આજકાલ દરેક વસ્તુઓ ઓનલાઇન મળી રહી છે. નાની સોયથી લઇને ઇલેકટ્રોનીક ગેજેટ્સ પણ લોકો ઓનલાઇન ખરીદી રહ્યા છે. પાછલા 2-3 વર્ષોથી એક નવો ટ્રેન્ડ શરૂ થયો છે ઓનલાઇન કરિયાણું અને શાકભાજી ખરીદવાનો. વધતી મોંઘવારી વચ્ચે ઇ-કોમર્સ કંપનીઓ હવે લોકોને સસ્તો સામાન ઉપલબ્ધ કરાવી રહી છે. હાલમાં એમેઝોન પણ એક એવી જ ડીલ લઇને આવી રહી છે.
7 જૂન સુધી એમેઝોન પર સુપર વેલ્યુ ડેઝ ચાલશે. જ્યાં કરિયાણા અને શાકભાજી પર ખૂબ જ સસ્તી ડીલ મળશે. આ સિવાય પ્રાઇમ સભ્યો માટે ડિલિવરી ફ્રી હશે. જો તમે કરિયાણા, ઘરની જરૂરી ચીજવસ્તુઓ, પેકેજ્ડ ફૂડ, પર્સનલ કેર અને બાળકોના સામાનની ખરીદી કરવાનું પણ વિચારી રહ્યાં છો. તો તમારી પાસે આ માટે એત સારી તક છે.
એમેઝોને પોતાની જાહેરાતમાં આપેલી માહિતી મુજબ, 1થી 7 જૂન સુધી, એમેઝોન ફ્રેશ 'સુપર વેલ્યુ ડેઝ'ના નામથી એક ઑફર આપી રહ્યું છે. આ હેઠળ, ફળો અને શાકભાજી સિવાય, તમે તાજા ઉત્પાદનો, પેકેજ્ડ ફૂડ, પર્સનલ કેર, બેબી પ્રોડક્ટ્સ, પાલતુ ઉત્પાદનો પર 50% સુધીની છૂટનો બમ્પર લાભ મેળવી શકો છો. આ ઑફર આજની તારીખે એટલે કે 1 જૂનથી 7 જૂન, 202 સુધી છે.
આ 7-દિવસની બમ્પર ઓફર હેઠળ, તમને બિસ્કિટ, ચોખા, ઘી, ખાંડ અને રવા જેવી વસ્તુઓ પર 50% ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. જ્યારે ઘણી એવી પ્રોડક્ટ્સ છે જેના પર 45% નું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.
જો તમને આમાં વધારાનું ડિસ્કાઉન્ટ જોઈએ છે, તો તમે SBI ક્રેડિટ કાર્ડથી ખરીદી કરો. આ અંતર્ગત 1લીથી 3જી જૂન સુધી ઓછામાં ઓછી 2500 રૂપિયાની ખરીદી પર 10 ટકા વધારાની છૂટ મળશે. એટલે કે, એકંદરે તમે લગભગ 60% ના ડિસ્કાઉન્ટ સાથે સામાનખરીદી શકો છો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર