ફરી માર્ચ આવ્યો: ટેક્સ સેવિંગ સિઝનમાં થતી આ સામાન્ય ભૂલો આ વર્ષે ન કરતા

પ્રતીકાત્મક તસવીર

Income tax planning: નાણાંકીય વર્ષ 2020-21 માટે કર બચત રોકાણો કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ છે. જોકે નાણા મંત્રાલય ફરી સમયમર્યાદા લંબાવે તો કોઈ અલગ ડૅડલાઈન મળશે.

 • Share this:
  પ્રતિ કુલકર્ણી, મુંબઈ: દર વર્ષે ટેક્સ બચાવવા માટે રોકાણ કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ હોય છે. આ સમયમર્યાદા વિશે આપણે જાગૃત હોવા છતાં આવકવેરા (Income Tax)ના આયોજન ને છેલ્લી ઘડી સુધી મુલતવી રાખીએ છીએ. પરંતુ આ નાણાકીય વર્ષ (2020-21)માં કોરોના (COVID-19)ની અસરને કારણે અનેક લોકોની નોકરી ગઈ છે અથવા પગાર (Salary)માં ઘટાડો થયો છે. આ કપરા સમયમાં અમે રાખીએ કે આગળનો હવેનો સમય અમારા વાચકો માટે સારો રહે. તેમણે આ 40-45 દિવસ પૂર્વે જ કર બચત રોકાણોની યોજના કરવી જોઇએ. આજે અમે તમને ટેક્સ બચત (Tax saving) યોજના કરતી થતી ચાર સૌથી સામાન્ય ભૂલોની વિશે ચર્ચા કરીશું અને આ વર્ષે તમે ના કરો તેવી આશા સાથે જાણીએ આ ભૂલો અને તેને ટાળવા રસ્તા.

  નાણાંકીય વર્ષ 2020-21 માટે કર બચત રોકાણો કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ છે. જોકે નાણા મંત્રાલય ફરી સમયમર્યાદા લંબાવે તો કોઈ અલગ ડૅડલાઈન મળશે. ગત વર્ષે કોરોના મહમારીને પગલે સરકારે તારીખ લંબાવી હતી પરંતુ, આ વર્ષે સંભાવના નહિવત છે.

  જૂની ટેક્સ પ્રણાલી પ્રમાણે સેક્શન 80 સી અને સેક્શન 80 ડી તમે કુલ આવકમાંથી અમુક ડિડક્શન માંગી શકો છો. સેક્શન Cમાં ઇક્વિટી-લિંક્ડ સેવિંગ સ્કીમ્સ (ELSS), જીવન વીમા પોલિસી અને પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) જેવા રોકાણનો સમાવેશ થાય છે. આ સિવાય હોમ લોનની પ્રિન્સિપલ રકમ અને બાળકોની ટ્યુશન ફીની ચૂકવણી માટે પણ કપાતની મંજૂરી મળે છે. તમે હોમ લોન પર ચૂકવેલ વ્યાજ માટે કલમ 24 હેઠળ કપાતનો દાવો પણ કરી શકો છો. તમે ચૂકવણી કરેલા આરોગ્ય વીમાના પ્રીમિયમને કલમ 80 ડી હેઠળ કર કપાતનો દાવો કરી શકો છો.

  આ પણ વાંચો: રાત્રે ઘસઘસાટ ઊંઘવા માટે મહિલા ડૉક્ટરની ટ્રીક વાયરલ, તમે અજમાવી ખરા?

  જોકે, સમયમર્યાદાને પહોંચી વળવાની ઉતાવળમાં ઘણા કરદાતાઓ અમુક નાની પરંતુ, આર્થિક રીતે મોટી ભૂલ કરે છે અને પાછળથી પસ્તાય છે. તો આવો જાણીએ આ મિસ્ટેકસને ટાળવા શું કરવું જોઈએ.

  અંતિમ ક્ષણે રોકાણ માટે ન જાવ :

  Full Circle Financial Planners and Advisorsના સ્થાપક કલ્પેશ અસર જણાવે છે કે, સમગ્ર વર્ષ દરમિયાન ટેક્સ કપાત માટે રોકાણ ન કરીને અંત સમયે કર બચત વિકલ્પોની શોધ કરતા લોકોએ સુધરવું જોઈએ. તમારે નાણાંકીય વર્ષની શરૂઆતમાં જ તમારા ટેક્સ- સેવિંગ રોકાણો કરવાનું શરૂ કરવું જોઈએ. જેના કારણે તમે છેલ્લા સમયની ભૂલોને અવગણી શકો છે.

  તમે જો વર્ષની શરૂઆતથી જ રોકાણ કરશો તો અંત સમયે કેશ ક્રંચ કે અન્ય વિકલ્પો વચ્ચે અસમંજસ નહીં થાય. એપ્રિલ માસથી તમે દર મહિને ઇક્વિટી લિંક્ડ બચત યોજનાઓ (ELSS)માં રોકાણ કરવાનું શરૂ કરો. SIP કરો કે પછી વોલ્યેન્ટરી પ્રોવિડન્ડ ફંડ (VPF)માં રોકાણ કરો. તેથી અંત સમયે માર્ચમાં ચારેય બાજુ દોડવું ન પડે.

  એક જ સમયે મોટું રોકાણ કરવાથી તમે તમારી નિયમિત જરૂરિયાતો માટે પૂરતું ભંડોળ બાકી રાખ્યું છે કે નહીં, તેની ચિંતામાં ખોવાઈ જશો.

  વર્તમાન રોકાણને ભૂલી ન જશો:

  તમે ફરીથી સમયમર્યાદાને પહોંચી વળવાની ઉતાવળમાં તમારા હાલના રોકાણો અને ખર્ચ પર ધ્યાન આપતા નથી. જે તેમને કર કપાત માટે હકદાર હોય છે. ઉદાહરણ તરીકે જો તમે તમારા ઇપીએફ યોગદાન રૂપે દર મહિને 12,500 રૂપિયા ફાળો આપી રહ્યા હોય તો તમારે ટેક્સ-બચત રોકાણો કરવાની જરૂરત જ નથી. આ સિવાય જો તમે બાળકોની સ્કૂલની ટ્યુશન ફી પણ ચૂકવતા હોય તો તે પણ ટેક્સમાં કપાત મળે છે. કલ્પેશ કહે છે કે બંને ઇપીએફ ફાળો અને બાળકોની શાળાની ટ્યુશન ફી કલમ 80 સી હેઠળ કપાત માટે પાત્ર છે.

  આ પણ વાંચો: IPOની વણજાર: હવે લોઢા ડેવલપર્સ લાવશે રૂપિયા 2,500 કરોડનો આઈપીઓ

  ઓપ્ટિમા મની મેનેજર્સના સ્થાપક પંકજ મથપાલે સલાહ આપી કે, દર વર્ષે લાંબાગાળાનું ટેક્સ સેવિંગ પ્લાનિંગ ના કરાય. અમુક વખતે ટૂંકાગાળાનું ટેક્સ પ્લાનિંગ પણ કરવું જરૂરી બને છે. જો તમારું લક્ષ્ય નિવૃત્તિ માટે બચત કરવાનું છે, તો તમે વીપીએફ અને પીપીએફ તરફ ધ્યાન આપી શકો છો. જો તમારું લક્ષ્ય ફક્ત ત્રણ વર્ષનું જ છે અને તમે શેરબજારના જોખમને પચાવી શકતા હોય, તો ELSSમાં રોકાણ કરી શકો છો.

  તેમણે એક સાચી અને સરળ વાત કહી છે કે ટેક્સ પ્લાનિંગ હંમેશાં તમારી નાણાંકીય યોજનાનો ભાગ હોવું જોઈએ, ન કે તમારી વર્ષના અંતે પૂર્ણ કરવાની એક જવાબદારી.

  ઈન્શ્યોરન્સ-ઈન્વેસ્ટમેન્ટ પોલીસી ઉતાવળમાં ન ખરીદવી:

  જીવન વીમા પોલિસી ખરીદવી સરળ છે અને ખાસ કરીને ટેક્સ સેવિંગ સમયે. જીવન વીમા એજન્ટો પણ ફક્ત વળતરની ખાતરી આપીને તમને પોલિસી લેવડાવે છે. આ જલ્દી-જલ્દીમાં ન કામની પણ અમુક વખત રોકાણ-કમ-જીવન વીમા પોલિસી ખરીદે છે, જેની તેમને ખરેખર જરૂર પણ ન હોય. કલ્પેશ કહે છે કે વર્ષ પછી સમજાય છે કે આ પોલિસીમાં ન રોકાણકારને પુરતું જીવન કવચ મળી રહે છે, ન રોકાણ પોર્ટફોલિયોનું કોઈ યોગ્ય વળતર મળી રહ્યું છે.

  આ પણ વાંચો: અદાણી ગેસ અને ટ્રાન્સમિશનમાં રોકાણકારોએ શું કરવું? BoIની તેજી ટકી રહેશે? જાણો Expert View

  તમારી ગેરહાજરીમાં તમારા વારસદારો/આશ્રિતોને આર્થિક સહાયતા માટે નવી ટર્મ પોલિસી લેવી પડશે તેવો ખ્યાલ વર્ષના અંતે ખબર પડે છે. પરંતુ, યાદ રાખો કે જો તમે જીવન વીમા પોલિસીની રેગ્યુલર ચૂકવણી નહીં કરો તો ફાયદા નહીં મળે.

  રોકાણ માટે ઉધાર લેવું:

  આ તમારી રોકાણ-સંબંધિત સૌથી મોટી ભૂલ સાબિત થાય છે. ઘણા લોકો વર્ષ દરમિયાન તેમના ખર્ચનું આંકલન કરતા નથી, તેઓ માને છે કે તેમની સેલરી કે બચત ટેક્સ બેનિફિટ માટે પૂરતી નથી. અમુક વ્યકતિઓ સમયમર્યાદા પહેલા રોકાણ કરવા માટે તેમના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરે છે. આ સ્થિતિમાં તમે ક્રેડિટ કાર્ડ્સના 40-44%ના વ્યાજના દેવાની જાળમાં ફસાઈ શકો છો. આવા કિસ્સાઓમાં જો તમારી પાસે ટેક્સ સેવિંગ રોકાણ માટે પુરતું ભંડોળ ન હોય તો 80સી ઇન્સ્ટ્રુમેન્ટ્સ હેઠળ વ્યાજ માફી ક્લેયમ કરવા ક્રેડિટ કાર્ડનું પેમેન્ટ કરવું જરુરી છે, તેમ મથપાલે ઉમેર્યું છે.
  Published by:Vinod Zankhaliya
  First published: