સરકાર લોકો માટે હેલિકોપ્ટરથી પૈસાનો કરશે વરસાદ? શું છે વાયરલ મેસેજનું સત્ય?

વરિષ્ઠ નાગરિક બચત યોજના (SCSS) - જે લોકો 60 વર્ષથી વધુ ઉંમરના છે તેમના જીવનકાળમાં 15 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરીને નિયમિત આવક મેળવી શકાય છે. વરિષ્ઠ નાગરિક પતિ અને પત્ની સંયુક્ત રીતે આ યોજનામાં 30 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકે છે. ત્યાં 5 વર્ષનું લોકઇન છે, એટલે કે, તમે 5 વર્ષ સુધી રૂપિય ઉપાડી નથી શકતા.આની પર હાલમાં 7.4 ટકા વ્યાજ મળી રહ્યું છે.

હેલિકપ્ટર મની મૌદ્રિક નીતિનો એક અપરંપરાગત ટૂલ છે, જેના દ્વારા અર્થવ્યવસ્થાને પાછી પાટા પર લાવવામાં આવે છે.

 • Share this:
  નવી દિલ્હી : સોશિયલ મીડિયા પર હાલમાં એક મેસેજ ખુબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, સરકાર હેલિકોપ્ટરથી પૈસાનો વરસાદ કરશે. સોશિયલ મીડિયા પર ચાલી રહેલા દાવા પર PIBએ ફેક્ટ ચેક કર્યું. એક ટીવી ફૂટેજના સ્ક્રીનશોર્ટ દ્વારા જૂઠ ફેલાવવામાં આવી રહ્યું છે કે સરકાર હેલિકોપ્ટર દ્વારા પૈસાનો વરસાદ કરશે. પ્રેસ ઈન્ફોર્મેશન બ્યૂરોની ફેક્ટ ચેક વિંગે કહ્યું કે, સોશિયલ મીડિયા પર કરવામાં આવી રહેલો દાવો જૂઠો છે અને સરકાર આવું કઈ કરવાની નથી.

  ઉલ્લેખનીય છે કે, તેલંગણાના મુખ્યમંત્રી કેસી રાવે કહ્યું હતું કે, હેલિકોપ્ટર મનીના ઉપયોગથી રાજ્યોને આ સંકટમાંથી બહાર આવવામાં મદદ મળશે. રાવે માંગ કરી કે, જીડીપીના 5 ટકા ફંડ ક્વોટિટેટિવ ઈઝિંગ હેઠળ જાહેર કરી દેવા જોઈએ. ક્વોટિટેટિવ ઈઝિંગ એક એવી નિતી છે, જે દુનિયાભરની અર્થવ્યવસ્થાઓ અપનાવે છે. આ પ્રકારની પરિસ્થિતિઓને પહોંચીવળવા માટે આ એક સચોટ રીત માનવામાં આવે છે.

  રાવે કહ્યું કે, આર્થિક સંકટમાંથી બહાર આવવા આપણે રણનૈતિક આર્થિક નીતિની જરૂરત છે. આરબીઆઈને ક્વોટિટેટિવ ઈઝિંગ પોલીસી લાગુ કરવી જોઈએ. તેને હેલિકોપ્ટર મની કહેવામાં આવે છે. તેનાથી રાજ્યો અને નાણાકીય સંસ્થાઓ પાસે પર્યાપ્ત ફંડ મળશે અને આ સંકટમાંથી બહાર આવી શકાશે.

  કેમ ઉડવા લાગી હેલિકોપ્ટર મનીની અફવા?

  ત્યારબાદથી એક અફવા ઉડવા લાગી કે, સરકાર હેલિકોપ્ટરથી પૈસાનો વરસાદ કરશે. તમને જણાવી દઈએ કે, હાલમાં સરકાર તરફથી આર્થિક સ્થિતિને પાટા પર લાવવા માટે હેલિકોપ્ટર મની જાહેર કરવામાં આવશે. તેનો મતલબ એ છે કે, હેલિકોપ્ટર મનીની વ્યવસ્થા હેઠળ કેન્દ્રીય બેન્ક સરકારને એવી રકમ જાહેર કરે છે, જેની ચૂકવણી કરવાની હોતી. જેમાંથી સામાન્ય લોકો પાસે વધુ પૈસા પહોંચાડવામાં આવે છે. જેથી તે પોતાનો ખર્ચ વધારી શકે, અને અર્થવ્યવસ્થાને ફરી બૂસ્ટ મળે.

  હેલિકપ્ટર મની મૌદ્રિક નીતિનો એક અપરંપરાગત ટૂલ છે, જેના દ્વારા અર્થવ્યવસ્થાને પાછી પાટા પર લાવવામાં આવે છે. આ હેઠળ મોટા સ્તર પર પૈસા છાપવામાં આવે છે, અને સામાન્ય લોકો સુધી તે પહોંચાડવામાં આવે છે. સૌથી પહેલા આ શબ્દનો ઉપયોગ અમેરિકી અર્થશાસ્ત્રી મિલ્ટન ફ્રેડમેને કર્યો હતો.
  Published by:kiran mehta
  First published: