમારા દ્વારા કરવામાં આવેલા કામ સાથે હોવો જોઈએ.

ફ્રીલાન્સિંગ આવકમાંથી ડિડક્શન તરીકે ખર્ચનો દાવો કરવાની શરતો:


- કરવામાં આવેલ ખર્ચ સીધો જ ફ્રીલાન્સિંગ કાર્યને સંબંધિત હોવો જોઈએ.
- આ ખર્ચ સંપૂર્ણપણે કામના હેતુથી ખર્ચ કરવામાં આવેલી હોવી જોઈએ.
- આ ખર્ચ ટેક્સના વર્ષમાં કરેલો હોવો જોઈએ.
- આ ખર્ચ ફ્રીલાન્સરનો કેપિટલ એક્પેન્ડિચર અથવા પર્સનલ એક્સપેન્ડિચર ન હોવો જોઈએ.
- આ ખર્ચ કોઈ એવા કાર્ય માટે કરવામાં આવેલો ન હોવો જોઈએ જે ગુનાહિત હોય અથવા કાયદા દ્વારા પ્રતિબંધિત હોય.

આવક સામે ડિડક્શનનો દાવો કરી શકે તેવા ખર્ચ:


- મિલકતનું ભાડું
- રિપેરિંગ માટેનો ખર્ચ
- ઘસારો
- ઓફિસ ખર્ચ
- મુસાફરીનો ખર્ચ
- ફૂડ, અન્ટરટેઈનમેન્ટ અને હોસ્પિટાલિટી ખર્ચ
- તમારી અંગત બિઝનેસ પ્રોપર્ટી માટેના લોકલ ટેક્સ અને ઈન્શ્યોરન્સ
- વધારાના ખર્ચ જેમ કે ડોમેન રજીસ્ટ્રેશન અને ટેસ્ટિંગ પર્પઝ માટે ખરીદેલી એપ્સનો ખર્ચ

કુલ ટેક્સેબલ આવક અને ચૂકવવા પાત્ર ટેક્સ


ફ્રીલાન્સર સેક્શન ​​80 હેઠળ મંજૂર ડિડક્શનનો સંપૂર્ણ ઉપયોગ કરીને તેના ટેક્સ એક્સપેન્ડિચરને ઘટાડવા માટે કરી શકે છે. આવકવેરા કાયદાની સેકશન 80C અમુક ખર્ચ પર કર રાહત આપે છે, જેથી ટેક્સપેયર ભવિષ્ય માટે વધુ બચત કરી શકે. કુલ ટેક્સેબલ આવકમાંથી ડિડક્શન બાદ કરીને નેટ ટેક્સેબલ આવકની ગણતરી કરવામાં આવે છે.

એડવાન્સ ટેક્સ


જો નાણાકીય વર્ષ દરમિયાન ચૂકવવાપાત્ર કુલ કર રૂ. 10,000ને વટાવી જાય, તો કરદાતાએ દર ત્રિમાસિક ગાળામાં ટેક્સ ચૂકવવાનો રહે છે, જેને એડવાન્સ ટેક્સ કહેવામાં આવે છે.

આ રકમની ગણતરી કુલ આવક નક્કી કરીને તેમાંથી ખર્ચ બાદ કરીને અને પછી અન્ય સોર્સમાંથી મળતી આવક ઉમેરીને યોગ્ય ટેક્સ સ્લેબ નક્કી કર્યા બાદ તેમાંથી TDS બાદ કરીને કરી શકાય છે. જો કરની બાકી રકમ રૂ. 10,000ને વટાવી જાય, તો તમારે નિયત તારીખ પહેલાં એડવાન્સ ટેક્સ ચૂકવવો પડશે.

એડવાન્સ ટેક્સની ચૂકવણી આઈટી વિભાગની વેબસાઈટ થકી ઓનલાઈન મોડ દ્વારા અથવા પેપર ચલણ ભરીને અને તમારી બેંકની મુલાકાત લઈને કરી શકાય છે. ઈન્કમ ટેક્સ વિભાગ દ્વારા નિર્ધારિત તારીખો પર અથવા તે પહેલાં તમારા એડવાન્સ ટેક્સની ચૂકવણી ન કરવાના કિસ્સામાં સેક્શન 234B અને સેક્સન 234C લાગુ થાય છે.

ફ્રીલાન્સર્સ પર GST લાગુ પડે છે?


જો તમે માલ સામાનનુ વેચાણ કરી રહ્યાં છો તો તેનો જીએસટી તમારા વેચેલા માલને આધારે નક્કી થશે. તમે સર્વિસ આપો છો, તો મોટાભાગની સર્વિસ પર 18%ના દરે GST લાગુ થાય છે. તમે ફ્રીલાન્સિંગ સર્વિસ આપી રહ્યાં હોવ તો તમારે ક્લાયન્ટ પાસેથી 18% GST વસૂલવાનો રહેશે. આ માટે તમામ ઇનવોઇસ GST-કમ્પ્લાઈન્ટ હોવા જોઈએ. જો ફ્રીલાન્સિંગ કામમાંથી કુલ આવક રૂ. 20 લાખથી વધુ ન હોય, તો GST લાગુ થશે નહીં.

આ પણ વાંચો: 14 શેર જેણે રોકાણકારોને આપ્યું છપ્પરફાડ રિટર્ન

જો ફ્રીલાન્સર માલ સામાનના વેચાણ અથવા સર્વિસથી આવક કરી રહ્યો છે અને તેનો નફો નિશ્ચિત મર્યાદા કરતા ઓછો છે તો તે પણ કમ્પોઝિશન સ્કિમ હેઠળ લાભ મેળવી શકે છે. એક્સપોર્ટ જેવી ઝીરો રેટેડ સપ્લાય પર જીએસટી લાગૂ પડશે નહીં. એકવાર જીએસટી આઈડેન્ટિફિકેશન નંબર મેળવી લીધા પછી રિટર્ન ફીલ કરવું ફરજીયાત છે.

આ અંગેના સવાલ અને જવાબ:


જો ખર્ચાઓ વ્યક્તિગત અને વ્યાવસાયિક બંને હેતુઓ માટે સામાન્ય હોય તો શું?


અહીં માત્ર તમારા ફ્રીલાન્સ કાર્યને લગતા ખર્ચ કપાત માટે ધ્યાનમાં લેવામાં આવશે.

કયા ITR ફોર્મ ફ્રીલાન્સરે ફાઇલ કરવાના હોય છે?


ફ્રીલાન્સર્સે ITR-4 પર આવકવેરા રિટર્ન ભરવાનું હોય છે.

આ પણ વાંચો: આગ લાગવાના કેસમાં કાર વીમો મદદરૂપ થઈ શકે? શું કરવું અને શું ન કરવું?

GST રિટર્ન કેવી રીતે ફાઇલ કરવું?


ફ્રીલાન્સરે ટર્નઓવરના આધારે ત્રિમાસિક અથવા માસિક GST રિટર્ન ફાઇલ કરવું જોઈએ અને જો તેણે કમ્પોઝિશન સ્કીમ પસંદ કરી હોય. કમ્પોઝિશન ડીલરોને રૂ. 1.5 કરોડથી ઓછા વાર્ષિક વેચાણવાળા માલના સપ્લાય માટે ત્રિમાસિક રિટર્ન ફાઈલ કરવાની છૂટ આપવામાં આવે છે. સર્વિસ પ્રોવાઈડર્સ માટે આ લિમિટ રૂ. 50 લાખ છે.

શું ફ્રીલાન્સર્સે TDS રિટર્ન ફાઈલ કરવું જોઈએ?


ફ્રીલાન્સર્સ ટેક્સ એટ સોર્સ તેમની આવક મેળવતા હોય છે. આ જ રીતે ફ્રીલાન્સરે પેમેન્ટ કરતા પહેલા ટેક્સ એટ સોર્સ બાદ કરવાનો રહેશે.
First published:

Tags: ITR, Tax, આયકર વિભાગ, કમાણી

આગામી સમાચાર