નવી દિલ્હી: કોરોના વાયરસ વિરુદ્ધ રસીકરણની ઝડપ વધવાની સાથે સાથે દુનિયાભરમાં સોનાની કિંમત (Gold price)માં ઉતાર-ચઢાવ ચાલુ છે. આ દરમિયાન 25 કરોડ ડૉલરના ક્વાડરિગા ઇગ્નિયો ફંડ (Quadriga Igneo Fund) સંભાળતા ડિએગો પેરિલા (Diego Parrilla)નું કહેવું છે કે સોનાની કિંમત આગામી ત્રણથી પાંચ વર્ષમાં બે ગણી થઈ જશે. આ દરમિયાન આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની કિંમત 3000-5000 ડૉલર પ્રતિ ઔંસ થઈ શકે છે. ફંડ મેનેજરનું કહેવું છે કે અનેક દેશોમાં જાહેર કરવામાં આવી રહેલા રાહત પેકેજ (Stimulus Package)થી કેન્દ્રીય બેંકોને પડતી મુશ્કેલી અંગે રોકાણકારોને વધારે માહિતી નથી. આ કારણે સોનાની કિંમત સતત વધતી જશે.
'કેન્દ્રીય બેંકો સામાન્ય સ્થિતિમાં પરત ફરે તે મુશ્કેલ'
ફંડ મેનેજરનું કહેવું છે કે ખરાબ મોનેટરી અને ફિસ્કલ પોલિસીઝને કારણે લાંબી અવધિ દરમિયાન થતાં નુકસાન અંગે રોકાણકારો જાગૃત નથી. તેમણે જણાવ્યું કે, વ્યાજદરોને જાણી જોઈને નીચા રાખવાથી એવા એસેટ બબલ બન્યા છે કે, જે ફૂટવા મુશ્કેલ છે. આથી કેન્દ્રીય બેંકો માટે સામાન્ય સ્થિતિમાં પરત આવવું ખૂબ મુશ્કેલ બનશે.
ડિએગોનું કહેવું છે કે સોનામાં તેજીના તમામ કારણ ખૂબ મજબૂત છે. મહામારીને કારણે 2020 દરમિયાન દુનિયામાં ભારે નુકસાન વચ્ચે સોનું 2075.47 ડૉલરની સર્વોચ્ચ સ્તર પર પહોંચ્યું હતું. જોકે, છેલ્લા થોડા અઠવાડિયાથી સોનું 1800 ડૉલર પ્રતિ ઔંસની આસપાસ ચીલી રહ્યું છે.
અમેરિકામાં ફેડરલ રિઝર્વની પૉલિસી ખતમ કરવાના સંકેત બાદ જૂન 2021માં સોનાની કિંમતમાં ઘટાડો નોંધાયો હતો. ડિએગોનું માનવું છે કે કેન્દ્રીય બેંકોનું સ્થિતિ પર એવું નિયંત્રણ નથી જેવું લોકો વિચારી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા 2016માં ડિએગોએ સોનાની કિંમત પાંચ વર્ષમાં સર્વોચ્ચ સપાટી પર પહોંચશે તેવું અનુમાન લગાવ્યું હતું.
ડિએગો ગોલ્ડમેન સાક્સ અને બેંક ઑફ અમેરિકા મેરિલ લિંચ સાથે કામ કરી ચૂક્યા છે. જ્યારે તેમને કિંમતી ધાતુઓના વેપારમાં 25 વર્ષથી વધુનો અનુભવ છે. જો ડિએગોનું અનુમાન ભારતના દ્રષ્ટિકોણથી જોઈએ તો આગામી પાંચ વર્ષમાં સોનાની કિંમત 90,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તર પર આવી શકે છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર