ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા પેટીએમ જેવા મોબાઇલ વોલેટથી પેમેન્ટ કરનાર લોકોને ખૂબ જ જલદી જીએસટીમાં 2 ટકાની છૂટ મળી શકે છે. સીએનબીસી-આવાઝને મળેલી એક્સક્લૂસિવ જાણકારી અનુસાર જીએસટી કાઉન્સિલની આગામી બેઠકમાં આ નિર્ણય લેવાઇ શકે છે. એક અહેવાલ અનુસાર 10 નવેમ્બરના રોજ થયેલી જીએસટી કાઉન્સિલની બેઠકમાં આ પ્રસ્તાવ હતો
પરંતુ સમયનો અભાવ હોવાથી આ વાત પર નિર્ણય લેવાઇ શક્યો નથી.
અધિકત્તમ 100 રૂપિયાની છૂટ આપવાની તૈયારી
સુત્રોના જણાવ્યા અનુસાર ડિઝિટલ પેમેન્ટ પર જીએસટીમાં 2 ટકાની છૂટ મળી શકે છે.
એક ટ્રાન્જેક્શન પર અધિકત્તમ 100 રૂપિયાની છૂટ મળી શકે છે.
ગ્રાહકોને મળશે છૂટ
સુત્રોના જણાવ્યા અનુસાર આ છૂટ માત્ર ગ્રાહકોને જ મળી શકે છે.
હોલસેલર્સ, રિટેલર્સને આ છૂટ નહીં મળે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર