Home /News /business /SIP Investment: રોજના 67 રૂપિયાનું રોકાણ કરો અને મેળવો 70 લાખનું વળતર, અહીં જાણો રોકાણની પૂરી Method

SIP Investment: રોજના 67 રૂપિયાનું રોકાણ કરો અને મેળવો 70 લાખનું વળતર, અહીં જાણો રોકાણની પૂરી Method

SIP Investment

SIP Investment: તમારે એસઆઈપી દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ (Invest in MF Through SIP) કરવું જોઈએ. એસઆઈપી માત્ર 500 રૂપિયાથી શરૂ કરી શકાય છે. જો તમે તેમાં દર મહિને 2000 રૂપિયાનું રોકાણ કરો છો, તો તમે માત્ર થોડા વર્ષોમાં 70 લાખથી વધુ મૂડી બનાવી શકો છો.

વધુ જુઓ ...
    નવી દિલ્હીઃ આજકાલ વધતી જતી મોંઘવારી વચ્ચે યુવાનીમાં જ ભવિષ્યની બચતો (Future Saving Plans) અંગે પ્લાનિંગ કરવું ખૂબ જરૂરી બની ગયું છે. આ સિવાય તબીબી, શિક્ષણ અને દરેક જીવન જરૂરિયાતની વસ્તુઓ મોંઘીદાટ બનતા મધ્યમવર્ગના લોકો માટે રીટાયરમેન્ટ પ્લાનિંગ (Retirement Planning) હોવું આવશ્યક છે. જેથી વૃદ્ધાવસ્થામાં શાંતિપૂર્વક જીવન વિતાવી શકાય અને કોઇ પણ અચાનક આવતી નાણાંકીય કટોકટીને પહોં ચી વળવા પર્યાપ્ત ભંડોળ એકત્રિત કરી શકાય. આજે આપણને અનેક રોકાણ અને બચત યોજનાઓના લાભ (Saving Schemes) સરળતાથી મળી રહે છે અને તેથી જ પર્સનલ ફાઇનાન્સ (Personal Finance) સરળ બન્યું છે. રોકાણ કરવા કે બચત કરવા માટે તમે શેરબજાર, મ્યુચ્યુઅલ ફંડ્સ, એસઆઇપી કે બેંકો દ્વારા કે સરકાર દ્વારા બહાર પાડવામાં આવતી અન્ય સ્કીમ્સનો લાભ ઉઠાવી શકો છો.

    જો તમે પણ વધુ સારી રોકાણ યોજના (Best Investment Schemes) શોધી રહ્યા છો, તો તમારે એસઆઈપી દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ (Invest in MF Through SIP) કરવું જોઈએ. એસઆઈપી માત્ર 500 રૂપિયાથી શરૂ કરી શકાય છે. જો તમે તેમાં દર મહિને 2000 રૂપિયાનું રોકાણ કરો છો, તો તમે માત્ર થોડા વર્ષોમાં 70 લાખથી વધુ મૂડી બનાવી શકો છો.

    આ પણ વાંચોઃ વર્ષના અંતે સરકાર આપી શકે ભેટ, વધી શકે નાની બચત યોજનાઓના વ્યાજ દર

    કઇ રીતે કરશો રોકાણ?


    જો તમને 22 વર્ષની ઉંમરે નોકરી મળે છે અને તમારો પ્રારંભિક પગાર 15000 રૂપિયા છે, તો તમે રોકાણના નામે ઓછામાં ઓછા 2000 રૂપિયા સરળતાથી ઉપાડી શકો છો. જો તમે 22 વર્ષની ઉંમરથી દર મહિને 2000 રૂપિયાની SIP શરૂ કરો છો. જો તમે તેને સતત 30 વર્ષ સુધી ચાલુ રાખશો, તો તમે વાર્ષિક 24000 રૂપિયાનું રોકાણ કરશો.

    મેચ્યોરિટી સમયે મળશે 7.20 લાખ રૂપિયા


    આ રીતે 30 વર્ષમાં તમે કુલ રૂ. 7,20,000નું રોકાણ કરશો. આ સમય દરમિયાન તમને કમ્પાઉન્ડિંગનો લાભ પણ મળશે. એસઆઈપી કેલ્ક્યુલેટર મુજબ જો તમને 30 વર્ષમાં એસઆઈપીમાં સરેરાશ 12 ટકા રિટર્ન મળે છે તો તમને 63,39,828 રૂપિયાનો નફો મળશે અને મેચ્યોરિટી પર તમને 7,20,000 રૂપિયા + 7,20,000 = 70, 59,828 રૂપિયા મળશે.

    આ પણ વાંચોઃ સોનું અને ચાંદી બંનેમાં ભારે તેજી, બજારની જેમ નવો હાઈ બનાવશે?

    સરળતાથી બની શકો છો કરોડપતિ


    જો તમે 22 વર્ષની ઉંમરે રોકાણ કરવાનું શરૂ કરી દો છો, તો 30 વર્ષ પછી તમારી ઉંમર 52 વર્ષ હશે. એટલે કે 52 વર્ષની ઉંમરે તમે 70 લાખથી વધુ રૂપિયા એસઆઈપીમાંથી જ ઉમેરશો. સાથે જ જો તમે પગાર વધારવાની સાથે-સાથે એસઆઈપીમાં રોકાણની રકમ પણ સમયાંતરે વધારતા રહેશો તો આમાંથી તમે સરળતાથી કરોડપતિ બની શકો છો.


    (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
    First published:

    Tags: Business news, Investment tips, SIP investment