Petrol Diesel Price Today: સતત બીજા દિવસે મોંઘું થયું ડીઝલ, જાણો આપના શહેરના લેટેસ્ટ રેટ્સ

પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થાય છે. (પ્રતીકાત્મક તસવીર)

Petrol-Diesel Rates, 27 September: સપ્ટેમ્બર મહિનામાં ડીઝલનો ભાવ 70 પૈસા પ્રતિ લીટર સુધી વધ્યો, ફટાફટ ચેક કરો આજના રેટ્સ

  • Share this:
    Petrol-Diesel Rates, 27th September 2021: સમગ્ર દેશમાં પેટ્રોલ-ડીઝલની કિંમતો રેકોર્ડ સ્તર પર છે. સરકારી ઓઇલ કંપનીઓએ (Government Oil Companies) આજ માટે (27 સપ્ટેમ્બર 2021) પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરી દીધા છે. સ્થાનિક બજારમાં ડીઝલ (Diesel Price Hike) સતત બીજા દિવસે મોંઘું થયું છે, જ્યારે પેટ્રોલની કિંમત (Petrol Price Unchanged) સ્થિર છે. ઓઇલ કંપનીઓના લેટેસ્ટ અપડેટ્સ મુજબ, ડીઝલના ભાવમાં 25 પૈસા પ્રતિ લીટરનો વધારો થયો છે.

    70 પૈસા પ્રતિ લીટર મોંઘું થયું ડીઝલ

    દેશભરમાં ગત 4 દિવસમાં ડીઝલના ભાવમાં ત્રણ વાર વધારાની સાથે તેની કિંમત 70 પૈસા પ્રતિ લીટર વધી ગઈ છે. સરકારી ઓઇલ કંપનીઓએ 24 સપ્ટેમ્બરે 20 પૈસા જ્યારે 26 સપ્ટેમ્બરે 25 પૈસા પ્રતિ લીટરનો વધારો કર્યો હતો. બીજી તરફ, આજે સતત બીજા દિવસે એટલે કે 27 સપ્ટેમ્બરે ફરી ભાવમાં 25 પૈસા પ્રતિ લીટરનો વધારો થયો છે. આ રીતે ડીઝલ સપ્ટેમ્બર મહિનામાં અત્યાર સુધી 70 પૈસા પ્રતિ લીટર મોંઘું થઈ ચૂક્યું છે. જોકે, પેટ્રોલના ભાવમાં ફેરફાર નથી થતાં તે સ્થિર છે.

    પેટ્રોલ ડીઝલની કિંમત (Petrol Diesel Price on 27th September 2021)

    >> દિલ્હી પેટ્રોલ 101.19 રૂપિયા અને ડીઝલ 89.32 રૂપિયા પ્રતિ લીટર
    >> મુંબઈ પેટ્રોલ 107.26 રૂપિયા અને ડીઝલ 96.94 રૂપિયા પ્રતિ લીટર
    >> ચેન્નાઈ પેટ્રોલ 98.96 રૂપિયા અને ડીઝલ 93.93 રૂપિયા પ્રતિ લીટર
    >> કોલકાતા પેટ્રોલ 101.62 રૂપિયા અને ડીઝલ 92.42 રૂપિયા પ્રતિ લીટર

    આ પણ વાંચો, નવી કારની સાથે કેમ જરૂરી છે Zero Depreciation Insurance, જાણો તેના ફાયદા

    સપ્ટેમ્બર મહિનામાં બે વાર સસ્તું થયું પેટ્રોલ


    સપ્ટેમ્બર મહિનમમાં પેટ્રોલની કિંમતોમાં બે વાર ઘટાડો થયો છે. ઓઇલ કંપનીઓએ 01 સપ્ટેમ્બર અને 05 સપ્ટેમ્બરે પેટ્રોલની કિંમતમાં 15-15 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો કર્યો હતો. આ રીતે સપ્ટેમ્બરમાં અત્યાર સુધી પેટ્રોલ 30 પૈસા સસ્તું થયું છે. નોંધનીય છે કે, રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા લગાવવામાં આવતા ટેક્સ અને ટ્રાન્સપોર્ટેશનના કારણે ભાવ અલગ-અલગ હોય છે.



    આ પણ વાંચો, ઘણો સસ્તો મળી રહ્યો છે 12GB સુધી RAM વાળો પોપ્યુલર OnePlus 5G ફોન, મળશે 64MP કેમેરા

    આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો

    પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.
    Published by:Mrunal Bhojak
    First published: