ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરતી વખતે આ ભૂલ કરશો તો રિફંડ નહીં મળે, આ રીતે ભૂલ સુધારો

પ્રતિકાત્મક તસવીર

ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ 31મી ઑગસ્ટ છે. અનેક વખત આપણે ઉતાવળમાં રિટર્ન ફાઇલ કરતી વખતે અમૂક ભૂલો કરતા હોઈએ છીએ. આ કારણે આપણું રિફંડ અટકી જતું હોય છે.

 • Share this:
  ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ 31મી ઑગસ્ટ છે. અનેક વખત આપણે ઉતાવળમાં રિટર્ન ફાઇલ કરતી વખતે અમૂક ભૂલો કરતા હોઈએ છીએ. આજ કારણે અનેક વખત આપણું રિફંડ અટકી જતું હોય છે. જાણકારોના જણાવ્યા પ્રમાણે તેમની પાસે ઘણી વખત એવા લોકો આવતા હોય છે જેઓ ફરિયાદ કરતા હોય છે કે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરતી વખતે બેંક એકાઉન્ટ નાખવામાં ભૂલ થઈ છે. જો તમે આવી ભૂલ કરી છે તો ડરવાની જરૂર નથી. તમે સીએ પાસે જઈને કે પછી ઇન્કમ ટેક્સના હેલ્પલાઇન નંબર પર ફોન કરીને તેનું નિવારણ લાવી શકો છો.

  જો તમે ભૂલથી બેંકની ખોટી માહિતી આપી છે તો આટલું કરો...

  1) સૌપહેલા આ કામ કરો : ટેક્સ નિષ્ણાત ગૌરી ચઢ્ઢા કહે છે કે આવા કેસમાં રિફંડની રકમ સીધા બેંક ખાતામાં જમા નહીં થાય. આથી તમારે આઈટી વિભાગને ચેકથી રકમ આપવાની વિનંતી કરવી પડશે. જો હજુ સુધી આઈટીઆર પ્રોસેસ નથી થયું તો નવું આઈટીઆર પણ ફાઇલ કરવું પડી શકે છે.

  2) પોતાનું આઈટીઆર ભર્યા પછી તમને માલુમ પડે કે એકાઉન્ટની વિગત નાખતી વખતે કોઈ ભૂલ થઈ છે, જેમાં રિફંડ આવવાનું છે કે પછી આઈટીઆર દાખલ કર્યા બાદ વિગતો બદલાઈ ગઈ છે, તો આવા કેસમાં પોતાના ઇ-ફાઇલિંગ ખાતામાં લોગિન કરીને તપાસો કે તમારું ITR પ્રોસેસ કરવામાં આવ્યું છે કે નહીં.  3) જો આઈટીઆર હજુ સુધી પ્રોસેસ નથી થયું તો તમે વિગતો બદલીને તમે રિવાઇઝ્ડ રિટર્ન દાખલ કરી શકો છો.

  4) જો આઇટી રિટર્ન પ્રોસેસ થઈ જાય છે અને તમારા ખાતામાં રિફંડ નથી આવતું તો તમારે આઈટી વિભાગને ચેક મોકલવા માટે વિનંતી કરવી પડશે.

  5) જો તમે રિવાઇઝ્ડ રિટર્ન દાખલ કરવા નથી માંગતા અને તમારું આઈટીઆર પ્રોસેસ નથી થયું તો તમે આઈટી વિભાગને ચેક (Cheque) માટે વિનંતી કરવાની ત્યાં સુધી રાહ જોઈ શકો છો જ્યાં સુધી તમારું રિટર્ન ફેલ ન થાય.  આટલું ધ્યાન રાખો :

  ટેક્સ નિષ્ણાત ગૌરી કહે છે કે આઈટીઆર ફાઇલ કરતી વખતે બેંકની વિગતો બે વખત ચકાસી લેવી જરૂરી છે. જો તમે બેંકની બ્રાંચ બદલવા માટેની પણ અરજી કરી છે તો આ બેંકની વિગતો રિફંડ માટે ન ભરો.
  Published by:Vinod Zankhaliya
  First published: