Diwali top picks: દિવાળીએ આ 12 શેરમાં કરો રોકાણ, 12 મહિનામાં મળશે દમદાર વળતર

દિવાળી મુહૂર્ત શેર.

Diwali Muhurat shares: સ્થાનિક બ્રોકરેજ અને રિસર્ચ ફર્મ યસ સિક્યોરિટીઝે 12 શેરોની (Top 12 Stocks) ભલામણ કરી છે, જે 12 મહિનાની સમયમર્યાદા માટે ખરીદી શકાય છે.

  • Share this:
મુંબઈ: દિવાળીનો તહેવાર (Diwali Festivals 2021) શરૂ થઈ ચૂક્યો છે અને ઘણા લોકો રોકાણ (Invest Money) માટે અવનવા વિકલ્પો (How to Invest Money)ની શોધમાં પણ હશે. દરેક વ્યક્તિ ઇચ્છે છે કે તેને કરેલા રોકાણમાંથી તેમને ઊંચું રિટર્ન (Best Return) મળે. પરંતુ ઘણી અસંમજસ હોય છે કે કઈ જગ્યાએ રોકાણ કરી સારું વળતર કઈ રીતે મેળવવું. આજે અમે તમારી આ સમસ્યાનું સમાધાન લઈને આવ્યા છીએ. દિવાળી 2021 સ્ટોક પિક્સના ભાગરૂપે, સ્થાનિક બ્રોકરેજ અને રિસર્ચ ફર્મ યસ સિક્યોરિટીઝે 12 શેરોની (Top 12 Stocks) ભલામણ કરી છે, જે 12 મહિનાની સમયમર્યાદા માટે ખરીદી શકાય છે. તો આવો જાણીએ આ ટોપ 12 સ્ટોક્સ વિશે વિસ્તાર પૂર્વક.

પ્રિન્સ પાઇપ્સ (Prince Pipes)

બ્રોકરેજ ફર્મનું માનવું છે કે કંપનીની મજબૂત છબી અને આયોજનબદ્ધ ભાગીદારીઓ આગામી સમયમાં માર્કેટમાં કંપનીને નવી ઊંચાઈઓ પર લઇ જશે. આ ઉપરાંત કંપની અસંગઠિતમાંથી સંગઠિત ક્ષેત્રો માટે મહત્ત્વનું ઉદાહરણ છે, જે કંપનીને પોતાના વિકાસને આગળ વધારવા માટે વધુ સક્ષમ બનાવશે. તેની ટાર્ગેટ પ્રાઇસ રૂ. 1091 છે.

ગ્રીનએપલ ઇન્ડસ્ટ્રીઝ (Greenapple Industries)

આ કંપનીને પણ બ્રોકરેજ ફર્મ દ્વારા બાય ટેગ આપવામાં આવ્યો છે. તેની ટાર્ગેટ પ્રાઇસ રૂ. 470 છે. કંપની પોતાનું કુલ દેવું ઘટાડીને પોતાની બેલેન્સ શીટને મજબૂત કરવા તરફ આગળ વધી રહી છે.

અપોલો પાઇપ્સ (Apollo Pipes)

અપોલો પાઇપ્સ સમગ્ર ભારતમાં અગ્રગણીય કંપની બનવાની તૈયારીમાં છે. તે અન્ય અગ્રણી કંપનીઓની સરખામણીમાં સમાન વેલ્યુએશન મેળવી શકે છે. બ્રોકરેજ દ્વારા જણાવવામાં આવ્યા અનુસાર તેની ટાર્ગેટ પ્રાઇસ રૂ. 2250 છે.

એક્રીસિલ (Acrysil)

વિશ્વભરમાં ક્વાર્ટઝ સિંકની ઝડપથી વધી રહેલા માંગના કારણે એક્રીસિલ લિમિટેડ સૌથી મોટા લાભાર્થીઓમાંની એક બની શકે છે. બ્રોકરેજના જણાવ્યા મુજબ, સ્ટોક પર તેની ટાર્ગેટ પ્રાઇસ રૂ. 995 છે.

આ પણ વાંચો: Diwali top picks: દિવાળી મુહૂર્તમાં આ 9 મિડકેપ શેરની ખરીદી કરવાની HDFC Securitiesની સલાહ

દાલમિયા ભારત (Dalmia Bharat)

યસ સિક્યોરિટીઝના જણાવ્યા અનુસાર, ભાવિ CAPEX માટે મજબૂત બેલેન્સ શીટ ધરાવે છે, નફાકારકતા પણ દમદાર છે. અમને આશા છે કે દાલમિયા મજબૂત રીટર્ન આપવા માટે આગામી સમયમાં વધુ સક્ષમ બનશે. બ્રોકરેજ ફર્મ અનુસાર તેની ટાર્ગેટ પ્રાઇસ રૂ. 2640 છે.

ઈન્ડિયા માર્ટ (India Mart)

પોઝિટિવ ઓપરેટિંગ લીવરેજ અંતર્ગત વધી રહેલા માર્જીનની સાથે સારી આવકવૃદ્ધિ કંપીને ઓનલાઇને ક્લાસિફાઇડ જગ્યામાં વધુ આકર્ષક બનાવે છે. બ્રોકરેજ ફર્મનું અનુમાન છે કે આગામી 12 મહિનામાં કંપની સ્ટોક સંભવતઃ રૂ. 10,200 સુધી વધી શકે છે.

આ પણ વાંચો: Diwali 2021 Muhurat Picks: આ દિવાળીએ આ શેરોમાં કરો રોકાણ, મળશે દમદાર વળતર

PNC ઇન્ફ્રા (PNC Infra)

બ્રોકરેજ ફર્મના ઉલ્લેખ અનુસાર, કંપનીનો હાલનો ઓર્ડરનો પ્રવાહ, એસેટ મોનાટાઇઝેશન તરફ ધ્યાન અને સંતુલિત બેલેન્સ શીટ એક રાહતની વાત હોઈ શકે છે. યસ સિક્યોરીટીઝ અનુસાર તેની ટાર્ગેટ પ્રાઈ સ રૂ. 460 છે.

પોલીકેબ્સ (Polycabs)

ઇલેક્ટ્રીક્સ પીઅર માટે આકર્ષક ડિસ્કાઉન્ટ સાથે આ સ્ટોક હાલ ટ્રેડ થઇ રહ્યો છે. બ્રોકરેજ બાય રેટિંગ રૂ. 3,300ની ટાર્ગેટ કિંમત સાથે આવે છે.

ICICI Bank

યસ સિક્યોરીટીઝ જણાવે છે કે, ICICI બેંકમાં અમે જોખમની આકરણી સાથે ઉચ્ચ રીટર્ન આપતી લોનનો હિસ્સો સંભવતઃ વધારવાની ક્ષમતા જોઈ રહ્યા છીએ. બાય રેટિંગ સાથે તેની ટોર્ગેટ પ્રાઈસ રૂ. 1,112 છે.

ગ્લેન્ડ ફાર્મા (Gland Pharma)

કોમ્પ્લેક્સ ઇન્જેક્ટેબલ્સ જેવા કે પેપ્ટીસાઇડ્સ, હોર્મોન્સ અને નવા ડોઝ ફોર્મ જેવા કે પેન્સ, કાર્ટ્રીઝ્સ સાથે આગામી 2-3 વર્ષમાં વિકાસ તરફ આગળ વધવાની કંપનીની યોજના છે. બાયોસિમિલરમાં લાંબા ગાળાના વિકાસની મહત્વાકાંક્ષા એ સાચી દિશા તરફ એક પગલું છે. તેની ટાર્ગેટ કિંમત રૂ.4,925 છે.

આ પણ વાંચો: Diwali Bonus 2021: દિવાળી બોનસનું રોકાણ ક્યાં કરવું? FD, Post office, ગોલ્ડ કે પછી મ્યુચ્યુઅલ ફંડમાં મળશે બમ્પર વળતર?

SBI કાર્ડ્સ (SBI Cards)

બ્રોકરેજના મતે સ્ટોક સંભવતઃ વધીને રૂ. 1,200 થઈ શકે છે. કારણ કે નવા કાર્ડ ઇશ્યૂ, ખર્ચ,આવક અને નફો મહામારીને કારણે અગાઉના ત્રિમાસિક ગાળામાં પ્રભાવિત થયા પછી નાણાકીય વર્ષ 2022ના Q2થી ફરી પ્રારંભ થવો જોઈએ.

ક્રિસીલ (CRISIL)

ડોમેસ્ટિક રેટિંગ બિઝનેસમાં ધારણા અનુસાર રીવાઇવલ, ક્રિસીલના અગાઉથી જ વધી રહેલા વિકાસ અને માર્જીન ટ્રેજેક્ટરી દર્શાવે છે. યસ સિક્યોરીટીઝ અનુસાર તેની ટાર્ગેટ પ્રાઈસ રૂ. 4460 છે.

(ખાસ નોંધ: અહીં આપવામાં આવેલી ટીપ્સ જે તે બ્રોકરેજ હાઉસની છે. શેર બજારમાં રોકાણ પહેલા નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે. ન્યૂઝ18 ગુજરાતી ક્યારેય કોઈ શેરની ખરીદી માટે સલાહ નથી આપતું.)
Published by:Vinod Zankhaliya
First published: