Reliance Digitalમાં One Plus TV લોન્ચ: એક્સક્લૂઝિવ અનુભવ મેળવો

બંને સ્માર્ટ ટીવી એન્ડ્રોઇડ ટીવીનાં લેટેસ્ટ વર્ઝન પર ચાલે છે. વનપ્લસ ટીવી 55 ક્યુ1 પ્રો 55 ઇંચની ક્યુએલઇડી ડિસ્પ્લે અને ડોલ્બી વિઝન સપોર્ટ ધરાવે છે, જેમાં આઠ સ્પીકર છે, જે 50વોટ આઉટપુટ આપે છે.

News18 Gujarati
Updated: October 21, 2019, 1:25 PM IST
Reliance Digitalમાં One Plus TV લોન્ચ: એક્સક્લૂઝિવ અનુભવ મેળવો
રિલાયન્સ ડિજિટલ અને વન પ્લસ
News18 Gujarati
Updated: October 21, 2019, 1:25 PM IST
ઇલેક્ટ્રોનિક્સ રિટેલર રિલાયન્સ ડિજિટલે એનાં રિટેલ આઉટલેટમાં વનપ્લસ ટીવી લાઇનઅપને એક્સક્લૂઝિવ રીતે લોંચ કરવા વનપ્લસ સાથે પાર્ટનરશિપ કરી છે.
વનપ્લસ ટીવી 55 ક્યુ1 અને વનપ્લસ ટીવી 55 ક્યુ1 પ્રો એમ બંને આજે રિલાયન્સ ડિજિટલનાં પ્રભાદેવી સ્ટોરમાં લોંચ થયા હતાં. આ ઇવેન્ટમાં રિલાયન્સ ડિજિટલનાં સીઇઓ બ્રાયન બાડે, રિલાયન્સ ડિજિટલનાં ઇવીપી અને સીએમઓ કૌશલ નેવરેકર અને વનપ્લસ ઇન્ડિયાનાં જનરલ મેનેજર વિકાસ અગ્રવાલ તેમજ બોલીવૂડની અભિનેત્રી તારા સુતરિયા ઉપસ્થિત હતાં.

આ લોંચનાં ભવ્ય પ્રસંગે બ્રાયને બાડેએ કહ્યું હતું કે, “લેટેસ્ટ ટેકનોલોજી સૌપ્રથમ લોંચ કરવાનાં અમારાં ટ્રેક રેકોર્ડને અનુરૂપ અમને રિલાયન્સ ડિજિટલ ફેમિલીમાં વનપ્લસ ટીવીને આવકારતાં ગર્વ થાય છે. અમે ભારતીય ગ્રાહકો અને લેટેસ્ટ ટેકનોલોજી વચ્ચે દુનિયાભરની બ્રાન્ડો માટે સેતુ બનવાનું જાળવી રાખીશું.”

વનપ્લસ ટીવીની જાહેરાત પર એકત્ર થયેલા લોકોને સંબોધન કરતાં વનપ્લસ ઇન્ડિયાનાં જનરલ મેનેજર વિકાસ અગ્રવાલે કહ્યું હતું કે, “અમે ગયા વર્ષે નવેમ્બરથી રિલાયન્સ ડિજિટલ સાથે કામ કરીએ છીએ અને અમને ભારતમાંથી અમારાં ઉત્પાદનો પ્રાપ્ત થયેલા પ્રતિસાદ પર ખુશ છીએ. રિલાયન્સ ડિજિટલે રાષ્ટ્રીય સ્તરે સફળતાપૂર્વક નોંધપાત્ર હાજરી ઊભી કરી છે અને એનાં 350થી વધારે સ્ટોરમાં વનપ્લસ ડિવાઇસીઝનું વેચાણ ચાલે છે.

વનપ્લસ ટીવી લોંચ થવાથી અમારી ફળદાયક ભાગીદારી વધારે મજબૂત થશે તથા વનપ્લસ ટીવીની ખરીદી કરવા ઇચ્છતાં ભારતનાં ગ્રાહકોને એનાં ઇનોવેશનનો ફિઝિકલી અનુભવ મળશે. આ દ્રષ્ટિએ રિલાયન્સ ડિજિટલનાં સ્ટોર્સ કિંમતી ઓફલાઇન પ્લેટફોર્મ પ્રદાન કરશે.”
ટેકનોલોજી ઉત્સાહી તારા સુતરિયાએ લોંચ પર ખુશી વ્યક્ત કરીને કહ્યું હતું કે, “રિલાયન્સ ડિજિટલ મારો મનપસંદ ટેકનોલોજી સ્ટોર છે અને મને ખુશી છે કે, મારી જેમ ભારતનાં મતામ લોકો આ નવા જનરેશન ટીવીનાં અનુભવની તક મેળવશે.”
Loading...

તાજેતરમાં લોંચ થયેલું વનપ્લસ ટીવી બે વેરિઅન્ટ વનપ્લસ ટીવી 55 ક્યુ1 અને વનપ્લસ ટીવી 55 ક્યુ1 પ્રોમાં આવે છે, જે બંને 4કે ક્યુએલઇડી અનુભવ આપે છે.

બંને સ્માર્ટ ટીવી એન્ડ્રોઇડ ટીવીનાં લેટેસ્ટ વર્ઝન પર ચાલે છે. વનપ્લસ ટીવી 55 ક્યુ1 પ્રો 55 ઇંચની ક્યુએલઇડી ડિસ્પ્લે અને ડોલ્બી વિઝન સપોર્ટ ધરાવે છે, જેમાં આઠ સ્પીકર છે, જે 50વોટ આઉટપુટ આપે છે. બંને સ્માર્ટ ટીવીનાં વેરિઅન્ટ ડોલ્બી એટમોસ સપોર્ટ અને કસ્ટમ ગામા કલર મેજિક પ્રોસેસર ધરાવે છે.

આ વોઇસ કન્ટ્રોલ પણ ધરાવે છે, જે ગ્રાહકોને સ્માર્ટ ટીવીનો વિસ્તૃત અનુભવ આપે છે. ઉપરાંત વનપ્લસ ટીવી સંપૂર્ણપણે ઇનોવેટિવ વનપ્લસ કનેક્ટ એપ સપોર્ટેડ છે, જે સ્માર્ટર ઇન્ટરેક્શન અને કનેક્ટેડ ડિવાઇસીસ દ્વારા કનેક્ટિવિટીનો શ્રેષ્ઠ અનુભવ આપે છે.
ઉપરાંત રિલાયન્સ ડિજિટલ ગ્રાહકો માટે અનેક એક્સક્લૂઝિવ ઓફર પણ કરશે, જેમ કે વનપ્લસ ટીવી પર એચડીએફસી કાર્ડ પર રૂ. 7000 સુધીનું કેશબેક, નો કોસ્ટ ઇએમઆઈ ઓપ્શન્સ, એક્ષ્ટેન્ડેડ વોરન્ટી અને મલ્ટિબેંક કેશબેક.
100 વધારે શહેરોમાં રિલાયન્સ ડિજિટલ અને જિયો સ્ટોર્સમાં બંને વર્ઝન ઉપલબ્ધ થશે.

 
First published: October 21, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...