Home /News /business /ડિજિટલ રુપિયાને ક્યાં રાખી શકશો? શું તેના પર વ્યાજ મળશે? જાણો આવા સવાલોના જવાબ
ડિજિટલ રુપિયાને ક્યાં રાખી શકશો? શું તેના પર વ્યાજ મળશે? જાણો આવા સવાલોના જવાબ
1 ડિસેમ્બરથી ડિજિટલ રુપી લોન્ચ થશે ત્યારે તમારા મનમાં પણ અનેક સવાલ ઉભા થઈ રહ્યા હશે આ રહ્યા તેના જવાબ.
Digital rupee India price latest- 1 ડિસેમ્બરતી આરબીઆઈ રિટેલ સેગમેન્ટ માટે પણ પોતાના ડિજિટલ રુપિયાનો પાયલટ પ્રોજેક્ટ લોન્ચ કરવા જઈ રહી છે. જોકે હવે આને લઈને લોકોમાં ઉત્સાહ સાથે અનેક સવાલ પણ છે. જોકે આમાં સૌથી મોટો સવાલ ડિજિટલ રુપી અને ક્રિપ્ટો કરન્સીને લઈને પણ છે. આવો તમને જણાવીએ આવા અનેક સવાલોના જવાબ.
નવી દિલ્હીઃ ભારતમાં ડિજિટલ રુપિયાથી લેણદેણ 1 ડિસેમ્બરતી એક હકિકત બની જશે. રિઝર્વ બેંકના જણાવ્યા મુજબ સીબીડીસી એટલે કે કેન્દ્રિય બેંક ડિજિટલ રુપિયા એક કાયદેસરનું નાણું હશે. તમે તેને સરળ ભાષામાં એ રીતે સમજી શકો છો કે ભારતીય રુપિયા અને સીબીડીસી ડિજિટલ રુપિયામાં કોઈ ફરક નથી. બ્લોકચેન સપોર્ટેડ વોલેટ મારફત ડિજિટલ ફિએટ મુદ્રા અથવા સીબીડીસી ટ્રાન્ઝેક્શન કરી શકાશે. આવો તમને આ અંગે વિસ્તારથી જણાવીએ.
સવાલઃ હાલ કઈ કઈ જગ્યાએ ડિજિટલ રુપિયાનો ઉપયોગ કરી શકશો?
જવાબઃ આ પાયલોટ પ્રોજેક્ટ છે જે કેટલીક પસંદગીની જગ્યાએ જ શરું કરવામાં આવશે. ડિજિટલ રુપિયાના રિટેલ ઉપયોગમાં આ પરીક્ષણમાં એસબીઆઈ, આઈસીઆઈસીઆઈ બેંક, યસ બેંક અને આઈડિએફસી ફર્સ્ટ બેંક સામેલ છે. પહેલા તબક્કામાં આ પરીક્ષણ દિલ્હી, મુંબઈ બેંગલુરુ અને ભુવનેશ્વરમાં કરવામાં આવશે. ગ્રાહક ડિજિટલ રુપિયાનું લેણદેણ ડિજિટલ વોલેટ દ્વારા કરી શકશે.
સવાલઃ શું ડિજિટલ રુપિયા પર કોઈ વ્યાજ મળશે?
જવાબઃ પેપર નોટને બેંક પર રાખવા પર વ્યાજ મળે છે પરંતુ રિટેલ ડિજિટલ રુપિયા પર ગ્રાહકોને કોઈ વ્યાજ મળશે નહીં. જોકે બેંકમાં જમા કરાવવા પર તેના પર વ્યાજ મળશે. રિટેલ ડિજિટલ રુપિયા આરબીઆઈ બેંકોને એક ટોકન તરીકે આપશે.
સવાલઃ ડિજિટલ રુપિયાને ખિસ્સામાં તો નહીં રાખી શકું, તો ક્યાં રાખવા?
જવાબઃ આ પૂરી રીતે પેપર નોટ જેવા આકારમાં જ હશે, તેને રાખવા માટે બેંકો જ ગ્રાહકોને ડિજિટલ વોલેટ ઉપલબ્ધ કરાવશે. જેને મોબાઈલ ફોન કે અન્ય ડિવાઇસમાં સ્ટોર કરવું પણ સુરક્ષિત રહેશે.
સવાલઃ શું આ ડિજિટલ રુપિયો ક્રિપ્ટો કરન્સી સમાન છે?
જવાબઃ ના, આ ડિજિટલ રુપિયો બિલકુલ ક્રિપ્ટોકરન્સી જેવો નથી. કેમ કે ક્રિપ્ટો કરન્સીનું મુલ્ય હમેશા ઘટતું વધતું રહે છે. જ્યારે ડિજિટલ રુપિયામાં એવું કશું જ નથી. તેની વેલ્યુ રુપિયાની વેલ્યુ જેટલી જ હશે.
Published by:Mitesh Purohit
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર