Dhanteras 2020: ધનતેરસના દિવસે પણ પેટ્રોલ-ડીઝલના ભાવો સ્થિર, જાણી લો આજના Rates

ધનતેરસે ગાડીની ટાંકી ફુલ કરાવતાં પહેલા જાણી લો આપશા શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ

ધનતેરસે ગાડીની ટાંકી ફુલ કરાવતાં પહેલા જાણી લો આપશા શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ

  • Share this:
    Dhanteras Petrol Diesel Price: સરકારી ઓઇલ કંપનીઓ તરફથી સતત 35 દિવસ બાદ પણ ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો. આ ઉપરાંત પેટ્રોલના ભાવમાં છેલ્લા 44થી વધુ દિવસ બાદ પણ કોઈ ફેરફાર નથી જોવા મળ્યો. ધનતેરસના દિવસે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રહ્યા છે. તો ધનતેરસ અને દિવાળીના તહેવારોમાં આપની ગાડીની ટાંકી ફુલ કરાવતાં પહેલા જાણી લો આપના શહેરના આજના ભાવ....

    ધનતેરસના દિવસે જાણો દેશના મોટા શહેરોમાં પેટ્રોલ-ડીઝલના નવા ભાવ (Petrol-Diesel Price on 13 November 2020- Dhanteras)

    દિલ્હી- પેટ્રોલ 81.06 રૂપિયા અને ડીઝલો 70.46 રૂપિયા પ્રતિ લીટર છે.
    મુંબઈ- પેટ્રોલ 87.74 રૂપિયા અને ડીઝલો 76.86 રૂપિયા પ્રતિ લીટર છે.
    કોલકાતા- પેટ્રોલ 82.59 રૂપિયા અને ડીઝલો 73.99 રૂપિયા પ્રતિ લીટર છે.
    ચેન્નઈ- પેટ્રોલ 84.14 રૂપિયા અને ડીઝલો 75.95 રૂપિયા પ્રતિ લીટર છે.

    આ પણ વાંચો, Dhanteras 2020: ધનતેરસે પાર્ટનરને આપો આ ખાસ જ્વેલરી, આંખોમાં આવી જશે ચમક

    આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો

    પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસીએલ ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.

    આ પણ વાંચો, Taarak Mehta Ka Ooltah Chashmahના પોપટલાલને મોટો આંચકો, હવે નથી રહ્યા પત્રકાર?

    આ આધારે પેટ્રોલ-ડીઝલના ભાવ થાય છે નક્કી

    વિદેશી કરન્સી દરોની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડનો ભાવ શું છે, તેના આધારે રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય ચીજો જોડ્યા બાદ આ ભાવ લગભગ બે ગણા થઈ જાય છે. નોંધનીય છે કે રોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. સવારે 6 વાગ્યાથી જ નવા દર લાગુ થઈ જાય છે.
    Published by:Mrunal Bhojak
    First published: