Home /News /business /

Devyani Internationalનો શેર BSE પર 56.67% પ્રીમિયમ સાથે રૂ.141 પર થયો લિસ્ટ

Devyani Internationalનો શેર BSE પર 56.67% પ્રીમિયમ સાથે રૂ.141 પર થયો લિસ્ટ

પ્રતીકાત્મક તસવીર.

Devyani International IPO Listing: દેવયાની ઇન્ટરનેશલે લિસ્ટિંગ પહેલા જ તેના હાલના પાર્ટનર કોસ્ટા કૉફી (Cost Coffee) સાથે રિવાઇઝ્ડ ડેવલપમેન્ટ એગ્રીમેન્ટ કર્યું છે.

    મુંબઈ: દેવયાની ઇન્ટરનેશનલ (Devyani International IPO) સહિત ચાર આઈપીઓનું આજે શેર બજારમાં લિસ્ટિંગ (Listing) છે. જેમાંથી દેવયાની ઇન્ટરનેશનલનું આજે બીએસઈ (BSE) પર ધમાકેદાર લિસ્ટિંગ થયું છે. દેવયાની ઇન્ટરનેશનલના શેર બીએસઈ પર ઇશ્યૂ પ્રાઇસથી 56.67%ના પ્રીમિયમ (Devyani International stock listing) સાથે લિસ્ટ થયો છે. દેવયાની ઇન્ટરનેશનલનો શેર બીએસઈ પર 141 રૂપિયા સાથે લિસ્ટ થયો હતો. કંપનીની ઇશ્યૂ પ્રાઇસ 90 રૂપિયા હતી. આમ જે લોકોએ લિસ્ટિંગના લાભ સાથે આ આઈપીઓ (IPO) ભર્યો હતો તેમને મોટો ફાયદો થયો છે. NSE પર શેરનું લિસ્ટિંગ 56% પ્રીમિયમ સાથે 140.90 રૂપિયા પર થયું હતું. બજાર નિષ્ણાતોનું માનવું હતું કે કંપનીના શેરનું લિસ્ટિંગ 50%ની આસપાસ થઈ શકે છે.

    કોસ્ટા કૉફી સાથે એગ્રીમેન્ટ

    દેવયાની ઇન્ટરનેશલે લિસ્ટિંગ પહેલા જ તેના હાલના પાર્ટનર કોસ્ટા કૉફી (Cost Coffee) સાથે રિવાઇઝ્ડ ડેવલપમેન્ટ એગ્રીમેન્ટ કર્યું છે. આ ડીલ 14 ઓગસ્ટના રોજ થઈ હતી. આ એગ્રીમેન્ટ અંતર્ગત દેવયાની ઇન્ટરનેશનલને દેશભરમાં તબક્કાવાર કોસ્ટાકૉફી સ્ટોર શરૂ કરવાનો અધિકાર મળ્યો છે. આ એગ્રીમેન્ટમાં હાલ પાંચ વર્ષ માટે ડેવલપમેન્ટ માટે રાઇટ મળ્યા છે, જેને ભવિષ્યમાં આગળ વધારી શકાય છે.

    દેવયાની ઇન્ટરનેશનલ આઈપીઓ (Devyani International IPO)

    Pizza Hut, KFC અને કોસ્ટા કૉફી જેવી બ્રાન્ડ્સ ચલાવતી કંપનીના શેરની પ્રાઇસ બેન્ડ (price band) 86-90 રૂપિયા પ્રતિ શેર હતી. કંપનીને ઉપરના બેન્ડ પ્રમાણે આઈપીઓથી 1,838 કરોડનું ફંડ મળશે. છેલ્લા ત્રણ વર્ષથી કંપની ખોટમાં ચાલી રહી છે. દેવયાની ઇન્ટરનેશનલનો EBIDTA માર્જિન છેલ્લા બે નાણાકીય વર્ષમાં 17.3 ટકા સાથે સારો રહ્યો છે. કેશ ફ્લોને લઈને પણ કંપનીની સ્થિત સારી છે. IPO મારફતે કંપની દ્વારા રૂ. 440 કરોડનો ફ્રેશ ઈશ્યૂ જાહેર કરાયો છે. આ ઇશ્યૂમાંથી ઊભા થયેલા ભંડોળમાંથી રૂ. 324 કરોડનો ઉપયોગ દેવું ચૂકવવા માટે કરવામાં આવશે. જ્યારે ઓફર ફોર સેલના પૈસા કંપનીના શેરહોલ્ડર પાસે રહેશે.

    આ પણ વાંચો: ચેકથી પેમેન્ટને લઈને RBIનો નવો નિયમ, આ ભૂલ કરશો તો આપવી પડશે પેનલ્ટી 

    કંપની નાણાનો શું ઉપયોગ કરશે?

    કંપની આઈપીઓ મારફતે મળેલી રકમનો ઉપયોગ દેવું ચૂકવવા માટે કરશે. કંપનીની આવકનો મોટો હિસ્સો KFC અને Pizza Hut Storesમાંથી આવે છે. 2019માં આવકમાં તેની ભાગીદારી 76.08 ટકા હતી. 2020માં તે વધીને 77.9 ટકા અને 2021માં 92.28 ટકા થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે કંપની 155 શહેરમાં 655 સ્ટોર ધરાવે છે. ગત છ મહિનામાં કંપનીએ નવા 109 સ્ટોર ખોલ્યા છે. આગામી સમયમાં પણ કંપની પોતાના બિઝનેસનો વિસ્તાર કરશે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: BSE, Investment, IPO

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन