દિવાળી પર બજારના 10 'વિજય મંત્ર', આ ખામીઓને દૂર કરી પોર્ટફોલિયો કરો મજબૂત

News18 Gujarati
Updated: October 27, 2019, 8:32 AM IST
દિવાળી પર બજારના 10 'વિજય મંત્ર', આ ખામીઓને દૂર કરી પોર્ટફોલિયો કરો મજબૂત
તમારા પોર્ટફોલિયોની 10 ખામીઓને દૂર કરો જેથી નવા વર્ષમાં આર્થિક રીતે શિખર પર બિરાજમાન થઈ શકો

તમારા પોર્ટફોલિયોની 10 ખામીઓને દૂર કરો જેથી નવા વર્ષમાં આર્થિક રીતે શિખર પર બિરાજમાન થઈ શકો

  • Share this:
Diwali Investment Tips: સમગ્ર દેશ દિવાળી અને નવા વર્ષની ઉજવણીમાં મગ્‍ન થઈ ગયો છે. દિવાળી અને બેસતાં વર્ષ નિમિત્તે જૂની ભૂલોને વિદાય આપી નવી શુભ શરૂઆત કરવામાં આવતી હોય છે. શૅર માર્કેટમાં પણ શુભ મુહૂર્તમાં નવા વર્ષનું રોકાણ કરવામાં આવતું હોય છે. તો સમય આવી ગયો છે આ દિવાળી અને નવા વર્ષના અવસરે તમારા પોર્ટફોલિયોની 10 ખામીઓને દૂર કરો જેથી નવા વર્ષે તમે આર્થિક રીતે શિખર પર બિરાજમાન થઈ શકો.

પહેલી ખામી : કંપનીના કારોબારને જાણ્યા વગર શૅરની ખરીદી કરવી

કોઈ પણ કંપનીના સ્ટોકમાં રોકાણ પહેાલ કંપની વિશે સારી રીતે તપાસ કરવી જોઈએ. જેના વિશેની જાણકારી ન હોય, તે કંપનીના સ્ટોક ક્યારેય ન ખરીદવા જોઈએ. શૅર ખરીદતા પહેલાં માર્કેટ રિસર્ચ અચૂક કરો.

બીજી ખામી : ખરાબ ક્વોલિટીના સસ્તા શેર લૉટરી સમજીને ખરીદવા

જ્યારે આપણ સ્ટોક માર્કેટમાં રોકાણ તરફ પગલાં ભરીએ છીએ તો આપણને તમામ એવી કંપનીઓ મળી જશે જેમના સ્ટોક ઘણા સસ્તા હોય છે. આપણને લાગે છે કે આ સ્ટોક તો ઘણો સસ્તો છે, તેથી મોટી સંખ્યામાં તેને ખરીદી લઈએ છીએ. પરંતુ બાદમાં પસ્તાવું પડે છે. પેની સ્ટોક પૈસા ડૂબશે એવું માનીને જ ચાલો. લૉટરી કે ખરાબ શૅરમાં 1000 લોકોમાં 1-2ની જ કિસ્મત ખૂલતી હોય છે, બાકીના લોકોને રોવાનો વારો આવે છે.

Penny Stocks એ સ્ટોકને કહે છે જેનો ભાવ ખૂબ ઓછો હોય છે. પેની સ્ટોક કંપનીનું માર્કેટ કેપિટલાઇઝેશન પણ ઘણું ઓછું હોય છે. સામાન્‍ય રીતે Penny Stocksનું મૂલ્યા 1 રૂપિયાથી લઈને 25 રૂપિયા સુધી હોઈ શકે છે.ત્રીજી ખામી : ડાયવર્સિફિકેશન ન કરવું

આપના પૈસા એક જ સ્ટોકમાં રોકાણ ક્યારેય ન કરો. આપના પોર્ટફોલિયોમાં વિવિધતા હોવી જોઈએ. જો તમે 100 રુપિયા રોકાણ કરવા માંગો છો તો થોડાક પૈસા સ્ટોક માર્કેટમાં રોકો, કેટલાક પ્રોપર્ટીમાં, કેટલાક સોનામાં તો કેટલાક ડેટ ફંડમાં રોકો. જો ડાયવર્સિફિકેશનથી ડર લાગે છે તો ઇન્ડક્સ કે Exchange-traded fund (ETF)માં રોકાણ કરો. ઈટીએફમાં શેરનો સમૂહ હોય છે, જેને બજારમાં ખરીદ અને વેચવામાં આવે છે.

ચોથી ખામી : ઘણું બધું ડાયવર્સિફિકેશન કરવું

શૅર અને બાળકો એટલા જ હોવા જોઈએ જેટલા તમે સંભાળી શકો. ઘણા બધા શેર ખરીદવાથી જલદીથી કમાણી નહીં થાય. તેથી આપની લિમિટના હિસાબથી જ પૈસા સ્ટોક માર્કેટમાં રોકવા જોઈએ.

પાંચમી ખામી : રિસ્ક લેવાની ક્ષમતાથી વધુ પૈસા લગાવો

ધ્યાન રાખો કે જેટલું પચાવી શકો એટલું જ ખાવો. આ વાત સ્ટોક માર્કેટમાં પણ લાગુ થાય છે. સ્ટોક માર્કેટ રિસ્ક પર ચાલે છે. તેથી એટલું જ રિસ્ક લો જેટલું તમે સહન કરી શકો છો. ભૂલ ચોક્કસ કરો પરંતુ એટલી મોટી ન હોય કે ફરી ભૂલ કરવાના લાયક ન રહો.

છઠ્ઠી ખામી : ઉધારના પૈસા બજારમાં લગાવવા

ક્યારેય ઉધાર લઈને બજારમાં રોકાણ ન કરો. કારણ કે ઉધાર લેનારાની સામે ઉધાર આપનારો વધુ સમજદાર હોય છે. મહિનાનું 2 ટકા વ્યાજ આપીને દિવસમાં 5 ટકા કમાણી કરવું સપનું જ છે. તેથી એવી ભૂલ ક્યારેય ન કરો.

સાતમી ખામી : ગબડતાં શૅરને એવરેજ કરતાં રહેવું

એવરેજિંગને બદલે પડતું ચાકૂ પકડશો તો નુકસાન ઓછું થશે. ઘટાડા પર વેચવાનું અને વધારા પર લેવાનું.

આઠમી ખામી : શૅરોની સાથે ઇમોશનલ જોડાણ રાખવું

શૅરોની સાથે લિવ-ઇજ રિલેશનમાં રહો, લગ્ન ન કરો. કારણ કે શૅર છે, આપના બાળકો નથી જેને તમે જિંદગીભર પાળશો. તેથી દર વર્ષે દિવાળી પર ઘરની સાથે પોતાના પોર્ટફોલિયોની પણ સફાઈ કરો.

નવમી ખામી : નાની અવધિના ઉતાર-ચઢાવથી ટેન્શનમાં આવવું

આપની હાર્ટ બીટ અને સેન્સેક્સનો ગ્રાફ સપાટ ન હોવો જોઈએ. ઉતાર-ચઢાવને દોસ્ત બનાવો, દુશ્મન નહીં. ભારે ઉતાર-ચઢાવનો અર્થ ડરપોક અને ઉતાવળીયા ટ્રેડર્સને નુકસાન પહોંચાડે છે. પરંતુ શાંત અને સમજદાર રોકાણકારને હંમેશા ફાયદો થાય છે.

દસમી ખામી : જલદી અને વધુ પૈસા કમાવવાનું વિચારવું

છોડ, બાળકો અને શૅરો ત્રણેયના વિકાસમાં સમય લાગે છે. ઉતાવળે આંબા ન પાકે. તેથી માર્કેટમાં પૈસા લગાવી રહ્યા છો તો તેને આગળ વધારવા માટે થોડો સમય જરૂરી છે. મનમાં ધીરજ અને બજાર પર ધ્યાન આપવાથી જ ધન વૃદ્ધિ થશે.
First published: October 27, 2019, 8:32 AM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading