Diwali Muhurat Trading 2021: આ સમયે મળશે પૈસા બનાવવાનો મોકો, જાણો મુહૂર્ત ટ્રેડિંગનો સમય

દિવાળીએ મુહૂર્ત ટ્રેડિંગ

Diwali Muhurat Trading 2021: મુહૂર્ત વેપાર એક વિશેષ મહત્ત્વ ધરાવે છે, કારણ કે આ નવા વર્ષ અથવા વિક્રમ સવંતની શરૂઆતનું પ્રતિક છે. રોકાણકારોનું માનવું છે કે મુહૂર્ત ટ્રેડિંગ આગામી વર્ષમાં ધન અને સમૃદ્ધિ લાવે છે.

  • Share this:
    મુંબઈ: ચોથી નવેમ્બરના રોજ મુહૂર્ત ટ્રેડિંગ સેશન (Diwali Muhurat Trading 2021) માટે આ દિવાળીએ સ્ટૉક એક્સચેન્જ એક કલાક માટે ખુલશે. BSE અને NSEના રોકાણકારોને દિવાળીના દિવસે સાંજે 6:15થી 7:15 વાગ્યા સધી સ્ટૉક ખરીદવાનો અને વેચવાનો મોકો મળશે. દર વર્ષે દિવાળી (Diwali 2021)ના દિવસે એક કલાક માટે મુહૂર્ત ટ્રેડિંગ (Muhurat Trading) થાય છે. બ્રોકિંગ કરતા લોકો આ સમયે લક્ષ્મી પૂજા (Laxmi Poojan) અને ટ્રેડિંગ કરે છે. મુહૂર્ત ટ્રેડિંગ સેશનમાં સામાન્ય ટ્રેડિંગ પહેલા એક બ્લૉક ડીલ સેશન હોય છે. જે બાદમાં એક ક્લોઝિંગ સેશન (Closing session) હોય છે. ગત વર્ષે BSE સેન્સેક્સ 145 પોઇન્ટ વધીને જે તે સમયે પોતાની સર્વોચ્ચ સપાટીએ બંધ રહ્યો હતો. જ્યારે NSE નિફ્ટી-50 12,800 અંક નીચે બંધ રહ્યો હતો.

    ક્યારે હોય છે મુહૂર્ત ટ્રેડિંગ?

    NSEના નોટિફિકેશન પ્રમાણે બ્લૉક ડીલ સેશન ચોથી નવેમ્બરના રોજ સાંજે 5:45 વાગ્યે શરૂ થશે અને સાંજે છ વાગ્યે બંધ થશે. જે બાદમાં સાંજે 6 વાગ્યાથી 6:08 વાગ્યા સુધી પ્રી-ઓપન સેશન હશે. સામાન્ય શેર બજાર સાંજે 6:15 વાગ્યાથી સાંજે 7:15 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. જે બાદમાં કૉલ ઑક્શન ઇલિક્વિડ સેશન અને ક્લોઝિંગ સેશન હશે. આ દિવાળી મુહૂર્ત ટ્રેડિંગ સેશનમાં કરવામાં આવેલા તમામ ટ્રેડનું સેટલમેન્ટ થશે.

    આ પણ વાંચો: Diwali Muhurat Stocks: દીવાળીના દિવસે આ 9 શેર ખદીદવાની SMC ગ્લોબલની સલાહ

    શા માટે કરવામાં આવે છે મુહૂર્ત ટ્રેડિંગ?

    મુહૂર્ત વેપાર એક વિશેષ મહત્ત્વ ધરાવે છે, કારણ કે આ નવા વર્ષ અથવા વિક્રમ સવંતની શરૂઆતનું પ્રતિક છે. રોકાણકારોનું માનવું છે કે મુહૂર્ત ટ્રેડિંગ આગામી વર્ષમાં ધન અને સમૃદ્ધિ લાવે છે. આ પ્રેક્ટિસ 1957માં BSE પર અને 1992માં NSE પર શરૂ થઈ હતી. હાલના બજારના જોતા આ વખતે મુહૂર્ત ટ્રેડિંગમાં સેન્સેક્સ અને નિફ્ટી સર્વોચ્ચ સપાટીને સ્પર્શ કરે તેવું લાગી રહ્યું છે. આ મુહૂર્ત ટ્રેડિંગ સેશન વિક્રમ સવંત 2078ની શરૂઆતને ચિન્હિત કરશે.

    આ પણ વાંચો: આ દિવાળીએ આ 4 શેરમાં કરો રોકાણ અને કરો બહોળી કમાણી: GEPL કેપિટલ

    પૈસા બનાવવાનો અવસર

    એક્સપર્ટ કહે છે કે, મુહૂર્ત ટ્રેડિંગના દિવસે શેર બજારમાં પૈસા લગાવવા શુભ માનવામાં આવે છે. ખાસ કરીને પૈસાદાર લોકો આ દિવસે ખાસ રોકાણ કરે છે. એવામાં તે નાના રોકાણ પર લાખો કમાણી કરી લે છે. માનવામાં આવે છે કે, મુહૂર્ત દરમિયાન કરવામાં આવેલું રોકાણ ખૂબ શુભ માનવામાં આવે છે. માર્કેટના જાણકારો અનુસાર, મુહૂર્ત ટ્રેડિંગના દિવસે રોકાણકારો રોકાણના વિચાર સાથે માર્કેટમાં ઉતરે છે. પરંપરાઓને માનવાવાળા પહેલો ઓર્ડર હંમેશા ખરીદદારીનો આપે છે.
    Published by:Vinod Zankhaliya
    First published: