Home /News /business /

ઉધાર આપતાં સમયે કરો આ કામ, ક્યારેય નહીં ડૂબે પૈસા

ઉધાર આપતાં સમયે કરો આ કામ, ક્યારેય નહીં ડૂબે પૈસા

પ્રોમિસરી નોટ બનાવવા માટે તમારે કોઇ વકીલ કે નોટરી પાસે જવાની જરૂર નથી

આ માટે એક કાયદેસર કાગળ કે દસ્તાવેજ બને છે. જે નાની કે મોટી લેવડદેવડમાં પણ લીગલ દસ્તાવેજ તરીકે કામ આવી શકે છે.

    દિલ્હી: પૈસાની લેવડ-દેવડમાં ઘણી વખત સંબંધો ખરાબ થતા હોય છે. ઉધાર લેનાર વ્યક્તિ સમયસર પૈસા પરત ન કરે, તેવું બનતું હોય છે. ઘણી વખત ટકોર કરવા છતાં ઉછીના આપેલા પૈસા ન મળતાં સંબંધો બગડે છે. સાથે જ મહેનતની કમાણીના પૈસા ફસાઇ જાય છે. તમારી સાથે પણ ક્યારેક આવું બન્યું હશે. તમે કોઇને મદદ કરવા માટે ઉછીના પૈસા આપ્યા હોય અને તેણે તમને પરત કર્યા ન હોય. આવી સ્થિતિમાં પૈસા પરત આવશે તેવી આશા પણ તૂટી જાય છે. કેમ કે, નાણાં આપતી વખતે તમે એ બાબતનું ધ્યાન રાખ્યું નહોતું જેના આધારે તમે ફરિયાદ કરી શકો અથવા તે વ્યક્તિ સમયસર પૈસા પરત કરવા મજબૂર બને.

    આ માટે એક કાયદેસર કાગળ કે દસ્તાવેજ બને છે. જે નાની કે મોટી લેવડદેવડમાં પણ લીગલ દસ્તાવેજ તરીકે કામ આવી શકે છે. અમુક વખત માહિતીના અભાવે તેની જાણકારી હોતી નથી. આને પ્રોમિસરી નોટ (promissory note) કહેવાય છે. આ એક દસ્તાવેજની જેમ હોય છે, જેને પૈસા આપતાં પહેલાં સામેવાળી વ્યક્તિ પાસે ભરાવી લેવામાં આવે તો કાયદાકીય રીતે પૈસા પરત આપવાનું દબાણ રહે છે.

    પ્રોમિસરી નોટ બનાવવા માટે તમારે કોઇ વકીલ કે નોટરી પાસે જવાની જરૂર નથી. તમે ઘરે જ આ નોટ તૈયાર કરી શકો છો. આ માટે ફક્ત એક રૂપિયાના રેવેન્યૂ સ્ટેમ્પની જરૂર પડશે. આમાં તમે જેને પૈસા આપી રહ્યાં છો તેની તરફથી લખાવો છો કે તે વાયદો કરે છે કે તેણે ઉછીના લીધેલા પૈસા તે નક્કી તારીખે પરત કરશે. જો તે કેશ વ્યવહાર હોય તો તેનો ઉલ્લોખ હોય છે. જો ચેક હોય તો તેનો નંબર લખવામાં આવે છે. પૈસા લેનારની સહી રેવેન્યૂ સ્ટેમ્પ પર હોય છે. તારીખ, સ્થળ અને તે વ્યક્તિનું સરનામું પણ હોય છે.

    એડવોકેટ વિરાગ તિવારીએ ન્યૂઝ 18ને જણાવ્યું કે, આ નોટ અનકન્ડીશન હોવી જોઇએ. આનો મતલબ છે કે, તેમાં સીધે-સીધું લખવું જોઇએ કે પૈસા ક્યારે પરત કરવામાં આવશે. એવું લખવું જોઇએ નહીં કે જે-તે વ્યક્તિ પાસેથી પૈસા પરત મળતાં તમને ચૂકવીશ અથવા જે-તે વ્યક્તિ આપશે ત્યારે તમને પરત કરીશ. આવી કોઇપણ શરત ન લખવી જોઇએ. કોઇ કંપની આવી નોટ બનાવી શકતી નથી. જો વ્યાજ પર પૈસા લઇ શકાય તો તે પણ સ્પષ્ટ લખેલું હોવું જોઇએ. ધ્યાન રાખો કે, સ્ટેમ્પ વગર તેની કોઇ કિંમત નથી. જે ઉછીના પૈસા આપે છે તેની સહી જરૂરી નથી.

    સૌથી મોટો સવાલ ઉભો થાય છે કે, આ નોટ બાદ પણ કોઇ વ્યક્તિ પૈસા ન આપે તો શું? આવી સ્થિતિમાં તમે જે-તે વ્યક્તિ વિરુદ્ધ લીગલ કેસ કરી શકો છો. તેની સમયમર્યાદા નક્કી હોય છે ત્રણ વર્ષ. તમે ત્રણ વર્ષની અંદર કેસ કરી શકો છો કે નક્કી તારીખે પૈસા પરત કરવામાં આવ્યા નથી. આ લિમિટેશન એક્ટની અંદર કાયદા હેઠળ આવે છે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: International news, Money

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन