Home /News /business /Digital Loan: ડિજિટલ લોન માટેની અરજીઓ દિવસે ને દિવસે વધી રહી છે, તેમાં કેટલો ફાયદો અને કેટલું નુકસાન

Digital Loan: ડિજિટલ લોન માટેની અરજીઓ દિવસે ને દિવસે વધી રહી છે, તેમાં કેટલો ફાયદો અને કેટલું નુકસાન

લોન ન ચુકવી શકતાં થાય છે આવું - આમાં તમે પોતાની જરૂરિયાત અનુસાર અલગ અલગ રકમની લોન લઈ લો છો અને ત્યારથી જ શરૂ થાય છે હેરાનગતિનો સિલસિલો. જ્યારે તમે નિયત સમયમાં આ લોન ચૂકવી શકતા નથી, ત્યારે હવે તમને લોન આપનાર તમારા પર રીપેમેન્ટ કરવાનું દબાણ કરે છે. જો તમે તેમના જણાવેલા સમય સુધી લોનની ચૂકવણી નથી કરી શકતા, તો તમારા પર લોનની ઉધરાણી કરવા માટે ફોનકોલ અને મેસેજ આવવાની શરૂઆત થાય છે. આ ફોનકોલ અને મેસેજ ધમકીભર્યા હોય છે, જેમાં વિવિધ પ્રકારનુ બ્લેકમેઈલિંગ કરવામાં આવતું હોય છે. જો તમે સમયસર લોનની ચૂકવણી ન કરો તો તમને પરિણામો ભોગવવા તૈયાર રહેવાની ધમકીઓ પણ આપવામાં આવતી હોય છે. આજકાલ આ પ્રકારના સ્કેમ જાણે સામાન્ય બની ગયા છે. આમાં એટલી હદ સુધી વ્યક્તિને બ્લેકમેઈલ કરવામાં આવે છે કે તેની ખાનગી વિગતો અને ફાઈનાન્શિયલ સ્ટેટસ પણ જાહેર કરવાની ધમકી આપવામાં આવતી હોય છે. આ પ્રકારના સ્કેમ અને ઘટનાઓની સંખ્યા દિવસેને દિવસે વધતી જઈ રહી છે.

Digital Loan: ડિજિટલી હોમ લોન લેવાથી સમય અને પૈસા બંનેની બચત થાય છે. તેની સામે તેના ઘણા ગેર ફાયદા પણ છે. આજના ઝડપી યુગમાં લોકો ડિજિટલ માર્ગને વધુ પસંદ કરી રહ્યાં છે. ચાલો જાણીએ ફાયદા નુકસાન.

Digital Loan: લોન માટે અરજી કરવાની અને મેળવવાની પરંપરાગત રીત લોન પ્રક્રિયામાં ટેકનોલોજીની શરુઆતને કારણે બદલાઈ ગઈ છે. પરિણામે, ડિજિટલ હોમ લોન તેના ઘણા ફાયદાઓને કારણે ઉધાર લેનારાઓ માટે એક આકર્ષક વિકલ્પ તરીકે ઉભરી આવી છે. હોમ લોન ડિજિટલ રીતે લેવાથી સમય અને નાણાં બંનેની બચત થાય છે, લોન વિતરણ દરમિયાન અને પછી ઘણી જંજટમાંથી છુટકારો મળે છે અને ગ્રાહક માટે બહુવિધ લોન વિકલ્પોની તુલના અને વિશ્લેષણ કરવાનું સરળ બને છે.

લોન અરજીઓની પરંપરાગત રીતમાં ઘણાં બધાં કાગળો અને બેંકની અનેક્વારની મુલાકાતો કરવાની રહેતી હોય છે. આ સિવાય ઘણા ચેક પોઈન્ટ પણ આ પ્રક્રિયામાં સામેલ છે અને તમામ દસ્તાવેજો ભૌતિક રીતે વેરિફાઈડ કરવાના રહે છે. પરિણામે, ઘણા લોન કેસ બિનજરૂરી રીતે વિલંબિત થાય છે. તે એપ્લિકેશનની સ્થિતિનું નિરીક્ષણ અને ટ્રેકિંગ પણ મુશ્કેલ બનાવે છે. આ સમસ્યાએ ભારતમાં ગ્રાહકો દ્વારા ડિજિટલ હોમ લોનના વિકલ્પો અપનાવવાને વેગ આપ્યો છે. ડિજિટલ હોમ લોન ઘણી હદ સુધીની મુશ્કેલીઓ દૂર કરે છે અને પ્રક્રિયાને વધુ પારદર્શક અને સરળ બનાવે છે.

આ પણ વાંચો:Sidha Sauda Top 20 Stocks: આવી ગયા છે આજના ટોપ 20 શેર્સ, સોદો પાડીને રોકડી કમાણી

બેંકો આપે છે વિશેષ સુવિધા


લગભગ તમામ મોટી બેંકો ડિજિટલ લોન સુવિધાઓ પૂરી પાડે છે. જેમાં SBI, HDFC, PNB, ICICI, બેંક ઓફ ઈન્ડિયા અને અન્ય બેંકોનો સમાવેશ થાય છે. આ બેંકોએ ગ્રાહકોને ઝડપી લોન આપવા માટે સ્પેશિયલ લોન ડેસ્ક પણ બનાવ્યા છે, જેમ કે HDFC બેંક ક્વિક લોન સર્વિસ. બેંકો ગ્રાહકોને હોમ લોન, ઓટો લોન અને પર્સનલ લોન સહિત અન્ય પ્રકારની લોન ડીજીટલ રીતે પૂરી પાડે છે.

આ પણ વાંચો:Share Market Today: બજારમાં દબાણ, સેન્સેક્સ નિફ્ટી બંને ઘટ્યા પણ અહીં મકાણીનો મોકો

ડિજિટલાઈઝેશનથી 5 મિનિટમાં લોન શક્ય


Egilon ના સ્થાપક અને CEO પ્રમોદ કથુરિયા સમજાવે છે કે Egilon ટેક પ્લેટફોર્મ બેંકોની પરંપરાગત પ્રક્રિયાઓને ઝડપી ટર્નઅરાઉન્ડ સમય સાથે વધુ કાર્યક્ષમ બનાવવા માટે બદલી રહ્યું છે. આમાં ગ્રાહકોનું ડિજિટલ ઓન બોર્ડિંગ, ગ્રાહક પ્રોફાઇલ આધારિત મેચ મેકિંગ ટૂલ્સ, દસ્તાવેજોનું ડિજિટલ આર્કાઇવિંગ અને IP અલ્ગોરિધમનો ઉપયોગ કરીને ઇન્સ્ટન્ટ ક્રેડિટ વિશ્લેષણનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે પ્રક્રિયાના ડિજિટાઈઝેશનથી અમે 5 મિનિટની અંદર પૂર્વ મંજૂરી આપી શક્યા છીએ. ત્યારબાદ ગ્રાહકની ફાઈલ અંતિમ મંજૂરી અને લોન વિતરણ માટે બેંકોને મોકલવામાં આવે છે. એવો દાવો કરવામાં આવે છે કે EasyLoan IP ટેક પ્લેટફોર્મ હોમ લોન લેનારાઓ, રિયલ એસ્ટેટ ડેવલપર્સ અને ઋણ લેનારાઓ વચ્ચે સુરક્ષિત અને વિશ્વાસપાત્ર વાતાવરણમાં ક્રિયાપ્રતિક્રિયા માટે પ્લેટફોર્મ પૂરું પાડે છે.


ડિજિટલ લોન એપ્લિકેશનના ગેરફાયદા


ડિજિટલ મોડ દ્વારા લોન માટે અરજી કરવાનો ફાયદો લોનની રકમને ઝડપી રિલીઝના સ્વરૂપમાં જોવા મળે છે. પરંતુ, આવા કિસ્સાઓમાં, ગ્રાહકો પાસેથી ભારે વ્યાજ દર વસૂલવામાં આવે છે, જે સામાન્ય કરતાં અનેક ગણો વધારે હોઈ શકે છે. બીજી તરફ, ડિજિટલ લોન એપ્લિકેશનથી મેળવેલી લોનના કિસ્સામાં, જો એક હપ્તામાં પણ વિલંબ થાય તો ગ્રાહકને દંડ તરીકે મોટી રકમ ચૂકવવી પડી શકે છે. તેમજ તાત્કાલિક લોન પ્રદાન કરતા પ્લેટફોર્મ મોટાભાગે નોંધાયેલા નથી અને આવા કિસ્સાઓમાં ગ્રાહક પણ છેતરપિંડીનો શિકાર બની શકે છે અથવા અન્ય કોઈ રીતે નુકસાનનો સામનો કરવો પડી શકે છે.
First published:

Tags: Bank loan, Business news, Loan, Online application

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો