દિવાળી પર મળેલા બૉનસને ઉડાવશો નહીં, અહીં રોકાણ કરો- થશે ડબલ ફાયદો

આ વર્ષે બૉનસનો ખપ પૂરતો ઉપયોગ કરી યોગ્ય રોકાણ કરીને નવા વર્ષને શુભ સંકેતો સાથે આવકારો

આ વર્ષે બૉનસનો ખપ પૂરતો ઉપયોગ કરી યોગ્ય રોકાણ કરીને નવા વર્ષને શુભ સંકેતો સાથે આવકારો

 • Share this:
  Diwali Bonus Investment Tips: દિવાળીના તહેવારોમાં અનેક કંપનીઓ અને ખાનગી પેઢીઓ પોતાના કર્મચારીઓને ખાસ બૉનસ આપતી હોય છે. પરંતુ કર્મચારીઓ આ પૈસાને મહત્વ નથી આપતાં અને જરૂર ન હોય તેવી વસ્તુઓ ખરીદીને તે પૈસા વેડફી દે છે. એક તરફ દિવાળી અને બેસતાં વર્ષે રોકાણ કરવું શુભ માનવામાં આવે છે અને બીજી તરફ લોકોને બૉનસના માધ્યમથી રોકાણ કરવાની તક ખોટો ખર્ચો કરીને વેડફી દે છે. તો આ વર્ષે બૉનસનો ખપ પૂરતો ઉપયોગ કરી યોગ્ય રોકાણ કરીને નવા વર્ષને શુભ સંકેતો સાથે આવકારો.

  મૂળે, કેટલીક કંપનીઓ પોતાના કર્મચારીઓને બૉનસની રકમ તેમના એક મહિનાના પગારથી વધુ આપે છે. દિવાળી અને બેસતાં વર્ષના અવસરે આ રકમ મળતાં જ લોકો એવી વસ્તુઓને ખરીદી લે છે જેનો કોઈ ખાસ ઉપયોગ નથી હોતો. એવામાં લોકો રોકાણ કરવાની સુવર્ણ અને શુભ તક ગુમાવી દે છે.

  જો આપને પણ આ દિવાળીએ બૉનસ મળ્યું હોય તો તેને આમ જ ખર્ચ ન કરી લેતા. આપને રોકાણના સરળ માર્ગ જણાવીએ છીએ, જેના દ્વારા તમે બૉનસની રકમને યોગ્ય સ્થળે રોકાણ કરી ભવિષ્ય માટે મોટી મૂડી ઊભી કરી શકો છો.

  જો કોઈ નાની અવધિ માટે રોકાણ કરવા માંગે છે તો બજારમાં અનેક સારા વિકલ્પ ઉપલબ્ધ છે. જો તમે બૉનસમાં મળેલા પૂસાને એકથી ત્રણ વર્ષ માટે રોકાણ કરવા માંગો છો તો શૉર્ટ ટર્મ ડેટ ફંડ કે ઑર્બિટ્રેજ ફંડમાં રોકાણ કરી શકો છો. આ ઉપરાંત બેંકમાં રિકરિંગ ડિપોઝિટ અને પોસ્ટ ઓફિસમાં પણ ડિપોઝિટનો વિકલ્પ ઉપલબ્ધ છે.

  મ્યૂચ્યુઅલ ફંડમાં રોકાણ કરો

  જો તમે આ પૈસાને 5 વર્ષથી વુધ સમય માટે રોકાણ કરવા માંગો છો તો તમારી પાસે અનેક વિકલ્પ છે. તમે મ્યૂચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકો છો. આ ઉપરાંત કોઈ નાણાકીય જાણકારની મદદથી તમે આ પૈસાને શેર બજારમાં પણ રોકી શકો છો. મ્યૂચ્યુઅલ ફંડમાં લગાવવમાં આવેલા પૈસા કેટલાક વર્ષો બાદ મોટું ફંડ બની જશે એન ભવિષ્યનો સહારો બની શકે છે.

  સુરક્ષિત રોકાણ માટે PPF

  જો પૈસા સુરક્ષિત સ્થળે રોકાણ કરવા માંગો છો તો પબ્લિક પ્રોવિડંડ ફંડ (PPF)માં રોકાણ કરી શકો છો. અહીં સ્કીમ હેઠળ મળનારા વ્યાજ પર ઇનકમ ટેક્સ નથી લાગતું. આ એકાઉન્ટ પૉસ્ટ ઑફિસ અને બેંકોમાં પસંદગીની બ્રાંચમાં 15 વર્ષ માટે ખોલવામાં આવે છે. આ એકાઉન્ટ 100 રૂપિયાામં ખુલી જાય છે. તેમાં વાર્ષિક વધુમાં વધુ 1.5 લાખ રૂપિયાનું રોકાણ કરી શકાય છે. આ ઉપરાંત એનએસસી અને સુકન્ય સમૃદ્ધિ યોજનામાં રોકાણ કરી શકો છો.

  પોસ્ટ ઑફિસ પણ વિકલ્પ

  પોસ્ટ ઑફિસની સ્મોલ સેવિંગ્સ સ્કીમમાં મંથલી ઇનકમ સ્કીમ (MIS) આપને દર મહિને નિયત આવકની તક આપે છે. પોસ્ટ ઑફિસની આ સ્કીમ પર હાલ 7.6 ટકા વ્યાજ મળે છે. સ્કીમ હેઠળ આપને ઓછામાં ઓછા 1500 રુપિયાથી પોસ્ટ ઑફિસમાં એકાઉન્ટ ખોલાવવું પડશે. સ્કીમને દર 5 વર્ષ બાદ 5 વર્ષ માટે આગળ વધારી શકાય છે. આ સ્કીમ આપના માટે લાંબા સમય સુધી આવકનું માધ્યમ બની શકે છે.

  સોનાના સિક્કા ખરીદો

  જો તમે બૉનસના પૈસાથી સોનું ખરીદવા માંગતા હોય તો પછી ઘરેણાંના બદલે સોનાના સિક્કા ખરીદો. જેથી ભવિષ્યમાં જ્યારે તમે તેને વેચવા માંગો તો નુકસાન ન થાય. કારણ કે ઘરેણાં જ્યારે ખરીદીએ છીએ તો તેની પર મેકિંગ ચાર્જ આપવો પડે છે પરંતુ વેચતી વખતે મેકિંગ ચાર્જના પૈસા પરત નથી મળતા.
  Published by:Mrunal Bhojak
  First published: