Home /News /business /Diwali top picks: દિવાળી મુહૂર્તમાં આ 9 મિડકેપ શેરની ખરીદી કરવાની HDFC Securitiesની સલાહ
Diwali top picks: દિવાળી મુહૂર્તમાં આ 9 મિડકેપ શેરની ખરીદી કરવાની HDFC Securitiesની સલાહ
મલ્ટીબેગર સ્ટોક
Diwali 2021 Muhurat Picks: ચોથી નવેમ્બર એટલે કે દિવાળીના દિવસે મુહૂર્ત ટ્રેડિંગ સેશન (Diwali Muhurat Trading 2021) માટે સ્ટૉક એક્સચેન્જ એક કલાક માટે ખુલશે.
મુંબઈ: શેર બજારમાં દિવાળી મુહૂર્તનું ખાસ મહત્ત્વ રહેલું છે. એચડીએફસી સિક્યોરિટીઝ તરફથી વિક્રમ સવંત 2078 માટે મિડકેપના 9 જેટલા શેર ખરીદવાની સલાહ આપવામાં આવી છે. જ્યારે લાર્જકેપના ચાર શેર માટે Buy રેટિંગ આપવામાં આવ્યું છે. લાર્જકેપ શેરમાં Bharti Airtel, HPCL, L&T અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રિઝનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે ચોથી નવેમ્બર એટલે કે દિવાળીના દિવસે મુહૂર્ત ટ્રેડિંગ સેશન (Diwali Muhurat Trading 2021) માટે સ્ટૉક એક્સચેન્જ એક કલાક માટે ખુલશે. BSE અને NSEના રોકાણકારોને દિવાળીના દિવસે સાંજે 6:15થી 7:15 વાગ્યા સુધી સ્ટૉક ખરીદવાનો અને વેચવાનો મોકો મળશે.
એચડીએફસી સિક્યોરિટીઝ તરફથી લાર્જ કેપના અમુક શેરની પણ દિવાળી પર ખરીદી કરવાની સલાહ આપવામાં આવી છે. જેમાં એરટેલના શેર માટે ₹810નો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. HPCL શેર માટે 385 રૂપિયાનો ટાર્ગેટ અપાયો છે. જ્યારે L&T અને Reliance Industries માટે ક્રમશ: ₹2,077 અને ₹2,986નો ટાર્ગેટ આપવામાં આવ્યો છે.
ચોથી નવેમ્બરના રોજ મુહૂર્ત ટ્રેડિંગ સેશન (Diwali Muhurat Trading 2021) માટે આ દિવાળીએ સ્ટૉક એક્સચેન્જ એક કલાક માટે ખુલશે. BSE અને NSEના રોકાણકારોને દિવાળીના દિવસે સાંજે 6:15થી 7:15 વાગ્યા સુધી સ્ટૉક ખરીદવાનો અને વેચવાનો મોકો મળશે. દર વર્ષે દિવાળી (Diwali 2021)ના દિવસે એક કલાક માટે મુહૂર્ત ટ્રેડિંગ (Muhurat Trading) થાય છે. બ્રોકિંગ કરતા લોકો આ સમયે લક્ષ્મી પૂજા (Laxmi Poojan) અને ટ્રેડિંગ કરે છે. મુહૂર્ત ટ્રેડિંગ સેશનમાં સામાન્ય ટ્રેડિંગ પહેલા એક બ્લૉક ડીલ સેશન હોય છે. જે બાદમાં એક ક્લોઝિંગ સેશન (Closing session) હોય છે. ગત વર્ષે BSE સેન્સેક્સ 145 પોઇન્ટ વધીને જે તે સમયે પોતાની સર્વોચ્ચ સપાટીએ બંધ રહ્યો હતો. જ્યારે NSE નિફ્ટી-50 12,800 અંક નીચે બંધ રહ્યો હતો.
NSEના નોટિફિકેશન પ્રમાણે બ્લૉક ડીલ સેશન ચોથી નવેમ્બરના રોજ સાંજે 5:45 વાગ્યે શરૂ થશે અને સાંજે છ વાગ્યે બંધ થશે. જે બાદમાં સાંજે 6 વાગ્યાથી 6:08 વાગ્યા સુધી પ્રી-ઓપન સેશન હશે. સામાન્ય શેર બજાર સાંજે 6:15 વાગ્યાથી સાંજે 7:15 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. જે બાદમાં કૉલ ઑક્શન ઇલિક્વિડ સેશન અને ક્લોઝિંગ સેશન હશે. આ દિવાળી મુહૂર્ત ટ્રેડિંગ સેશનમાં કરવામાં આવેલા તમામ ટ્રેડનું સેટલમેન્ટ થશે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર