Petrol price today: દિવાળીના દિને પેટ્રોલ-ડીઝલના ભાવમાં થયો ભારે ઘટાડો, જાણો તમારા શહેરનો આજનો ભાવ

પ્રતીકાત્મક તસવીર

આજથી રાજ્યમાં પેટ્રોલમાં અંદાજીત 12 રુપિયા અને ડીઝલમાં 17 રુપિયાનો ઘટાડો નોંધાયો છે.

  • Share this:
    દિલ્હી: કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે દિવાળી 2021ની (Diwali 2021) પૂર્વ સંધ્યાએ દેશને મોટા સમાચાર આપ્યા છે. મોદી સરકારે (Modi Government) જાહેરાત કરી છે કે, આજે એટલે કે દિવાળીના દિવસ, 4 નવેમ્બર, 2021થી પેટ્રોલ અને ડીઝલ (Petrol price today) પર એક્સાઇઝ ડ્યુટીમાં રેકોર્ડ ઘટાડો કરવામાં આવી રહ્યો છે. પેટ્રોલ પર પ્રતિ લીટર 5 રૂપિયા જ્યારે ડીઝલ પર 10 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. જેના કારણે દિલ્હીમાં ઈન્ડિયન ઓઈલ પંપ પર પેટ્રોલની કિંમત 6.07 રૂપિયા પ્રતિ લીટર ઘટીને 103.97 રૂપિયા થઈ ગઈ છે. જ્યારે ગઈકાલે તેની કિંમત 110.04 રૂપિયા હતી. એ જ રીતે ડીઝલ પણ ગઈકાલે રૂ. 98.42 પ્રતિ લિટરથી ઘટીને રૂ. 11.75 ઘટીને રૂ. 86.67 પર આવી ગયું છે. નોંધનીય છે કે, ગુજરાત સરકારે (Petrol price today in Gujarat) વેટમાં ઘટાડો કર્યો છે. જેના કારણે, આજથી રાજ્યમાં પેટ્રોલમાં અંદાજીત 12 રુપિયા અને ડીઝલમાં 17 રુપિયાનો ઘટાડો નોંધાયો છે.

    ઓક્ટોબરમાં પેટ્રોલ 7.45 રૂપિયા મોંઘુ થયું

    ઓક્ટોબર મહિનામાં છેલ્લા 25 દિવસથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારે વધારો નોંધાયો છે. પેટ્રોલ ગત મહિને 30 અને 35 પૈસા પ્રતિદિન ચૂકવીને 7.45 રૂપિયા મોંઘુ થયું હતું, જ્યારે ડીઝલ 7.90 રૂપિયા મોંઘુ થયું હતું. 1 ઓક્ટોબરે દિલ્હીમાં પેટ્રોલ 101.89 રૂપિયા પ્રતિ લિટર હતું જ્યારે ડીઝલની કિંમત 90.17 રૂપિયા પ્રતિ લિટર ચાલી રહી હતી.

    ચાર મેટ્રોમાં 4 નવેમ્બર 2021ના રોજ પેટ્રોલ ડીઝલની કિંમત

    >> દિલ્હીમાં પેટ્રોલ રૂ. 103.97 અને ડીઝલ રૂ. 86.67 પ્રતિ લીટર
    >> મુંબઈમાં પેટ્રોલ રૂ. 109.98 અને ડીઝલ રૂ. 94.14 પ્રતિ લીટર
    >> ચેન્નાઈ પેટ્રોલ રૂ. 101.40 અને ડીઝલ રૂ. 91.43 પ્રતિ લીટર
    >> કોલકાતા પેટ્રોલ રૂ. 104.67 અને ડીઝલ રૂ. 89.79 પ્રતિ લીટર


    આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો

    પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.
    Published by:Kaushal Pancholi
    First published: