Home /News /business /30 નવેમ્બર સુધીમાં પૂર્ણ કરો આ કામ, 1 ડિસેમ્બરથી નિયમો બદલાઈ જશે પછી મુશ્કેલી પડી શકે
30 નવેમ્બર સુધીમાં પૂર્ણ કરો આ કામ, 1 ડિસેમ્બરથી નિયમો બદલાઈ જશે પછી મુશ્કેલી પડી શકે
: 1 ડિસેમ્બરથી તમારા રોજિંદા જીવનના ઘણા નિયમો બદલવા જઈ રહ્યા છે. દરેક મહિનાની પહેલી તારીખે ગેસ સિલિન્ડર, સીએનજી, પીએનજીના ભાવો નક્કી કરવામાં આવે છે. 30 નવેમ્બરે પેન્સન લેનારે પણ પોતાનું લાઈફ સર્ટિફિકેટ જમા કરવાનું રહેશે.
Rules from 1 st December: પહેલી ડિસેમ્બરથી આ બદલાવો આવી શકે છે. તો જલ્દીથી અહીં જાણી લ્યો આ તમામ બાબતો જેથી તમારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે નહિ. 13 દિવસ તો બેંકો બંધ રહેવાની છે.
Financial Rules from 1st December: 1 ડિસેમ્બરથી તમારા રોજિંદા જીવનના ઘણા નિયમો બદલવા જઈ રહ્યા છે. દરેક મહિનાની પહેલી તારીખે ગેસ સિલિન્ડર, સીએનજી, પીએનજીના ભાવો નક્કી કરવામાં આવે છે. 30 નવેમ્બરે પેન્સન લેનારે પણ પોતાનું લાઈફ સર્ટિફિકેટ જમા કરવાનું રહેશે. જો તમે આ કામ સમયસર નહિ કરો તો તમને પેન્સન મેળવવામાં મુશ્કેલી થઇ શકે છે. તેમજ ડિસેમ્બરમાં 13 દિવસ માટે બેંકો પણ બંધ રહેવાની છે. ચાલો જાણી લઈએ આ તમામ વિષે ડિટેઈલમાં.
મોટા ભાગે સમગ્ર દેશમાં પહેલી તારીખે અથવા પહેલા અઠવાડિયે સીએનજી અને પીએનજીના ભાવો નક્કી કરવામાં આવતા હોય છે. દિલ્હી અને મુંબઈમાં મહિનાની શરૂઆતમાં જ કંપનીઓ ભાવ નક્કી કરતી હોય છે. જો પાછલા અમુક મહિનાના ભાવો જોઈએ તો દિલ્હી એનસીઆર અને મુંબઈ બંને જગ્યાએ સીએનજી-પીએનજીના ભાવોમાં વધારો થયો છે.
LPG ગેસ બાટલાના ભાવ નક્કી થશે
દરેક મહિનાની પહેલી તારીખે રાંધણ ગેસના બાટલાના ભાવો નક્કી થાય છે. આના પહેલાના મહિને સરકારે કોમર્શિયલ ગેસ(19 કિ.ગ્રા) બાટલાના ભાવમાં ઘટાડો કર્યો હતો. તેની સામે 14 કિલોના ઘર વપરાશના બાટલાના ભાવમાં કોઈ બદલાવ કર્યો હતો નહિ. આ વખતે આશા છે કે સરકાર ભાવ ઘટાડશે.
ડિસેમ્બર 2022 માં કુલ 13 દિવસ માટે બેંકો બંધ રહેવાની છે. 13 દિવસની રજાઓમા બીજો અને ચોથો શનિવાર અને દરેક રવિવારની રાજાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ડિસેમ્બરમા ક્રિસ્મસ, વર્ષનો અંતિમ દિવસ અને ગુરુ ગોવિંદસિંહની જન્મ જયંતિ આવે છે. જે દિવસે બેંકોમાં રજા હોય છે. ભારતમાં દરેક પ્રકારની બેંકો જાહેર રજાઓમાં હંમેશા બંધ રહે છે. આ સિવાય અમુક બેંકો ત્યાંના સ્થાનિક તહેવારોમાં પણ બંધ રહે છે. તેથી આ સમયે તમારે તમારા બેન્કિંગને લગતા કામો પૂર્ણ કરી લેવા જોઈએ અથવે તમે ઓનલાઇન સુવિધાનો ઉપયોગ કરી શકશો.
પેન્સન ચાલુ રાખવા માટે લાભાર્થીએ પોતાનું વાર્ષિક જીવન પ્રમાણ પત્ર 30 નવેમ્બર 2022 સુધીમાં જમા કરવાનું રહેશે. તેના માટે બ્રાન્ચની મુલાકાત લઈને અથવા ઓનલાઇન આ કાર્ય કરી શકે છે. પરંતુ આ કામ તેઓએ 30 નવેમ્બર સુધીમાં કરી લેવાનું રહેશે. જેથી પેન્સન રોકાઈ નહિ અને ત્યારબાદની પરેશાનીઓથી રાહત રહે.
Published by:Darshit Gangadia
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર