Home /News /business /લાઇસન્સ વગર દવા વેચનાર એમેઝોન-ફ્લિપકાર્ટ સહિત અનેકને નોટિસ, જાણો શું છે નિયમ

લાઇસન્સ વગર દવા વેચનાર એમેઝોન-ફ્લિપકાર્ટ સહિત અનેકને નોટિસ, જાણો શું છે નિયમ

દવાના વેચાણ, સ્ટોક, ડિસ્પ્લે કે વિતરણ માટે સંબંધિત રાજ્યના લાઇસન્સિંગ ઓથોરિટી પાસેથી લાયસન્સ લેવું જરૂરી છે.

Medicine Selling: ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાએ ઈ-કોમર્સ પ્લેટફોર્મ એમેઝોન, ફ્લિપકાર્ટ હેલ્થ પ્લસ અને અન્ય 20 ઓનલાઈન વેબ સાઈટને લાઇસન્સ વિના દવાઓનું ઓનલાઈન વેચાણ કરવા બદલ નોટિસ આપી કારણ જણાવવા કહ્યું છે.

Online Medicine Selling: ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાએ ઈ કોમર્સ વેબ સાઈટ એમેઝોન, ફ્લિપકાર્ટ, હેલ્થ પ્લસ અને અન્ય 20 ઓનલાઈન વેચાણ કરનારાઓને લાઇસન્સ વિના દવાઓનું ઓનલાઈન વેચાણ કરવા બદલ નોટિસ આપી કારણ પૂછવામાં આવ્યું છે. 8 ફેબ્રુઆરીની નોટિસમાં, ડીસીજીઆઈના વીજી સોમાણીએ 12 ડિસેમ્બર 2018ના રોજ દિલ્હી હાઈકોર્ટના આદેશને ટાંક્યો હતો, જે લાઇસન્સ વિનાની દવાઓના ઓનલાઈન વેચાણ પર પ્રતિબંધ મૂકે છે.

ડીસીજીઆઈએ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પહેલા મે અને નવેમ્બર 2019માં અને ફરીથી 3 ફેબ્રુઆરીએ જરૂરી કાર્યવાહી અને પાલન માટે આદેશો મોકલ્યા હતા પરંતુ આ ઓનલાઈન કંપનીઓએ દવાઓનું વેચાણ કરવાનું ચાલુ રાખ્યું હતું.

આ પણ વાંચો:Stock Market Today: વૈશ્વિક દબાણ વચ્ચે ભારતીય બજાર ફ્લેટ ઓપન થયા, જોકે અહીં કમાણીના ચાન્સ

લાઇસન્સિંગ ઓથોરિટી પાસેથી લાયસન્સની જરૂરીયાત


નોટિસ વધુમાં જણાવે છે કે કોઈપણ દવાના વેચાણ, સ્ટોક, ડિસ્પ્લે કે વિતરણ માટે સંબંધિત રાજ્ય લાઇસન્સિંગ ઓથોરિટી પાસેથી લાયસન્સ લેવું જરૂરી છે અને લાઇસન્સ ધારકો દ્વારા લાઇસન્સની શરતોનું પાલન કરવું જરૂરી છે.

DCGI એ કહ્યું કે કોઈ પ્રત્યોત્તર ન મળવાના કિસ્સામાં, એવું માનવામાં આવશે કે પેઢી આ બાબતે કંઈપણ કહેશે કે કરશે નહીં અને આગળની સૂચના વિના તેમની સામે જરૂરી કાર્યવાહી શરૂ કરવામાં આવશે.

આ પણ વાંચો:Credit Card Tips: ક્રેડિટ કાર્ડનો ઉપીયોગ કરતા લોકોએ આ 3 ભૂલો ન કરવી, થઇ શકે છે મોટું નુક્સાન

સમાચાર એજન્સી PTI મુજબ Flipkart Health Plus એ કહ્યું કે તે એક ડિજિટલ હેલ્થકેર માર્કેટપ્લેસ પ્લેટફોર્મ છે. જે ભારતભરના લાખો ગ્રાહકો માટે સ્વતંત્ર વેચાણ કરતા પાસેથી અસલી અને સસ્તી દવાઓ અને આરોગ્યસંભાળ ઉત્પાદનોની સરળ અને અનુકૂળ સુવિધા આપે છે.



દરમિયાન, CAIT અથવા કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સના રાષ્ટ્રીય અધ્યક્ષ બીસી ભરતિયા અને જનરલ સેક્રેટરી પ્રવીણ ખંડેલવાલે સરકારને કાયદા અને દિલ્હી હાઈકોર્ટના ચુકાદાનો કડક અમલ કરવા અને ડ્રગ અને કોસ્મેટિક વેચાણમાં કોઈપણ ઈ-કોમર્સ પેઢી ઉલ્લંઘન ન કરે તેની ખાતરી કરવા જણાવ્યું છે.
First published:

Tags: Amazon india, Business news, Flipkart, Medicines, Online business