Home /News /business /

આ દિવાળીએ આ 4 શેરમાં કરો રોકાણ અને કરો બહોળી કમાણી: GEPL કેપિટલ

આ દિવાળીએ આ 4 શેરમાં કરો રોકાણ અને કરો બહોળી કમાણી: GEPL કેપિટલ

દિવાળીએ આ ચાર શેર ખરીદો

Diwali picks by GEPL Capital: એક વર્ષની સમયસીમા સાથે બ્રોકરેજ ફર્મ GEPL કેપિટલે દિવાળી ટોપ પિક્સના ભાગરૂપે 4 શેર ખરીદવાની સલાહ આપી છે.

મુંબઈ: દિવાળીના દિવસે મુહૂર્ત શેરનું ખાસ મહત્ત્વન હોય છે. આ માટે વિવિધ બ્રોજરેજ હાઉસિસ માટે દિવાળી પીક (Diwali to picks share) પણ આપવામાં આવે છે. સામાન્ય રીતે લાંબા ગાળાના રોકાણ માટે દિવાળી પર શેર ખરીદવામાં આવતા હોય છે. એક વર્ષની સમયસીમા સાથે બ્રોકરેજ ફર્મ GEPL કેપિટલે દિવાળી ટોપ પિક્સના ભાગરૂપે 4 શેર ખરીદવાની સલાહ આપી છે. જેમાં ટેક્સટાઈલ, PSU બેન્ક, મેટલ એન્ડ પાવર ઈન્ડસ્ટ્રી- K P R મિલ, કેનરા બેન્ક, નેશનલ એલ્યુમિનિયમ કંપની (Nalco) અને NTPC સામેલ છે.

કેનરા બેન્ક (Canara Bank)

છેલ્લા કેટલાંક વર્ષોમાં હાઈ ક્રેડિટ કોસ્ટના કારણે બેન્કની અર્નિંગ પ્રોફાઇલ પર ખૂબ જ અસર થઈ છે. નાણાકીય વર્ષ 2021 બાદ તેમાં સુધારો પણ જોવા મળ્યો છે. બિનજરૂરી મૂલ્યાંકન, એસેટની ક્વોલિટીમાં સુધારો અને યોગ્ય રિકવરીના કારણે PSU લેન્ડર કેનેરા બેંકના બ્રોકરેજ પર સારી અસર થઈ છે. કેનેરા બેન્કની 30 જૂન 2021ના રોજ કુલ નેટવર્થ રૂ. 60,017 હતી. કેનેરા બેન્કે ઓગસ્ટ 2021માં રૂ. 2,500 કરોડની ઈક્વિટી એકત્ર કરી હતી. GEPL કેપિટલની પ્રતિ શેરની ટાર્ગેટ પ્રાઈસ રૂ. 237 છે.

KPR મિલ

બ્રોકરેજે એક નોટમાં જણાવ્યું છે કે, KPR ગારમેન્ટ અને સુગર બેઝ્ડ ઈથેનોલ કેપેસિટીને વિસ્તારિત કરી રહ્યું છે. KPR મિલ પાસે અદ્યતન ટેકનોલોજીથી સજ્જ 12 મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ છે, જે વાર્ષિક 1,00,000 MT યાર્નનું ઉત્પાદન કરી શકે છે. KPR મિલ વાર્ષિક સૌથી 40,000 MT કાપડ, 115 મિલિયન તૈયાર કપડાનું ઉત્પાદન કરે છે. નાણાંકીય વર્ષ 2021ના ચોથા ક્વાર્ટરમાં ગારમેન્ટ ઓર્ડર બુક રૂ. 575 કરોડની આસપાસ હતી, જે હવે રૂ. 700 કરોડ જવા થઈ રહી છે. KPR મિલના પ્રતિ શેરની ટાર્ગેટ પ્રાઈસ રૂ. 570 છે.

નાલ્કો (Nalco)

નાલ્કોએ મહાનદી કોલફિલ્ડ લિમિટેડ સાથે કોલસાનો સપ્લાય કરવાનો કરાર કર્યો છે. જે મહત્વપૂર્ણ લાભની સુવિધા આપે છે. નાલ્કો વિશ્વભરમાં ઓછા ખર્ચે એલ્યુમિનાનું ઉત્પાદન કરી રહ્યું છે. નાલ્કોનો ઉત્પાદન ખર્ચ મોટાભાગે નિશ્ચિત છે, જો તેમાં ઉતાર-ચઢાવ આવે તો તેની સીધી અસર રેવન્યૂ અને માર્જિન પર થાય છે. GEPL કેપિટલની પ્રતિ શેરની ટાર્ગેટ પ્રાઈસ રૂ. 165 છે.

આ પણ વાંચો: Diwali Muhurat Stocks: દીવાળીના દિવસે આ 9 શેર ખદીદવાની SMC ગ્લોબલની સલાહ

NTPC લિમિટેડ

પાવર જનરેશન કંપની NTPC લિમિટેડનો 2032 સુધીમાં 130 GW+ કંપની બનવાનું લક્ષ્ય છે. રિન્યુએબલ એનર્જીથી 60 GWનું યોગદાન આપવામાં આવશે. કંપનીની નવી યોજનાઓમાં હાઈડ્રોજનની વેલ્યુ ચેઈન સાથે પાયલોટ પ્રોજેક્ટનું નિર્માણ કરવાનું સામેલ છે. ઉપરાંત ડિસ્કોમના ખાનગીકરણ માટે RfPમાં ભાગ લેવાનું તથા NTPC પ્લાન્ટમાં CO2માંથી મિથેનોલનું ઉત્પાદન કરવાની યોજના પણ સામેલ છે. જેની પ્રતિ શેર ટાર્ગેટ પ્રાઈસ રૂ. 200 છે. NTPC પાસે 5BT ભૂગર્ભીય ભંડારવાળા કોયલા બ્લોક છે, જેની અંતિમ ક્ષમતા 71 મિલિયન મેટ્રિક ટન પ્રતિ વર્ષ છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Diwali 2021, Hot stocks, Investment, Stock tips

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन