પૈસા આપ્યાં વગર ઘરે લઇ આવો આ ઇલેક્ટ્રિક સ્કૂટર, મેળવો 8000નું Paytm કેશબૅક

News18 Gujarati
Updated: October 26, 2019, 12:45 PM IST
પૈસા આપ્યાં વગર ઘરે લઇ આવો આ ઇલેક્ટ્રિક સ્કૂટર, મેળવો 8000નું Paytm કેશબૅક
BattRE ઇલેક્ટ્રિક સ્કૂટર

આ ઇલેક્ટ્રિક સ્કૂટર મહારાષ્ટ્ર, ગુજરાત સહિત દેશના કેટલાક દક્ષિણ રાજ્યોમાં પણ ઉપલબ્ધ છે.

  • Share this:
ઇલેક્ટ્રિક સ્કૂટર્સની માંગ ઝડપથી વધી રહી છે અને કંપનીઓ દિવાળીના પ્રસંગે ગ્રાહકોને ખુશ કરવા માટે આશ્ચર્યજનક ઑફર પણ આપી રહી છે. ભારત સ્થિત ઇલેક્ટ્રિક વાહન નિર્માતા કંપની બેટ્રે BattRE તમારી માટે ઘણી આકર્ષક ઑફર લઈને આવી છે. તમે પણ પૈસા ચૂકવ્યા વગર તમારા ઘરે ઇ-સ્કૂટર લઈ શકો છો. આ સિવાય તમે ફાઇનાન્સ વિકલ્પ અને કેશબૅક જેવી ઘણી ઑફરનો લાભ પણ લઈ શકો છો.

એકવાર સ્કૂટર સંપૂર્ણ ચાર્જ થઈ જાય પછી તે 90 કિ.મી.નું અંતર કાપી શકે છે અને તેની ટોપની ગતિ 25 કિમી / કલાક છે. તેમાં એલઇડી લાઇટ અને ફુલ-ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર જેવી અનકે આધુનિક સુવિધાઓ પણ મળે છે.

ઑફર

આ દિવાળીએ આકર્ષક ફાઇનાન્સ અને કેશબૅક માટે કંપનીએ Pine Labs અને PayTM સાથે જોડાણ કર્યું છે. જો ગ્રાહકો બટ્રે ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદે છે, તો તેઓ પેટીએમથી 8,000 રૂપિયા સુધીનુ કેશબૅક મેળવી શકે છે. આ ઉપરાંત આ તહેવારની સિઝન ઇલેક્ટ્રિક સ્કૂટરની ખરીદી પર ગ્રાહકોને ઝીરો ડાઉન પેમેન્ટ ઑફર પણ મળી રહી છે.

આ પણ વાંચો: દિવાળી પર તમારી પુત્રી માટે કરો આટલું, સરકાર આપશે 50 લાખ રુપિયા

કિંમત અને સુવિધાઓ

કંપનીએ જૂન મહિનામાં તેનું પહેલું ઇલેક્ટ્રિક સ્કૂટર લૉન્ચ કર્યું હતું. આ સ્કૂટરની કિંમત 70 હજાર રૂપિયા છે અને અત્યારે આ ઇલેક્ટ્રિક સ્કૂટર મહારાષ્ટ્ર, ગુજરાત સહિત દેશના કેટલાક દક્ષિણ રાજ્યોમાં પણ ઉપલબ્ધ છે.

આ પણ વાંચો: Maruti Ciazની કિંમતથી પણ સસ્તામાં મળી રહી છે Audi A4તેમાં 250 ડબલ્યુ બીએલડીસી મોટર છે જેમાં 48V 30Ah lithium-ion બેટરી સાથે 250W BLDC motor ની મોટર આપવામાં આવી છે અને આ સ્કૂટર એકવાર સંપૂર્ણ ચાર્જ પર 90 કિ.મી.નું અંતર કાપી શકે છે અને તેની ટોપની ગતિ 25 કિલોમીટર પ્રતિ કલાક છે. તેમાં એલઇડી લાઇટ અને ફુલ-ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર જેવી ઘણી આધુનિક સુવિધાઓ પણ મળે છે.

 

 
First published: October 26, 2019, 12:45 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading