Diesel-Petrol Price Today: આજે ફરી વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, એક વર્ષમાં લગભગ 14 રૂપિયા થયા મોંઘાં

Diesel-Petrol Price Today:  આજે ફરી વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, એક વર્ષમાં લગભગ 14 રૂપિયા થયા મોંઘાં
પેટ્રોલ-ડીઝલના અધધ ભાવ વધારાની સીધી અસર સામાન્ય જનતાના ખીસ્સા પર પડી રહી છે

પેટ્રોલ-ડીઝલના અધધ ભાવ વધારાની સીધી અસર સામાન્ય જનતાના ખીસ્સા પર પડી રહી છે

  • Share this:
    નવી દિલ્હીઃ પેટ્રોલ-ડીઝલના સતત વધતા ભાવે સામાન્ય જનતાની મુશ્કેલીઓ વધારી દીધી છે. સરકારી ઓઇલ કંપનીઓએ ફરી એક વાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં (Diesel-Petrol Price Today) વધારો કર્યો છે. જો છેલ્લા એક વર્ષની ગણતરી કરવામાં આવે તો પેટ્રોલ 13.55 રૂપિયા મોંઘું થયું છે. 2 ફેબ્રુઆરી 2020ના રોજ રાજધાની દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 73.10 રૂપિયા હતો અને એક લીટર ડીઝલનો ભાવ 66.14 રૂપિયા હતો. બીજી તરફ આજના ભાવ જોઈએ તો દિલ્હીમાં પેટ્રોલ 86.65 રૂપિયા પ્રતિ લીટર (Petrol Price Today) અને ડીઝલનો ભાવ 76.83 રૂપિયા લીટર (Diesel Price Today) છે. સતત થઈ રહેલા ભાવ વધારાથી પેટ્રોલ-ડીઝલની કિંમત રેકોર્ડ સ્તર પર પહોંચી ગઈ છે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં વૃદ્ધિના કારણે મોંઘવારી પણ વધી છે. જેની સીધી અસર સામાન્ય જનતાના ખીસ્સા પર પડે છે.

    જાણો દેશના મોટા શહેરોમાં પેટ્રોલ-ડીઝલના નવા ભાવ (Petrol-Diesel Price on 4 February 2021)



    દિલ્હી- પેટ્રોલ 86.65 રૂપિયા અને ડીઝલ 76.83 રૂપિયા પ્રતિ લીટર છે.
    મુંબઈ- પેટ્રોલ 93.20 રૂપિયા અને ડીઝલ 83.73 રૂપિયા પ્રતિ લીટર છે.
    કોલકાતા- પેટ્રોલ 88.01 રૂપિયા અને ડીઝલ 80.41 રૂપિયા પ્રતિ લીટર છે.
    ચેન્નઈ- પેટ્રોલ 89.13 રૂપિયા અને ડીઝલ 82.04 રૂપિયા પ્રતિ લીટર છે.

    આ પણ વાંચો, Realme X7 5G અને Realme X7 Pro 5G આજે ભારતમાં થશે લૉન્ચ, મળશે ખાસ ફીચર્સ, જાણો કિંમત

    આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો

    પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસીએ લ ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.

    આ પણ વાંચો, પિતાનો જૂનો VIDEO શૅર કરી ઇમોશનલ થયો હાર્દિક પંડ્યા, કહ્યુ- ‘મારી આંખમાં આંસુ આવી ગયા’

    આ આધારે પેટ્રોલ-ડીઝલના ભાવ થાય છે નક્કી

    વિદેશી કરન્સી દરોની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડનો ભાવ શું છે, તેના આધારે રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય ચીજો જોડ્યા બાદ આ ભાવ લગભગ બે ગણા થઈ જાય છે. નોંધનીય છે કે રોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. સવારે 6 વાગ્યાથી જ નવા દર લાગુ થઈ જાય છે.
    Published by:Mrunal Bhojak
    First published:February 04, 2021, 08:19 am

    ટૉપ ન્યૂઝ