Home /News /business /Diwali 2021 Muhurat Picks: આ દિવાળીએ આ શેરોમાં કરો રોકાણ, મળશે દમદાર વળતર
Diwali 2021 Muhurat Picks: આ દિવાળીએ આ શેરોમાં કરો રોકાણ, મળશે દમદાર વળતર
દિવાળી મુહૂર્તના શેર
રિસર્ચ એન્ડ બ્રોકરેજ ફર્મ આનંદ રાઠી (Anand Rathi) શેર અને સ્ટોક બ્રોકર્સે (Stock broker) દિવાળી 2021 પિક્સ તરીકે અમુક શેરો (Invest on Diwali 2021) સૂચવ્યા છે.
મુંબઈ: દિવાળી (Diwali 2021)ના તહેવારો આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા અને ભારતીય શેર બજાર (Indian Share Market) દરરોજ નવી ઊંચાઇએ પહોંચીને રેકોર્ડ બનાવી રહ્યું છે. જેથી રોકાણકારોની દિવાળી પણ સુધરી છે. આ વર્ષે અત્યારસુધીમાં બંને બેંચમાર્ક ઇન્ડેક્સમાં લગભગ 30 ટકાનો વધારો થયો છે. નિફ્ટી ગત દિવાળીની (Diwali 2021) સરખામણીએ અત્યારસુધીમાં 41.55 ટકા ઉછળ્યો છે. રિસર્ચ એન્ડ બ્રોકરેજ ફર્મ આનંદ રાઠી (Anand Rathi) શેર અને સ્ટોક બ્રોકર્સે (Stock broker) દિવાળી 2021 પિક્સ તરીકે અમુક શેરો (Invest on Diwali 2021) સૂચવ્યા છે. જેમાં ઇન્ફોસિસ, હિન્દાલ્કો જેવા અનેક સ્ટોક્સ (Top Stocks to Invest) સામેલ છે. તો આવો આ લીસ્ટ પર નજર કરીએ.
1) Infosys
બ્રોકરેજ અનુસાર, કંપની વિવિધ ઇન્ડસ્ટ્રીઝ અને માર્કેટ્સમાં પોતાની મજબૂત ઉપસ્થિતિ સાથે નફો મેળવી રહી છે. કંપનીએ પોતાના હાયરિંગ પ્રોગ્રામને પણ વધુ ઝડપી બનાવ્યો છે. નાણાકીય વર્ષની મજબૂત શરૂઆત સાથે બીજા ક્વાર્ટરમાં સારી ડીલ, મજબૂત પાઇપલાઇન દ્વારા કંપની પોતાની આવકમાં સતત વધારો કરી રહી છે. બાય રેટિંગ રૂ. 2000ની કિંમત સાથે લક્ષ્યાંકિત કરાયું છે.
2) IDFC First Bank
Buy એન્ટ્રી રેન્જઃ રૂ. 49-45, સ્ટોપ લોસઃ રૂ. 37, ટાર્ગેટ 1: રૂ. 57, ટાર્ગેટ 2 : રૂ. 67, અપસાઇડઃ 39%। બ્રોકરેજ ફર્મનું કહેવું છે કે જાન્યુઆરી, 2021ના મહીનામાં બ્રેક આઉટ બાદ સ્ટોક એકવખત ફરી ઉચ્ચ સ્તર પર જઈ રહ્યો છે. આ પ્રક્રિયા દરમિયાન સ્ટોક પોતોના 100 સપ્તાહના ઇએમએથી ઉપરની સપાટી જાળવી રાખવામાં સફળ રહ્યો છે, જે સ્પષ્ટ મજબૂતીનો સંકેત આપે છે. રોકાણકારો અને વેપારીઓને લગભગ એક વર્ષ માટે આ સ્ટોક ખરીદવામાં સલાહ આપવામાં આવે છે.
3) Hindalco
Hindalco અંગે આનંદ રાઠીએ જણાવ્યું કે, સોલિડ ઓપરેશનલ પર્ફોમન્સને ધ્યાનમાં રાખીએ તો Hindalcoનું વેલ્યુએશન હજુ વિસ્તૃત નથી. તેની ટાર્ગેટ કિંમત પ્રતિ શેર રૂ. 578 છે.
4) ITC
Buy, એન્ટ્રી રેન્જઃ રૂ. 250-240, સ્ટોપ લોસઃ રૂ. 200, ટાર્ગેટ 1: રૂ. 290 ટાર્ગેટ 2 : રૂ. 335, અપસાઈડઃ 36%। મંથલી ચાર્ટ અનુસાર આઇટીસી વર્ષ 2020ના કરેક્ટિવ મૂવ બાદ આખરે પોતાના 100 મહીનાના ઇએમએને પાર કરવામાં સફળ રહ્યું છે. રિસર્ચ ફર્મનું કહેવું છે કે, તેમાં એક ટ્રેન્ડ લાઇન બ્રેકઆઉટ છે જે ફ્રેશ અપસાઇડ તરફ ઇશારો કરે છે. માસિક આરએસઆઇને લઇને આનંદ રાઠી શેર અને સ્ટોક બ્રોકર્સે જણાવ્યું કે ઇંડિકેટર 60ના લેવલથી નીચે આવવાની તૈયારીમાં છે, જે આગળ જતા વધુ મજબૂત લાવી શકે છે.
આનંદ રાઠી જણાવે છે કે, મજબૂત ડીલ પાઇપલાઇન સાથે મજબૂત ડીલ મેળવવામાં સફળ રહ્યું છે અને ખાસ કરીને મોટા સોદાઓ મેળવ્યા છે. SLK ગ્લોબલ એક્વિઝિશનથી વેલ્યૂ ક્રિએશન કર્યુ અને મેનેજમેન્ટે પણ નાણાંકીય વર્ષ 2022 માટે ઉત્તમ માર્ગદર્શન પૂરૂ પાડ્યું છે. આ સ્ટોકની ટાર્ગેટ કિંમત રૂ. 6465 છે.
6) LIC Housing Finance
Buy, એન્ટ્રી રેન્જઃ રૂ. 450-430, સ્ટોપ લોસઃ રૂ. 350, ટાર્ગેટ 1: રૂ. 530, ટાર્ગેટ 2: રૂ. 620, અપસાઇડઃ 43% । એલઆઇસી હાઉસિંગ ફાઇનાન્સના મલ્ટી યર ચાર્ટમાં દર્શાવાયું છે કે મોટાભાગનો સમય 350 ઝોન કાઉન્ટર માટે એક સ્ટ્રોંગ ડિમાન્ડ પોઇન્ટ તરીકે કામ કરી રહ્યો છે. બ્રોકરેજ ફર્મે કહ્યું કે, સ્ટોક પોતાના 100 WEMAથી ઉપરની સપાટીએ બંધ થવામાં સફળ રહ્યો છે અને સાપ્તાહિક સ્કેલ પર ડબલ બોટમ ફોર્મેશનની પુષ્ટિ કરી છે. બ્રોકરેજ ફર્મે જણાવ્યું કે, રિયલ્ટી સ્પેસમાં શાનદાર રેલી બાદ આશા છે કે ટ્રેક્શન હાઉસિંગ ફાઇનાન્સ સ્પેસમાં શિફ્ટ થઇ જશે.
ચાઇના+1 વ્યૂહરચના, શિનજિયાંગ કપાસ પર યુએસનો પ્રતિબંધ, આરોગ્ય અને સ્વચ્છતા જેવી શ્રેણીઓમાં મજબૂત માંગ જેવા વિવિધ પરિબળોને કારણે હોમ ટેક્સટાઇલની માંગમાં વધારો જોવા મળ્યો છે. યોગ્ય ઉત્પાદન મિશ્રણ, સરકારી પ્રોત્સાહનો (RoSCTL, RoDTEP) માર્જીનને મજબૂત બનાવવામાં મદદરૂપ થશે. બ્રોકરેજે ટાર્ગેટ કિંમત રૂ. 334 દર્શાવી છે.
8) Rossari Biotech
વ્યૂહરચનાના સંદર્ભમાં નજર કરીએ તો મેનેજમેન્ટે તેની R&D ક્ષમતાનો લાભ લેવામાં અને મુખ્ય કેમેસ્ટ્રીઝમાં નવી વ્યાપારિક રેખાઓ તૈયાર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. સ્ટોકના ટાર્ગેટ કિંમત રૂ. 1840 દર્શાવવામાં આવી છે.
રોલ્ડ પ્રોડક્ટ્સની ક્ષમતામાં કરેલું વિસ્તરણ, ઉપયોગના સ્તરમાં થયેલો વધારો અને આઇચી સ્ટીલ કોર્પ સાથે કરેલી ભાગીદારી કંપની માટે લાંબાગાળા માટે સારા સંકેતો છે. તેના સ્ટોકની ટાર્ગેટ કિંમત રૂ. 350 છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર