Devyani International IPO: શેર માર્કેટમાં રોકાણકારોને વધુ એક તક મળવા જઈ રહી છે. ભારતમાં KFC, Pizza hut અને Costa Coffeeની સૌથી મોટી ફ્રેન્ચાઇઝી કંપની દેવયાની ઈન્ટરનેશનલ લિમિટેડ (DIL)ના IPO માટે પ્રાઇસ બેન્ડ નક્કી થઈ ગઈ છે. યમ બ્રાન્ડ (Yum Brands)ની સૌથી મોટી કંપની દેવયાની ઈન્ટરનેશનલ (Devyani International IPO)એ IPO માટે શેર દીઠ રૂ. 86-90ની પ્રાઈસ બેન્ડ નક્કી થઈ છે. પ્રાઇસ બેન્ડના અપર પ્રાઈઝ મુજબ કંપની પ્રાઇમરી માર્કેટમાંથી રૂ. 1,838 કરોડ રૂપિયા એકત્ર કરશે. આ આઈપીઓ સબ્સ્ક્રિપ્શન માટે આગામી અઠવાડિયે 4 ઓગસ્ટના રોજ ખુલશે અને 6 ઓગસ્ટ સુધી બીડ કરી શકાશે.
440 કરોડનો ફ્રેશ ઈશ્યૂ
IPO મારફતે કંપની દ્વારા રૂ. 440 કરોડના ફ્રેશ ઈશ્યૂ જાહેર કરવામાં આવશે. જ્યારે 15.53 કરોડ ઈક્વિટી શેર ઓફર ફોર સેલ (OFS) મારફતે ઉપલબ્ધ કરાવાશે.
Temasek Holdingsની સંપૂર્ણ સબ્સિડરી કંપની Dunearn Investments (Mauritus) Pte. Ltd અને પ્રમોટર RJ કૉર્પ આ IPO દ્વારા પોતાનો હિસ્સો વેચશે. IPOમાં 5.5 લાખ શેર કંપનીના કર્મચારીઓ માટે રિઝર્વ રહેશે. કંપનીના પ્રમોટર્સમાં રવિ કાંત જયપુરીયા, વરુણ જયપુરીયા અને આરજે કૉર્પનો સમાવેશ થાય છે. જેમની પાસે Devyani Internationalમાં 75.79 ટકા ભાગ છે.
ફંડનો ઉપયોગ
નવા ઇશ્યૂમાંથી ઉભા થયેલા ભંડોળમાંથી રૂ. 324 કરોડનો ઉપયોગ લોન ચૂકવવા માટે કરવામાં આવશે. જ્યારે ઓફર ફોર સેલના પૈસા કંપનીના શેરહોલ્ડર પાસે રહેશે.
કોરોના મહામારી હોવા છતાં કંપનીએ ગત 6 મહિનામાં સ્ટોર નેટવર્ક વધાર્યું છે. કોર બ્રાન્ડ બિઝનેસમાં કંપનીએ 109 સ્ટોર ખોલ્યા છે. નાણાંકીય વર્ષ 2020-21માં કંપનીને 62.99 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. આંતરરાષ્ટ્રીય બિઝનેસ સિવાય 80 ટકાથી વધુ આવક મુખ્ય બ્રાન્ડ્સમાંથી આવે છે. દેવયાની ઇન્ટરનેશનલના 155 શહેરોમાં 655 સ્ટોર છે.
આ કંપની 1991માં શરૂ કરવામાં આવી હતી અને તે યમ બ્રાન્ડ્સની સૌથી મોટી ફ્રેન્ચાઇઝી છે. તેની હરીફ કંપનીઓમાં જુબિલેંટ ફૂડવર્કસ, વેસ્ટલાઈફ ડેવલપમેન્ટ અને બર્ગર કિંગ ઇન્ડિયા છે. વર્ષ 1997માં કંપનીએ જયપુરમાં પિઝા હટ સ્ટોર ખોલીને યમ બ્રાન્ડ હેઠળ વેપારી સંબંધોનો પ્રારંભ કર્યો હતો. હાલ કંપની પાસે 296 પિઝા હટ સ્ટોર, 264 KFC સ્ટોર અને 43 કોસ્ટા કોફી સ્ટોર છે.
" isDesktop="true" id="1119521" >
ઉલ્લેખનીય છે કે, કોટક મહિન્દ્રા કેપિટલ, CLSA India Pvt Ltd, Edelweiss Financial Services Ltd, Motilal Oswalને આ ઈશ્યૂ માટે ઇન્વેસ્ટમેન્ટ બેંકર તરીકેની જવાબદારી સોંપાઈ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર