Home /News /business /Second Hand કાર ખરીદતા સમયે આ 4 બાબતોનું ખાસ ધ્યાન રાખો, નહિતર સોનાના ભાવે લોખંડ ખરીદ્યા જેવું
Second Hand કાર ખરીદતા સમયે આ 4 બાબતોનું ખાસ ધ્યાન રાખો, નહિતર સોનાના ભાવે લોખંડ ખરીદ્યા જેવું
second hand car buying
જ્યારે પણ આપણે ક્યાંયથી સેકન્ડ હેન્ડ કાર ખરીદીએ છીએ, તો પાસે ઘણી બધી કાર જોઈને સમજીએ છીએ, કે ડીલર સારો હશે. પરંતુ કાર કલેક્શન હોવાનો તે અર્થ નથી, કે ડીલર પણ સારો જ હશે. ડીલરનું કામ જૂની ગાડીઓ વેચવાનું છે. એવામાં તે કોઈ પણ પ્રકારની ગાડી તેની પાસે રાખી લે છે અને ગાડીઓને રિનોર્વેટ કરાવીને તેને ડિસપ્લે કરાવી દે છે.
નવી દિલ્હીઃ આજના સમયમાં ગાડી વગર કોઈનું કામ ચાલતું નથી. પરંતુ એક સામાન્ય નવી કાર ખરીદવી હોય તો પણ ઓછામાં ઓછા 5 લાખની વચ્ચે તમારું બજેટ રાખવું પડે છે. તે દરેક કોઈ માટે સંભવ નથી. એવામાં તમામ લોકો સેકન્ડ હેન્ડ કાર ખરીદવાનો વિકલ્પ પસંદ કરે છે. જેનાથી તેમની કારની જરૂરિયાત પૂરી થઈ જાય છે અને તેમના બજેટમાં પણ ગડબડી થતી નથી. પરંતુ સેકન્ડ હેન્ડ કાર ખરીદતા સમયે ઘણી સાવધાની રાખવી જરૂરી છે. જો તમે પણ આવનારા સમયમાં સેકન્ડ હેન્ડ કાર ખરીદવાની યોજના બનાવી રહ્યા હોવ, તો કેટલીક ટિપ્સ જાણી લો, જેથી પછી તમને કંઈ પસ્તાવો ન થાય.
વાહનોના સંગ્રહથી પ્રભાવિત થશો નહીં
જ્યારે પણ આપણે ક્યાંયથી સેકન્ડ હેન્ડ કાર ખરીદીએ છીએ, તો પાસે ઘણી બધી કાર જોઈને સમજીએ છીએ, કે ડીલર સારો હશે. પરંતુ કાર કલેક્શન હોવાનો તે અર્થ નથી, કે ડીલર પણ સારો જ હશે. ડીલરનું કામ જૂની ગાડીઓ વેચવાનું છે. એવામાં તે કોઈ પણ પ્રકારની ગાડી તેની પાસે રાખી લે છે અને ગાડીઓને રિનોર્વેટ કરાવીને તેને ડિસપ્લે કરાવી દે છે. કલેક્શનના સંકજામાં ન ફસાઓ. સેકન્ડ હેન્ડ ગાડી ખરીદવી હોય, તો કોઈ પરિચિત વ્યક્તિની ખરીદી લો. કે કોઈ એવા ડીલર પાસે જાઓ, જેની પાસે ભલે કલેક્શન ઓછું હોય, પરંતુ સ્ટોક સારો હોય.
સેકન્ડ હેન્ડ ગાડીને ઓનલાઈન ખરીદવાથી બચો. ઓફલાઈનને પ્રાથમિકતા આપો. ઓનલાઈનમાં તમે છેતરપિંડીનો શિકાર બની શકો છો. યોગ્ય તે હશે, કે તમે એક ટેસ્ટ ડ્રાઈવ લો અને ગાડીના ફીચર્સને સારી રીતે ચેક કરો. એન્જિન ઓઈલ ચેક કરી લો. જો તમે ઓઈલ વગર ગાડી ચલાવી દો, તો તેનાથી એન્જિનમાં નુકસાન થઈ શકે છે.
જો તમે સેકન્ડ હેન્ડ કાર ખરીદી રહ્યા હોવ, તો માત્ર બહારથી તેની સ્થિતિને જોઈને પસંદ ન કરી લો, ખાસ કરીને કારના એન્જિનને ચેક કરો. તમે ઈચ્છો તો તમારા સાથે કોઈ મેકેનિકને લઈ જઈ શકો છો અને કારને ચેક કરાવી શકો છો. આ ઉપરાંત કોઈ ખાસ અને વિશ્વસનીય વ્યક્તિ જાણકાર હોય, તેની મદદ લો. જો તમે ગાડી ખરીદતા સમયે એન્જિન પર ધ્યાન ન આપ્યું, તો ભવિષ્યમાં તમને મોટા ખર્ચનો સામનો કરવો પડી શકે છે.
ગાડીના દસ્તાવેજો ચેક કરો
ગાડીના દસ્તાવેજ સૌથી મહત્વપૂર્ણ વસ્તુ છે. ગાડી ખરીદતા સમયે આરસી, પીઓસી અને ઈન્શ્યોરનેસ જેવા પેપર ચેક કરી લો. આરસી ગાડીનો સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજ છે, તેના પર ગાડીની બધી જ વિગતો હોય છે. ગાડી ક્યારે બની, ક્યારે રજિસ્ટર્ડ થઈ, મોડલ નંબર, ચેસિસ નંબર, કલર, બોડી ટાઈન બધુ જ આ કાર્ડ પર લખેલું હોય છે. જો ગાડી 15 વર્ષ જૂની છે, તો તેને બિલકુલ ન ખરીદો. આ ઉપરાંત RC પર બેંકનું નામ લખ્યું છે, તો સૌથી પહેલા કાર વેચનાર પાસેથી બેંકની એનઓસી જરૂર લઈ લો, નહિ તો ગાડી ટ્રાન્સફર કરવામાં મુશ્કેલી પડશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર