Alert! 31 ઓક્ટોબર પહેલા આ જરૂરી કામ પતાવો, નહીં તો થઈ શકે છે મુશ્કેલી

31 ઓક્ટોબર પહેલા આ ચાર કામ પૂરા કરવા જરૂરી.

31 October deadline: પીએમ કિસાન યોજના (PM Kisan Yojana)માં રજીસ્ટ્રેશન સહિત ઘણા કામો માટે તમને 31 ઓક્ટોબર સુધીનો સમય આપવામાં આવ્યો છે.

  • Share this:
મુંબઈ: ઓક્ટોબર માસ (October Month) પૂર્ણ થવાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. એવા મહિનાના અંત સુધીમાં અનેક એવા જરૂરી કામો છે જેને તમારે પૂરા કરવા જરૂરી છે, કારણ કે 31 ઓક્ટોબર ઘણા કામો માટેની છેલ્લી તારીખ છે. પીએમ કિસાન યોજના (PM Kisan Yojana)માં રજીસ્ટ્રેશન સહિત ઘણા કામો માટે તમને 31 ઓક્ટોબર સુધીનો સમય આપવામાં આવ્યો છે. તો આવો જાણીએ જરૂરી કામો વિશે જેને તમારે આ મહિનાના અંત સુધીમાં કરી લેવા જોઇએ.

1. HDFCની ખાસ ઑફર (HDFC Offer)

હોમ લોન લેવા વિચારતા લોકો માટે હાઉસિંગ ફાઇનાન્સ કંપની HDFC ખાસ ઓફર (HDFC Home Loan) આપી રહી છે. જેમાં આ ઓફરની છેલ્લી તારીખ 31 ઓક્ટોબર છે. આપને જણાવી દઇએ કે HDFCએ ફેસ્ટિવ સીઝન (Festive Season)ને ધ્યાનમાં રાખીને હોમલોનના દરોમાં ઘટાડો કર્યો છે. જે અંતર્ગત ગ્રાહકોને 6.70 ટકાના વાર્ષિક દરે હોમ લોન મળશે. મહત્વનું છે કે આ ઓફર 31 ઓક્ટોબર,2021નો રોજ સમાપ્ત થઇ રહી છે.

આ પણ વાંચો: શું હોમ લોન લેવાનું વિચારી રહ્યા છો? ફક્ત ઓછો વ્યાજદર જ નહીં આ બાબતોનું પણ રાખો ધ્યાન

2. PM કિસાન યોજના માટે રજીસ્ટ્રેશન (PM Kisan Registration)

PM કિસાન સન્માન નિધિ સ્કીમ (PM Kisan) અંતર્ગત સહાય મેળવવા માટે રજીસ્ટ્રેશન કરાવવા ખેડૂતો પાસે 31 ઓક્ટોબર સુધીનો સમય છે. જો ખેડૂતો આ દરમિયાન રજીસ્ટ્રેશન કરાવી લેશે તો તેને બે હપ્તા એટલે કે 4000 રૂપિયાનો લાભ મળી શકશે.

3. SBIના ગ્રાહકો ફ્રીમાં ભરી શકશે ITR

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI)ના ગ્રાહકો હવે ફ્રીમાં ઇનકમ ટેક્સ રિટર્ન (ITR) દાખલ કરી શકે છે. જેમાં બેંકના ગ્રાહકો YONO એપ પર Tax2Win દ્વારા ITR ભરી શકે છે. સોશિયલ મીડિયાના માધ્યમથી SBIએ જણાવ્યા અનુસાર, તમે YONO પર Tax2Win દ્વારા ફ્રીમાં આ કામ કરી શકો છો. આ ઓફર માત્ર 31 ઓક્ટોબર સુધી રહેશે.

આ પણ વાંચો: રાકેશ ઝુનઝુનવાલાના આ પાંચ શેર આપ્યું 215% સુધી વળતર, શું આમાંથી કોઈ શેર તમારી પાસે છે?

4. ગાડીનું રજીસ્ટ્રેશન અને DL રિન્યૂ

તમારી ગાડીના રજીસ્ટ્રેશન, ડ્રાઇવિંગ લાઇસન્સ અને ફિટનેસ સર્ટિફિકેટ જેવા ડોક્યુમેન્ટને રિન્યૂ કરાવવા માટેની છેલ્લી તારીખ પણ 31 ઓક્ટોબર છે. એવામાં જો તમારે આ ડોક્યુમેન્ટ રિન્યૂ કરાવવા છે તો જલ્દી જ કરાવી લો. કારણ કે આ કામ નહીં કરો તો તમને આગળ જતા સમસ્યાઓ થઇ શકે છે. આપને જણાવી દઇએ કે કોરોના મહામારીને ધ્યાનમાં રાખી કેન્દ્રીય પરિવહન મંત્રાલયે ડ્રાઇવિંગ લાઇસેન્સ(DL), રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ (RC) અને પરમિટની માન્યતાને 31 ઓક્ટોબર સુધી વધારી હતી. જે હવે પૂર્ણ થવામાં 10 દિવસો બાકી છે.
First published: