Home /News /business /

ઘરે બેઠા તમે પણ ખોલાવી શકો છો સ્વિસ બેંક એકાઉન્ટ, આ રહી આખી પ્રોસેસ

ઘરે બેઠા તમે પણ ખોલાવી શકો છો સ્વિસ બેંક એકાઉન્ટ, આ રહી આખી પ્રોસેસ

  સ્વિસ બેંકમાં પોતાનું એકાઉન્ટ ખોલાવવા કોણ ઈચ્છતું નથી? સ્વિસ બેંકના નામથી ડરવાની જરૂરત પણ નથી. તમે ઘરે બેસીને પણ સ્વિસમાં તમારૂ એકાઉન્ટ ખોલાવી શકો છો, અને તે પણ જીરો બેલેન્સ પર. પરંતુ સ્વિસ બેંકમાં એકાઉન્ટ ખોલાવ્યા પછી તમારે કેટલીક શરતો પણ પૂરી કરવી પડશે.

  અમે તમને જણાવી રહ્યાં છીએ કે, સ્વિટ્ઝલેન્ડમાં બેંકમાં પોતાનું એકાઉન્ટ ખોલવા માટે શું-શું કરવું પડશે?

  અસલમાં સ્વિસ બેંકનું કામકાજ એટલું રોમાંચક નથી, જેટલું તેને જાસૂસી ફિલ્મો અને એક્શન થ્રિલર્સમાં દેખાવવામાં આવે છે. સ્વિસ બેંકો પણ ખુબ જ સારી રીતે ચાલી રહેલ પ્રભાવશાળી પ્રાઈવેટ બેંક જેવી જ છે. દરેક બેંકમાં એકાઉન્ટ ઓપન કરવા માટે તેના નિયમો હોય છે, પરંતુ તે જાણવા જરૂરી છે. તે ઉપરાંત તમને ખાતું ખોલવા માટે ક્યાં દસ્તાવેજોની જરૂરત પડશે તેની ખબર હોવી જોઈએ.

  જો તમને તેની ખબર પડી જાય કે, તમારે તમારા સ્વિસ બેંક એકાઉન્ટ સેટ કરવામાં મદદ મળી શકે છે, તો પછી ચિંતા કરવાની કોઈ વાત જ ના રહે. સ્વિસ બેંક કોઈ એક બેંક નથી. સ્વિસ બેંક તે બધી જ બેંકોને કહેવામાં આવે છે, જેના પર સ્વિટ્ઝલેન્ડના કાયદા-કાનૂન લાગૂં થતાં હોય. યૂ.એસ.બી ગ્રુપ, ક્રેડિટ સસી ગ્રુપ, જૂલિએસ બેયર ગ્રુપ સ્વિટ્ઝલેન્ડની મોટી બેંકોમાંથી છે.

  સ્વિસ બેંકમાં એકાઉન્ટ ખોલવાની યોગ્યતા

  સ્વિસ કાનૂન અનુસાર જો તમે સ્વિસ બેંકમાં એકાઉન્ટ ખોલાવવા માંગો છો તો તમારી ઉંમર 18 વર્ષથી ઉપર હોવી જોઈએ. તમને આશ્ચર્ય થશે કે, ભારતીય બેંકોના જે નિયમ કાયદા છે, તેવા સ્વિસ બેંકોમાં નથી.

  તમે તમારૂ એકાઉન્ટ કોઈપણ કરન્સીમાં ખોલાવી શકો છો. સ્વિસ ફ્રેંક, ડોલર, યૂરો યા સ્ટર્લિંગ, મજાની વાત તે છે કે, તમારે એકાઉન્ટ ખોલાવવા માટે ઓછામાં ઓછું બેલેન્સ પણ જોઈએ. એક વખત જ્યારે તમે પૈસા જમા કરાવવાનું શરૂ કરી દો છો, ત્યારે તમારે મિનિમમ બેલેન્સ રાખવું પડે છે, જે બેંક નક્કી કરે છે.  બેંક એકાઉન્ટ પસંદ કરવું

  સ્વિસ બેંક એકાઉન્ટ પસંદ કરવાથી પહેલા તમે નક્કી કરો કે તમે કેવું ઈન્વેસ્ટમેન્ટ ઈચ્છો છો. જો તમારે પૈસાની પ્રાઈવસીને લઈને ચિંતા છે, તો એવી કોઈ બેંક પસંદ ન કરો જેની એકપણ બ્રાન્ચ ભારતમાં હોય. બેંક બ્રાન્ચને હંમેશા જે  દેશમાં હોય તેના કાયદા માનવા પડે છે. જો તમારી સ્વિસ બેંક ભારતમાં છે, તો તે કોઈપણ સામાન્ય બેંકથી અલગ હશે.

  તમારૂ એકાઉન્ટ તેના પરથી નક્કી થશે કે, તમે કેટલા પૈસા એકાઉન્ટમાં નાંખવા માંગો છે. જેટલું વધારે મોટું તમારૂ ઈન્વેસ્ટમેન્ટ પ્લાન હશે, તેટલું જ તમારૂ સેવિંગ અથવા ઈન્વેસ્ટમેન્ટ એકાઉન્ટ મળશે. તમે સ્વિસ બેંકોમાં સેફ ડિપોઝીટ પણ ખોલી શકો છો.

  ઈન્ટરેસ્ટની કમાણી

  જો તમે તમારૂ એકાઉન્ટ સ્વિસ ફ્રેંકમાં ખોલો છે, તો તમને ખુબ જ ઓછું ઈન્ટરેસ્ટ મળશે અને તમારા ઉપર ટેક્સ પણ લાગશે. પરંતુ, જો સ્વિસ બેંકમાં તમે અન્ય કોઈ કરન્સીમાં એકાઉન્ટ ખોલો છો, તો તમારા પૈસા ફંડ માર્કેટમાં લગાવવામાં આવે છે અને તેના પર વધારે ઈન્ટરેસ્ટ કમાઈ શકાય છે.

  આવી રીતે ઓપન કરો એકાઉન્ટ

  આમ તો રૂબરૂ જઈને એકાઉન્ટ ખોલવું સારૂ રહે છે, પરંતુ તમે ઈમેલ અથવા ફેક્સ દ્વારા પણ એકાઉન્ટ ખોલી શકો છો. કેટલીક પ્રાઈવેટ કંપનીઓ એકાઉન્ટ ખોલવામાં તમારી મદદ કરી શકે છે. સ્વિસ મની લોન્ડરિંગ કાનૂન અનુસાર તમારે બતાવવાનું રહે છે કે, તમારા પાસે પૈસા ક્યાંથી આવી રહ્યાં છે. આ પુરાવાઓ આપ્યા પછી તમે એકાઉન્ટમાં પૈસા જમા કરાવી શકો છો. જે ડોક્યમેન્ટ તમારે જોઈએ છે...

  - પાસપોર્ટ કોપી

  - ટેક્સ રિટર્ન

  - કંપનીના દસ્તાવેજ

  - કામ કરવાનું લાયસન્સ

  - ડિપોઝીટ પ્રૂફ

  - ડિપોઝીટ સ્લિપ્સ

  - ચેક

  - બર્થ સર્ટીફિકેટ

  બધા જ ડોક્યુમેન્ટ પર નોટરીની સીલ હોવું જોઈએ. આ નોટરીને સ્વિસ બેંક અપોસ્ટિલ કહે છે. બધા જ ડોક્યુમેન્ટ પર અપોસ્ટિલ હોવા ખુબ જ જરૂરી છે.  નંબર એકાઉન્ટ

  નંબર એકાઉન્ટ તે ગુપ્ત એકાઉન્ટ છે, જેમાં એકાઉન્ટ યૂઝર્સનું નામ હોતું નથી, પરંતુ નંબરવાળું એકાઉન્ટ ઓપન કરાવવા માટે તમારે પોતાને બેંક જવું પડે છે. તમારે ઓછામાં ઓછા એક લાખ ડોલર એટલે લગભગ 70 લાખ રૂપિયા જમા કરાવવા પડે છે અને દરેક વર્ષે વધારવા પણ પડે છે. આ એકાઉન્ટ પર વાર્ષિક 20 હજાર રૂપિયા ખર્ચ આવે છે. તે છતાં તમારે તે જાણવું જરૂરી છે કે, નંબર એકાઉન્ટ પણ બધી રીતે ગુપ્ત હોતા નથી. નંબર અને નામ વચ્ચે કનેક્શનથી ઘણી વખત ડેટા લીક થઈ જાય છે.

  સ્વિસ બેંકમાં જમા પૈસાનો ઉપયોગ

  સ્વિસ બેંકમાંથી પૈસા નિકાળવા માટે સૌથી વધારે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ થાય છે. ક્રેડિટ કાર્ડથી તમે શોપિંગ ઉપરાંત દુનિયામાં ગમે ત્યાથી ગમે તે એટીએમથી પૈસા નિકાળી શકો છો. જોકે, ક્રેડિટ કાર્ડના ઉપયોગથી તે ટ્રેક કરી શકાય છે કે તમારી પાસે સ્વિસ બેંક એકાઉન્ટ છે.

  સ્ટેટમેન્ટ બેલેન્સ

  સામાન્ય ક્રેડિટ કાર્ડની જેમ તમારી પાસે સ્વિસ બેંકના ક્રેડિટ કાર્ડનો સ્ટેટમેન્ટ બેલેન્સ આવતો નથી. તમારે તમારી જરૂરત અનુસાર બેગણા પૈસા ક્રેડિટ કાર્ડમાં નાંખવા પડતા હોય છે, જેથી આગળ તમે તેનો ઉપયોગ કરી શકો. આને સિક્યોરિટી ડિપોઝીટ કહે છે અને બેંક આ સિક્યોરિટી ડિપોઝીટને પણ ફંડ બજારમાં રોકાણ કરીને પૈસા કમાઈ શકે છે.

  બેંકમાથી કેશ નિકાળવી

  સ્વિસ બેંકમાંથી તમે ક્યારેય પણ જેટલી જોઈતી હોય તેટલી કેશ નિકાળી શકો છે. બેંક અને સરકારે આના પર કોઈ સીમા નક્કી કરી નથી. તે ઉપરાંત જો તમે ઈચ્છોતો તમારી પાસબુકથી બધા રેકોર્ડ પણ દૂર કરી શકો છો.

  બેંક ટ્રાન્સફર

  બેંક ટ્રાન્સફર માટે તમારે કોઈપણ સામાન્ય બેંકની જેમ જ પૈસાની લેવડદેવડ તમારા એકાઉન્ટથી કરવાનું રહે છે, પરંતુ આનાથી પણ તે જાહેર થાય છે કે, તમારી પાસે સ્વિસ બેંક એકાઉન્ટ છે. તે માટે તમાને બચાવવા માટે સ્વિસ બેંક પોતે બેંકના નામ પર ટ્રાન્સફર કરી દે છે. આ રીતના ટ્રાન્સફર ઘણા બધા દેશોમાં સ્વિટ્ઝલેન્ડથી બહાર પ્રતિબંધિત નથી.

  ચેક

  સ્વિસ બેંકની ચેકબુક રાખવી તે પણ ખતરાથી ખાલી નથી. આ સૌથી સરળ તર્ક છે, જેનાથી સૂચના લીક થાય છે. કોઈપણ સ્વિસ બેંક એકાઉન્ટ યૂઝર્સ ચેકબુકનો ઉપયોગ કરતો નથી.

  એકાઉન્ટ બંધ કરવો

  સ્વિસ બેંક એકાઉન્ટ બેંક ખાતું બંધ કરવું સામાન્ય એકાઉન્ટ બંધ કરવાથી પણ સરળ છે. તમારે માત્ર એક અરજી આપવાની રહે છે અને તરત જ તમારા પૈસા તમે જેવી રીતે ઈચ્છો તેવી રીતે બેંકમાંથી લઈ શકો છો.

  ભારતમાં જે એચએસબીસી છે, તેની બ્રાન્ચ સ્વિટ્ઝલેન્ડમાં પણ છે

  એચએસબીસી (હોંગકોંગ એન્ડ શંઘાઈ બેન્કિંગ કોર્પોરેશન) એક મલ્ટીનેશનલ બેન્કિંગ અને ફાયનાન્સિયલ સર્વિસેજ કંપની છે. આની મુખ્ય ઓફિસ લંડનમાં છે. આ દુનિયાની ત્રીજી સૌથી મોટી બેંક છે. દુનિયાના 85 દેશોમાં આની 7200થી વધારે શાખાઓ છે. દુનિયાભરમાં આના 40 લાખથી વધારે ગ્રાહક છે. એચએસબીસીમાં બચત ખાતું ખોલાવવા માટે પ્રતિ મહિને સરેરાશ રકમ 75000 રૂપિયા હોવાની શરત છે. એવામાં બેંક પાસે ધનકુબેરો જ એકાઉન્ટ ખોલાવવા માટે પહોંચે છે, તેના બદલામાં બેંક ગ્રાહકોને ખાસ સુવિધાઓ આપે છે.

  કેવી રીતે ખુલે છે ગુપ્ત એકાઉન્ટ?

  તમારે માત્ર એચએસબીસી સાથે ફોન પર સંપર્ક કરવાનું રહે છે. તે પછી બેંક પોતાના એક વ્યક્તિને સંપર્ક કરનાર પાસે મોકલે છે. તે વ્યક્તિ માત્ર એક ફોર્મ ભરાવે છે અને પોતાના સાથે પૈસા લઈ જાય છે. આ પૈસા જેનેવા અથવા દૂબઈની બેંકની શાખામાં જમા કરાવી દેવામાં આવે છે. એકદમ સરળ રીતે તમારૂ એકાઉન્ટ ઓપન થઈ જશે. આમ ખાતું ખોલાવવા માટે વિદેશ જવાની જરૂરત રહેશે નહી અને ઘરે બેઠા-બેઠા ખાતામાંથી લેવડ-દેવડ કરી શકો છો.

  લેવડ-દેવડ કેવી રીતે થાય છે

  ખાતાધારકોને બેંક જેનેવા શાખાને એક વ્યક્તિને ફોન નંબર આપે છે. પૈસા જમા કરાવવા માટે તે વ્યક્તિને ફોન કરવાનું રહે છે અને એચએસબીસીનો પ્રતિનિધિ આવીને પૈસા લઈ જાય છે. રૂપિયામાં આપવામાં આવેલી રકમ બરાબર ડોલર સ્વિસ ખાતામાં પહોંચી જાય છે. આનાથી વિરૂદ્ધ પૈસા નિકાળવા હોય તો જેનેવા ફોન કરી દેવાથી ભારતમાં એચએસબીસીનો પ્રતિનિધિત્વ માંગવામાં આવેલી રકમ આપી જાય છે.
  Published by:Mujahid Tunvar
  First published:

  Tags: Bank account, Switzerland, કાળુ નાણું

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन