વિક્રમ સંવત 2076માં Stock Marketમાં કેવી રીતે કમાશો? યાદ રાખો વૉરેન બફેની 5 Golden Tips

News18 Gujarati
Updated: October 28, 2019, 12:44 PM IST
વિક્રમ સંવત 2076માં Stock Marketમાં કેવી રીતે કમાશો? યાદ રાખો વૉરેન બફેની 5 Golden Tips
વૉરેન બફે શૅર બજારના મોટા ખેલાડી માનવામાં આવે છે, અનેક રોકાણકારો તેમને માને છે આદર્શ

વૉરેન બફે શૅર બજારના મોટા ખેલાડી માનવામાં આવે છે, અનેક રોકાણકારો તેમને માને છે આદર્શ

  • Share this:
Warren Buffett Success Tips: વૉરેન બફે માત્ર અમેરિકા જ નહીં પરંતુ દુનિયાના સૌથી અમીર હસ્તીઓમાં ત્રીજા સ્થાને છે. બફે શૅર બજારના મોટા ખેલાડી માનવામાં આવે છે. ફાર્બ્સ મુજબ હાલના સમયમાં તેમની કુલ સંપત્તિ 82.5 બિલિયન ડૉલર છે. વૉરન બફે અનેક લોકો માટે આદર્શ છે. તેમની રોકાણ માટેની ટિપ્સ ફૉલો કરવા અનેક લોકો અમીર બન્યા છે. તમે પણ વૉરેન બફેની ગોલ્ડન ટિપ્સથી આપની કમાણી વધારી શકો છો. જાણો આ સફળતાની ટિપ્સ

1. જ્યારે બીજા લોકો બજારમાં લાલચું થઈ રહ્યા હોય તો તમે ડરપોક બની બની જાઓ, જ્યારે બાકી લોકો ડરી રહ્યા હોય તો તમે લાલચું બની જાઓ. હંમેશા એવા કાબેલ મેનેજર્સને સાથે રાખવા જોઈએ, જેમના હિત તમારી સાથે મળતા હોય. એવું રોકાણ કરો જે સમગ્ર જીવન માટે હોય, જે આપને હંમેશા નફો આપતું રહે.

2. રોકાણ કર્યા બાદ શૅરની કિંમતોને જોવી ખોટી પદ્ધતિ છે. તાત્કાલીક ઘટાડો કે વધારો જોઈને શૅર વેચવા કે ખરીદવાથી રોકાણકારોને નુકસાન થઈ શકે છે. જો તમે કોઈ શૅરને દસ વર્ષ સુધી નથી રાખી શકતા તો તેને 10 મિનિટ સુધી પણ રાખવા વિશે ન વિચારો. બીજાઓને જોઈને બજારમાં પૈસા ન રોકો. રોકાણ ત્યારે કરો જ્યારે આપને તેના વિશે સમજણ હોય.

3. પોતાના પર વિશ્વાસ મૂકો કે તમે એક સફળ રોકાણકાર બની શકો છો. આપના પોર્ટફોલિયોને હંમેશા ડાયવર્સિફાય કરો. અલગ-અલગ સારી કંપનીઓમાં પૈસા લગાવો, જેનાથી જોખમ ઓછું હશે. જો તમે એક એવી હોડીમાં હોય જે સતત લીક થઈ રહી છે તો તેના છેદોને બંધ કરવામાં લાગનારી એનર્જી કરતાં હોડી બદલવામાં લાગનારી એનર્જી વધુ પ્રોડક્ટિવ હશે.

4. એક દિવસના ટ્રેડર બનવાને બદલે લાંબી અવધિના લક્ષ્ય લઈને બજારમાં આવો. લક્ષ્ય પુરું થાય તેની રાહ જુઓ, સંયમ રાખવાથી જ પૈસા વધે છે. વધુ રિટર્નની લાલચ ન રાખો, જો 15થી 20 ટકા રિટર્ન દેખાઈ રહ્યું હોય તો રોકાણ કરો. બજારમાં રોકાણ કર્યું છે તો ધીરજ ખૂબ જરૂરી છે. મોટાભાગના રોકાણકારો આવું ન કરીને પોતાના જ દુશ્મન બની જાય છે. સંયમ રાખવાથી જ રોકાણ વધે છે.

5. જો તમને વૃક્ષની છાયા જોઈએ છે તો વર્ષો પહેલા તે વૃક્ષ વાવવું પડશે. એટલે કે લાંબી અવધિનું વિચારીને જ રોકાણ કરો. તક વારંવાર નથી આવતી, જ્યારે સોનાનો વરસાદ થઈ રહ્યો હોય તો હાથ આગળ કરવાને બદલે ડોલ મૂકી દેવી જોઈએ. અવસરો પર હંમેશા નજર રાખો, જે દુનિયામાં ક્યાંય પણ મળી શકે છે. અવસર કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાં પણ આવી શકે છે.
First published: October 28, 2019, 12:44 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading