Home /News /business /

Petrol Diesel Price Today: સતત ત્રીજા દિવસે સસ્તું થયું ડીઝલ, પેટ્રોલનો ભાવ સ્થિર, ફટાફટ ચેક કરો આજના રેટ્સ

Petrol Diesel Price Today: સતત ત્રીજા દિવસે સસ્તું થયું ડીઝલ, પેટ્રોલનો ભાવ સ્થિર, ફટાફટ ચેક કરો આજના રેટ્સ

પ્રતીકાત્મક તસવીર

Petrol Diesel Price Today: બુધવારથી જ ડીઝલના ભાવ ઘટવાનું શરૂ થયું છે, જાણો આજે ડીઝલ કેટલું સસ્તું થયું

    Petrol Diesel Price Today, 20 August 2021: પેટ્રોલ અને ડીઝલના ભાવ વધઘટ થવાની સીધી અસર સામાન્ય જનતાના બજેટ ઉપર થાય છે. તેથી સૌની નજર ઈંધણની કિંમતો પર ટકેલી રહેતી હોય છે. સરકારી ઓઇલ કંપનીઓએ શુક્રવાર, 20 ઓગસ્ટ માટે પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ (Petrol Diesel Rates) જાહેર કરી દીધા છે. ઈન્ડિયન ઓઇલ (Indian Oil)ની વેબસાઇટ મુજબ, આજે પણ ઈંધણના ભાવમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને સતત ત્રીજા દિવસે ડીઝલના ભાવ (Diesel Price Today)માં ઘટાડો થયો છે. બુધવારથી જ ડીઝલના ભાવ ઘટવાનું શરૂ થયું છે. આજે ડીઝલના ભાવમાં 20 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે. જોકે, પેટ્રોલના ભાવ (Petrol Price Today)માં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો.

    આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમત (Crude Oil Rates)માં વધારો અને ભારે ભરખમ ટેક્સના કારણે દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો રેકોર્ડ સ્તર પર છે. ભાવ વધ્યા બાદ 19 રાજ્યો અને કેન્ર્મ શાસિત પ્રદેશોના વિભિન્ન શહેરોમાં પેટ્રોલનો રેટ 100 રૂપિયા પ્રતિ લીટરને પાર થઈ ચૂક્યો છે. 4 મેથી ડીઝલની કિંમતોમાં સમયાંતરે થયેલા વધારાના કારણે તે 9.08 રૂપિયા પ્રતિ લીટર સુધી મોંઘું થઈ ગયું હતું.

    20 ઓગસ્ટ, 2021 પેટ્રોલ-ડીઝલની કિંમત (Petrol Diesel Price on 20 August 2021)

    >> દિલ્હી – પેટ્રોલ 101.84 રૂપિયા અને ડીઝલ 89.27 રૂપિયા પ્રતિ લીટર
    >> મુંબઈ – પેટ્રોલ 107.83 રૂપિયા અને ડીઝલ 96.84 રૂપિયા પ્રતિ લીટર
    >> ચેન્નાઈ – પેટ્રોલ 99.47 રૂપિયા અને ડીઝલ 93.84 રૂપિયા પ્રતિ લીટર
    >> કોલકાતા – પેટ્રોલ 102.08 રૂપિયા અને ડીઝલ 92.32 રૂપિયા પ્રતિ લીટર
    >> બેંગલુરુ – પેટ્રોલ 105.25 રૂપિયા અને ડીઝલ 94.65 રૂપિયા પ્રતિ લીટર
    >> ચંદીગઢ – પેટ્રોલ 97.93 રૂપિયા અને ડીઝલ 88.93 રૂપિયા પ્રતિ લીટર
    >> લખનઉ – પેટ્રોલ 98.92 રૂપિયા અને ડીઝલ 89.61 રૂપિયા પ્રતિ લીટર
    >> પટના – પેટ્રોલ 104.25 રૂપિયા અને ડીઝલ 95.01 રૂપિયા પ્રતિ લીટર

    આ પણ વાંચો, Earn Money: આ IT સ્ટોકમાં નાણા રોકી થઈ જાઓ માલામાલ! એક વર્ષમાં 5 લાખ થયા 13.90 લાખ રૂપિયા

    પેટ્રોલની કિંમત આ રાજ્યોમાં 100 રૂપિયાને પાર


    આ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ- રાજસ્થાન, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, તેલંગાના, લદાખ, કર્ણાટક, જમ્મુ અને કાશ્મીર, ઓડિશા, તમિલનાડુ, બિહાર, કેરળ, પંજાબ, સિક્કિમ, પુડ્ડુચેરી, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ અને હરિયાણાના અનેક શહેરોમાં પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લીટરથી પણ મોંઘી કિંમતે વેચાઈ રહ્યું છે.

    આ પણ વાંચો, Googleનો સૌથી વ્યાજબી ભાવનો ફોન Pixel 5a લોન્ચ, HD+ OLED ડિસ્પ્લે સહિતના છે ફીચર

    આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો

    પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Business news, Diesel, Diesel Price, Petrol, Petrol price

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन