Home /News /business /

શું તમે જાણો છો ATM કાર્ડ પર મળે છે 10 લાખ સુધીનો વીમો? જાણો કઇ રીતે કરવો ક્લેમ

શું તમે જાણો છો ATM કાર્ડ પર મળે છે 10 લાખ સુધીનો વીમો? જાણો કઇ રીતે કરવો ક્લેમ

ATM કાર્ડ પર મળે છે 10 લાખ સુધીનો વીમો

ઘણા લોકોને એટીએમ કાર્ડની પૈસા ઉપાડવા સીવાયની અન્ય સુવિધાઓની જાણકારી હોતી નથી. એટીએમ કાર્ડધારક જે પછી જાહેર બેંકના હોય કે ખાનગી બેંકના હોય કાર્ડ ઇશ્યૂ થવાની તારીખથી જ તેની દુર્ઘટના કે પછી એક્સિડેન્ટલ હોસ્પિટલાઝેશન કવર થઇ જાય છે.

    કોઇ પણ બેંકમાં સેવિંગ એકાઉન્ટ (Saving account) ખોલાવ્યા બાદ તમને નાણાંકીય લેવડદેવડ માટે એટીએમ કાર્ડ (ATM Card) આપવામાં આવે છે. જેના દ્વારા તમે ગમે ત્યારે પૈસા ઉપાડી શકો છો. પરંતુ શું તમે જાણો છો કે એટીએમમાંથી રૂપિયા ઉપાડવાની સાથ તમને વીમો (debit card comes with accident insurance cover) પણ મળે છે. આજે અમે તમને તેના વિશે સંપૂર્ણ વિગતો જણાવીશું.

    ઘણા લોકોને એટીએમ કાર્ડની પૈસા ઉપાડવા સીવાયની અન્ય સુવિધાઓની જાણકારી હોતી નથી. એટીએમ કાર્ડધારક જે પછી જાહેર બેંકના હોય કે ખાનગી બેંકના હોય કાર્ડ ઇશ્યૂ થવાની તારીખથી જ તેની દુર્ઘટના કે પછી એક્સિડેન્ટલ હોસ્પિટલાઝેશન કવર થઇ જાય છે. આ વીમાની રકમ 50 હજારથી 10 લાખ સુધીની હોઇ શકે છે. આ સુવિધાની જાણકારી ન તો ખાતાધારક પાસે હોય છે કે ન તો બેંક તનો પ્રચાર કરે છે. આ કવરનો ફાયદો ઉઠાવવા માટે તમારું ખાતું એક્ટિવ હોવું જરૂરી છે. આ ઇન્શ્યોરન્સમાં વિકલાંગતાથી લઇન મૃત્યુ થવા સુધીની અલગ અલગ જોગવાઇઓ છે.

    આ પણ વાંચો -આ તારીખ પહેલા ફાઇલ કરો ITR, કોઇ પણ મુશ્કેલી ટાળવા ધ્યાનમાં રાખો આ 10 બાબતો

    કઇ રીતે ઉઠાવી શકાય છે લાભ?


    એટીએમમાંથી વીમાનો લોભ ઉઠાવવા માટે જરૂરી નિયમોની જાણકારી હોવી પણ આવશ્યક છે. દુર્ઘટના થયા બાદ પોલીસને જાણ કરો. પોલીસને દુર્ઘટનાની સંપૂર્ણ જાણકારી આપો. ઇન્શ્યોરન્સ માટે પોલીસ પાસેથી પણ જાણકારી મેળવી શકાય છે. હોસ્પિટલમાં દાખલ થયા બાદ તમામ મેડિકલ રીપોર્ટ રજૂ કરવા પડે છે.

    મૃત્યુના કિસ્સામાં શું કરવું?


    જો કોઇ દુર્ઘટનામાં મૃત્યુ થઇ જાય છે તો પીએમ રીપોર્ટ, પોલીસનું પંચનામું, ડેથ સર્ટિફીકેટ, માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ જમા કરાવવા જરૂરી છે. તે પણ દર્શાવવું જરૂરી છે કે કાર્ડધારક દ્વારા છેલ્લા 90 દિવસમાં લેણદેણ કરવામાં આવી છે.

    આ પણ વાંચો -શું ભારતમાં હજુ પણ વર્ક ફ્રોમ હોમ યથાવત રાખવામાં આવશે? જુઓ સર્વેનો રિપોર્ટ

    આ રીતે ક્લેમ કરી શકો છો ઇન્શ્યોરન્સ


    કોઇ પણ એટીએમ હોલ્ડરનું મોત થયા બાદ પરીવારજનોએ 2થી 5 મહિનાની અંદર બેંકમાં તેની બ્રાંચને જાણકારી આપવી, જેમાં તેનું ખાતું હોય. તે માટે બ્રાંચમાં એક આવેદન કરવું જરૂરી છે. ઇન્શ્યોરન્સ રકમ પહેલા બેંક તે તપાસ કરશે કે સંબંધિત વ્યક્તિ દ્વારા 60 દિવસની અંદર નાણાંકીય લેવડદેવડ કરવામાં આવી છે કે કેમ. સાધારણ એટીએમ, માસ્ટર કાર્ડ, ક્સિક એટીએમ પર અલગ અલગ પ્રકારના વીમા હોય છે. આ બધી જાણકારી તમે બેંક મેનેજર પાસેથી જાણી શકો છો.
    First published:

    Tags: ATM card, Insurance

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन