Home /News /business /Buy Home: હોમ લોન પર ઘર ખરીદતા સમયે આ બાબતોનું રાખો ધ્યાન, નહિ તો લેવાનાં દેવા થઈ જશે

Buy Home: હોમ લોન પર ઘર ખરીદતા સમયે આ બાબતોનું રાખો ધ્યાન, નહિ તો લેવાનાં દેવા થઈ જશે

હોમ લોન પર ઘર ખરીદતા પહેલા આ જાણી લો

Buying own house: લાગણીઓને બાજુએ મૂકીએ તો ઘરની ખરીદીનો નિર્ણય મુખ્યત્વે બે ગાણિતિક પરિબળો પર આધારિત હોવો જોઈએ. જેમાં પહેલું છે તમે કેટલું ડાઉન પેમેન્ટ મેનેજ કરી શકો છો? અને બીજું છે તમે કેટલી લોન ઇએમઆઇ ભરી શકો છો?

  નવી દિલ્હીઃ ઘરનું ઘર (Buying own house) હોવું કરોડો ભારતીયોનું સ્વપ્ન હોય છે. તેઓ આ સ્વપ્ન સાકાર કરવા જીવનભર મહેનત કરે છે. અગાઉ મહામહેનતે ઘર ખરીદી શકાતું હતું. મોટાભાગના લોકોનું જીવન ઘર ખરીદવાની રકમ એકઠી કરવામાં ખર્ચાય ગયું હોય છે. જોકે, હવે સ્થિતિ જુદી છે.

  આજકાલના યુવાનો નાની ઉંમરે હોમ લોનની મદદથી ઘર ખરીદી લે છે. આમાં કંઈ ખોટું નથી. ઘણા ફાયદા પણ છે. જોકે, ઘર ખરીદવા પાછળ આર્થિક સ્થિતિ મહત્વનો ભાગ ભજવતી હોવાથી ઘણી વખતે વ્યક્તિ મૂંઝવણ અનુભવે છે. આમ તો મોંઘા ગણાતા સ્થળોએ લાંબા સમય સુધી ભાડે આપવું એ સારો નિર્ણય હોઈ શકે છે. જોકે, ભાડું ચૂકવવું એ પૈસા વેડફાટ હોવાનો વિચાર ચલણમાં હોવાથી લોકો સામાજિક દબાણ અનુભવે છે અને પરિણામે તેઓ હોમ લોન લઇને ઘર ખરીદી લે છે.

  હોમ લોનના દરોમાં ઘટાડો


  હોમ લોન દ્વારા ઘર ખરીદવામાં અનુકુળતા છે, અગાઉ હોમ લોનના દરો ખૂબ ઘટી ગયા હતા (લગભગ 6.5 ટકા અને જો તમે કરવેરાને બાદ કરી દરોને ધ્યાનમાં લો તો તેનાથી પણ ઓછા) અને લોનના નીચા દરોને કારણે ઘર ખરીદવાની સંખ્યા વધી હતી. પરંતુ હવે સ્થિતિ બદલાઈ રહી છે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ) દ્વારા વિવિધ કારણોસર નીતિગત દરમાં કરવામાં આવેલા વધારાને કારણે નવા ધિરાણકર્તાઓ માટે હોમ લોનના દરો વધીને 8.5 ટકાની આસપાસ પહોંચી ગયા છે. હજુ વ્યાજ વધે તેવી સંભાવના ઘણી વધારે છે.

  આ પણ વાંચોઃ  ડિજિટલ રુપિયાને ક્યાં રાખી શકશો? શું તેના પર વ્યાજ મળશે? જાણો આવા સવાલોના જવાબ

  ચાલો એક દાખલો લઈએ, થોડા સમય પહેલા 6.75 ટકાના દરે ઉપલબ્ધ હતી. જેમાં 20 વર્ષ માટે 50 લાખ રૂપિયાની હોમ લોન લેવાથી 38,018 રૂપિયાની ઇએમઆઈ અને કુલ વ્યાજની રકમ 41-42 લાખ રૂપિયા છે. પરંતુ 8.5 ટકાના દરે, આ જ લોન પર 43,491 રૂપિયાની ઇએમઆઈ હશે, અને કુલ વ્યાજ આશરે 54-55 લાખ રૂપિયા હશે.

  તેથી હવે હોમ લોનથી ઘરની માલિકી હવે વધુ સસ્તી નથી. આવી સ્થિતિમાં જો તમે કોઈક રીતે સામાજિક અને કૌટુંબિક દબાણને નજરઅંદાજ કરી શકો એમ છો તો તમારે ખરેખર તમારું પહેલું ઘર ક્યારે ખરીદવું જોઈએ તે અંગે અહીં જાણકારી આપવામાં આવી છે.

  લાગણીઓને બાજુએ મૂકીએ તો ઘરની ખરીદીનો નિર્ણય મુખ્યત્વે બે ગાણિતિક પરિબળો પર આધારિત હોવો જોઈએ. જેમાં પહેલું છે તમે કેટલું ડાઉન પેમેન્ટ મેનેજ કરી શકો છો? અને બીજું છે તમે કેટલી લોન ઇએમઆઇ ભરી શકો છો?

  આ પણ વાંચોઃ IPO Alert: આજે ખુલી રહ્યો છે Uniparts Indiaનો ઈશ્યૂ, બ્રોકરેજ ફર્મે કહ્યું, ‘રોકાણ કરો’

  1. ડાઉન પેમેન્ટ


  હોમ લોનનો વિકલ્પ પસંદ કરતી વખતે તમે 20 ટકા ડાઉન પેમેન્ટ ભરો તેવું લોન આપનાર ઈચ્છે છે. તેથી, જો તમે 75 લાખ રૂપિયામાં ઘર ખરીદવાનું વિચારી રહ્યા હોવ, તો તમારે 15 લાખ રૂપિયા (20 ટકા) ની વ્યવસ્થા કરવાની જરૂર હોય છે. આનો અર્થ એ પણ છે કે જો તમે ઘર ખરીદવા માટે સામાજિક દબાણમાં હોવ તો પણ તમારે આટલા પૈસા રાખવા પડશે.

  જો આ ઉદાહરણમાં તમે 15 લાખ રૂપિયાની વ્યવસ્થા કરવામાં અસમર્થ હોવ અને તમારી પાસે માત્ર 12 લાખ રૂપિયા હોય તો બેંક તમને હોમ લોન તરીકે માત્ર 48 લાખ રૂપિયા જ આપશે. તેથી, તમારું હોમ લોન બજેટ 60 લાખ રૂપિયા હોવું જોઈએ. આ બજેટ તમે ઇચ્છો છો તે 75 લાખ રૂપિયા કરતાં ઓછું છે.

  2. કેટલી ઈએમઆઈ પરવડે?


  તમારી માસિક આવકનો 40 ટકા હિસ્સો હપ્તામાં જાય તેવી રીતે લોન આપવામાં આવશે. તેથી, જો તમારી માસિક આવક 80,000 રૂપિયા હોય અને તમે 75 લાખ રૂપિયાના ઘર માટે 20 ટકા ડાઉન પેમેન્ટ માટે 15 લાખ રૂપિયાની વ્યવસ્થા કરી શકો, તો પણ તમારે ધિરાણકર્તા માટે 40 ટકાના હપ્તાનો નિયમ પૂરો કરવો પડશે.

  આ કિસ્સામાં આવકના 40 ટકા દર મુજબ હપ્તો મહિને 32,000 રૂપિયા થશે. 20 વર્ષની લોનની મુદત 8 ટકા પર માની લઈએ તો 32,000 રૂપિયાની તમારી હોમ લોન 39-40 લાખ રૂપિયા સુધીની જ રહેશે. તેથી, આ 40 લાખ રૂપિયાની લોન અને તમારું 15 લાખ રૂપિયાનું ડાઉન પેમેન્ટ ગણો તો હજી પણ 75 લાખ રૂપિયાના ઘર માટે પૂરતું ફંડ નહીં હોય.

  આ પણ વાંચોઃ આવતીકાલથી બદલાઈ જશે રુપિયા સાથે જોડાયેલા 5 નિયમ, તમારા ખિસ્સા પર કરશે સીધી અસર

  તમારી પાસે કયા વિકલ્પો છે?


  સૌથી પહેલો વિકલ્પ વધુ ડાઉન પેમેન્ટનો છે અથવા ઓછી કિંમતની ઘર ખરીદવાનો છે. બંને કમાતા હોય તેવા મોટા ભાગના દંપતિઓ તેમની લોનની લાયકાત વધારવા માટે સંયુક્ત લોન લે છે અને તેથી ઇએમઆઇ પરવડે તેવી ગણાય છે. સંયુક્ત લોન લેવી એ આ સમસ્યાનો ઉકેલ લાવવા માટેનો બીજો લોકપ્રિય અભિગમ છે.

  હવે અન્ય કયા પરિબળો છે જે હોમ લોન દ્વારા ઘરની ખરીદીનો વિકલ્પ પસંદ કરવો કે નહીં તે નક્કી કરે છે? તે સમજીએ.

  નીચેની બાબતોને ધ્યાનમાં લો:


  • ડાઉન પેમેન્ટ માટે તમારી બધી જ બચતનો ઉપયોગ કરવો એ ક્યારેય સારો વિચાર નથી. તમારી પાસે કટોકટી માટે કેટલાક પૈસા હોવા જ જોઈએ. તમને વીમા વગરના ખર્ચ માટે અચાનક પૈસાની જરૂર હોય અને તમે ઘરની ડાઉન પેમેન્ટ માટે પહેલેથી જ બધું વાપરી નાખ્યું હોય ત્યારે તમે શું કરશો?

  • અથવા કલ્પના કરો કે જો તમે તમારી નોકરી હંગામી ધોરણે ગુમાવી દેશો તો તમે શું કરશો? તમારી આવક બંધ થઈ જશે, પરંતુ ઇએમઆઈ નહીં થાય. તેથી, તમારે અનપેક્ષિત ઘટનાઓ માટે બચત બફરની જરૂર પડે છે.

  • જો તમે નિર્માણાધીન મકાન ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારે માત્ર ઇએમઆઈ માટે જ નહીં, પરંતુ મકાનનો કબજો ન મળે ત્યાં સુધી તમે જે ભાડુ ચૂકવશો તેનો પણ હિસાબ રાખવો જરૂરી છે. આ વિચારવા જેવું બીજું પરિબળ છે.


  અહીં ઉલ્લેખનીય છે કે, મોટાભાગના લોકો ઘર ખરીદવા માંગે છે અને તે સાચું પણ છે. તે સલામતી આપે છે. પરંતુ સામાજિક દબાણને કારણે ઘર-ખરીદીના નિર્ણયમાં ઉતાવળ કરવાની ભૂલ ક્યારેય ન કરો. આ લોકો તમારા ઇએમઆઇ આપવા નહીં આવે. જેથી તમારી અનુકૂળતા મુજબ આગળ વધો અને બીજાઓ શું કરે છે તે ભૂલી જાઓ.
  Published by:Sahil Vaniya
  First published:

  Tags: Business news, Buy home, Home loan EMI

  विज्ञापन

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन