Home /News /business /31 માર્ચ સુધી પતાવી લો આ કામ, નહિ તો 1 એપ્રિલથી નકામું થઈ જશે તમારું પાન કાર્ડ

31 માર્ચ સુધી પતાવી લો આ કામ, નહિ તો 1 એપ્રિલથી નકામું થઈ જશે તમારું પાન કાર્ડ

31 માર્ચ સુધી પતાવી લો આ કામ

ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે સત્તાવાર ટ્વિટર હેન્ડલ દ્વારા મંગળવાર 17 જાન્યુએ એક ટ્વીટ કરીને પાન કાર્ડ ધારકોને આ વાતની જાણકારી આપી છે. આમાં કહેવામાં આવ્યુ છે કે, ‘આવકવેરા કાયદો, 1961 અનુસાર, બધા જ પાનકાર્ડ ધારકોએ 31 માર્ચ, 2023 પહેલા તેમના પાન કાર્ડને આધાર સાથે લિંક કરાવવું અનિવાર્ય છે. અનલિંક પાન 1 એપ્રિલ 2023થી નિષ્ક્રિય કરી દેવામાં આવશે.’

વધુ જુઓ ...
    નવી દિલ્હીઃ તમારી પાસે પાન કાર્ડ છે અને આવનારા સમયમાં તમે કોઈ પરેશાનીમાં પડવા માંગતા નથી, તો આ ખબર તમારા માટે છે. આવકવેરા વિભાગે ટ્વીટ કરીને પાન કાર્ડ ધારકોને એલર્ટ કર્યા છે. વિભાગે ટ્વીટર દ્વારા જણાવ્યુ કે, 31 માર્ચ 2023 સુધી તમારા પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવી લો. આવુ ન થવા પર પહેલી એપ્રિલથી તમારું પાન કાર્ડ ડિએક્ટિવેટ કરી દેવામાં આવશે.

    ટ્વીટ કરીને આપ્યુ એલર્ટ


    ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે સત્તાવાર ટ્વિટર હેન્ડલ દ્વારા મંગળવાર 17 જાન્યુએ એક ટ્વીટ કરીને પાન કાર્ડ ધારકોને આ વાતની જાણકારી આપી છે. આમાં કહેવામાં આવ્યુ છે કે, ‘આવકવેરા કાયદો, 1961 અનુસાર, બધા જ પાનકાર્ડ ધારકોએ 31 માર્ચ, 2023 પહેલા તેમના પાન કાર્ડને આધાર સાથે લિંક કરાવવું અનિવાર્ય છે. અનલિંક પાન 1 એપ્રિલ 2023થી નિષ્ક્રિય કરી દેવામાં આવશે.’ વિભાગે તેમના ટ્વીટમાં લખ્યુ કે,‘Urgent Notice. Don't delay, link it today!'

    આ પણ વાંચોઃ દર મહિને 1 લાખનું પેન્શન લઈને આરામથી વિતાવો જીવન, દરેક વ્યક્તિ મેળવી શકે છે આ યોજનાનો લાભ

    મેસેજને હલ્કામાં લેવો મોઘું પડશે


    ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટનો આ મેસેજ હલ્કામાં લેવો તમારા માટે ભારે પડી શકે છે. તેનું કારણ છે કે, આજના સમયમાં પાન કાર્ડ એક મહત્વનો દસ્તાવેજ બની ગયું છે. જે તમારા દરેક નાણાકીય કાર્ડ સાથે કનેક્ટેક રહે છે. આ કાર્ડ પણ દાખલ નંબર દ્વારા ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ કાર્ડધારકોનો સંપૂર્ણ ડેટા નોંધણી કરે છે.

    આ પણ વાંચોઃ 1 લાખને બનાવી દીધા 1 કરોડ, હજુ પણ ભારે વળતર આપી શકે આ શેર, બ્રોકરેજ ફર્મે કહ્યું- ખરીદી લો

    પાન કાર્ડ બેકાર થયુ તો આ પરેશાની


    જો તમે 31 માર્ચ 2023 સુધી તમારા પાન કાર્ડને આધાર સાથે લિંક ન કરાવ્યુ અને 1 એપ્રિલ 2023 સુધી તે ડિએક્ટિવેટ થઈ જશે. તો પછી આવી સ્થિતિમાં તમે તમારું આવકવેરા રિટર્ન ફાઈલ કરી શકશો નહિ. સમસ્યા ખત્મ નહિ થાય, કારણ કે, પાન કાર્ડ અમાન્ય થવા પર તમે મ્યુચ્યુઅલ ફંડ, શેર, બેંક ખાતુ પણ નહિ ખોલાવી શકો. જ્યાં પાન કાર્ડ બતાવવું અનિવાર્ય હોય છે.


    ઘરે બેઠા જ પતાવો આ કામ


    તમે આવકવેરા વિભાગના પોર્ટલ incometax.gov.in/ પર જઈને તમારા પાન કાર્ડને આધાર સાથે લિંક કરી શકો છો. અહીં તમારું રજિસ્ટ્રેશન કરો. આ માટે તમારો પાન નંબર યૂઝર આઈડી તરીકે ઉપયોગ કરવો પડશે. તમારા યૂઝર આઈડી, પાસવોર્ડ અને જન્મતારીખની સાથે લોગ-ઈન કરશો તો નવું પેજ ખુલશે. અહીં લિંક આધારનો વિકલ્પ હશે. તેના પર ક્લિક કરશો તો તમારી પાસે આધાર અને પાનકાર્ડની જાણકારી માંગવામાં આવશે. માંગવામાં આવેલી જાણકારી દાખલ કરો અને પ્રક્રિયા પૂર્ણ કરો. આ ઉપરાંત તમે એસએમએસ સુવિધાનો ઉપયોગ કરીને પણ સરળતાથી આ કામ કરી શકો છો.
    Published by:Sahil Vaniya
    First published:

    Tags: Business news, Income tax department, Pan card

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन