Home /News /business /

Devyani International IPO: ખોટમાં ચાલી રહી છે કંપની, રોકાણ કરવું કે નહીં?

Devyani International IPO: ખોટમાં ચાલી રહી છે કંપની, રોકાણ કરવું કે નહીં?

પ્રતીકાત્મક તસવીર.

Devyani International IPO open today: Pizza Hut, KFC અને કોસ્ટા કૉફી જેવી બ્રાન્ડ્સ ચલાવતી કંપનીએ પોતાના શેરની પ્રાઇસ બેન્ડ 86-90 રૂપિયા પ્રતિ શેર રાખી છે.

  મુંબઈ: દેશમાં Yum Brandsની સૌથી મોટી ફ્રેન્ચાઇઝી અને ક્વિક સર્વિસ રેસ્ટોરેન્ટ્સની ઓપરેટર કંપની દેવયાની ઇન્ટરનેશનલનો આઈપીઓ (Devyani International IPO) આજે ખુલી ગયો છે. Pizza Hut, KFC અને કોસ્ટા કૉફી જેવી બ્રાન્ડ્સ ચલાવતી કંપનીએ પોતાના શેરની પ્રાઇસ બેન્ડ (price band) 86-90 રૂપિયા પ્રતિ શેર રાખી છે. કંપનીને ઉપરના બેન્ડ પ્રમાણે આઈપીઓથી 1,838 કરોડનું ફંડ મળશે. કંપનીના ઉપરના પ્રાઇસ બ્રેન્ડ પર વેલ્યૂએશન ગત નાણાકીય વર્ષની નાણાકીય સ્થિતિના 9.5 ગણું છે. તેની સરખામણીમાં આ સેગમેન્ટમાં જુબિલેન્ડ ફૂડવર્ક્સનું વેલ્યૂએશન 15 ગણું, વેસ્ટલાઇફ ડેવલપમેન્ટનું 8.8 ગણું અને બર્ગર કિંગનું 14 ગણું છે. કંપનીના શેર પર હાલ ગ્રે માર્કટેમાં 62 રૂપિયાનું પ્રીમિયમ મળી રહ્યું છે.

  નિષ્ણાતોનું શું કહેવું છે?

  મોટાભાગના નિષ્ણાતોએ આ IPOને ભરવાની સલાહ આપી છે. તેમનું માનવું છે કે કંપનીનું વેલ્યુએશન ઓછું છે અને લાંબા ગાળે તે ગ્રોથ કરી શકે છે. QSRનો વેપાર ગત વર્ષોમાં પાંચ ટકાથી વધારે CAGRથી વધી છે, તે વધારે ઝડપી બને તેવી સંભાવના છે.

  વિકાસ માટે કંપની પોતાના સ્ટોર્સમાં વધારો કરી રહી છે. જોકે, અહીં મોટું જોખમ કંપની ખોટમાં ચાલી રહી હોવાનું છે. છેલ્લા ત્રણ વર્ષથી કંપની ખોટમાં ચાલી રહી છે. દેવયાની ઇન્ટરનેશનલનો EBIDTA માર્જિન છેલ્લા બે નાણાકીય વર્ષમાં 17.3 ટકા સાથે સારો રહ્યો છે. કેશ ફ્લોને લઈને પણ કંપનીની સ્થિત સારી છે.

  આ પણ વાંચો: ફાયદો જ ફાયદો: આ પાંચ ખાનગી બેંક બચત ખાતા પર આપે છે સૌથી વધારે વ્યાજ

  ખોટમાં ચાલી રહી છે કંપની

  કંપનીના નફાને લઈને નિષ્ણાતો ચિંતામાં છે. છેલ્લા ત્રણ વર્ષથી કંપની ખોટમાં ચાલી રહી છે. જોકે, કંપનીનો EBIDTA માર્જિન 17.3 ટકા છે જેને સારો કરી શકાય. આ ઉપરાંત કંપનીને કેશ ફ્લોની પણ કોઈ ચિંતા નથી.

  આ આઈપીઓ સબ્સ્ક્રિપ્શન માટે આગામી આજે (4 ઓગસ્ટ) ખુલી ગયો છે જેમાં રોકાણકારો 6 ઓગસ્ટ સુધી બીડ કરી શકાશે. IPO મારફતે કંપની દ્વારા રૂ. 440 કરોડના ફ્રેશ ઈશ્યૂ જાહેર કરવામાં આવશે. જ્યારે 15.53 કરોડ ઈક્વિટી શેર ઓફર ફોર સેલ (OFS) મારફતે ઉપલબ્ધ કરાવાશે. આ ઇશ્યૂમાંથી ઊભા થયેલા ભંડોળમાંથી રૂ. 324 કરોડનો ઉપયોગ લોન ચૂકવવા માટે કરવામાં આવશે. જ્યારે ઓફર ફોર સેલના પૈસા કંપનીના શેરહોલ્ડર પાસે રહેશે.

  આ ત્રણ આઈપીઓ પણ આજે ખુલ્યા:

  Windlas Biotech:

  ડૉમેસ્ટિક ફાર્માસ્યુટિકલ ફૉર્મ્યુલેશન કોન્ટ્રેક્ટ ડેવલપમેન્ટ એન્ડ મેન્યુફેક્ચરિંગ ઓર્ગેનાઇઝેશન (CDMO)નો આઈપીઓ આજે ખુલ્યો છે. કંપની આઈપીઓ મારફતે 401.53 કરોડ રૂપિયા એકઠા કરશે. આ આઈપીઓની પ્રાઇસ બ્રેન્ડ 448-460 રૂપિયા છે. 165 કરોડ રૂપિયાનો ફ્રેશ ઇશ્યૂ હશે જ્યારે વર્તમાન શેરધારકો 51,42,067 ઇક્વિટી શેર વેચશે. કંપનીનો ઇશ્યૂ છઠ્ઠી ઓગસ્ટના રોજ બંધ થશે.

  Windlas Biotech ફ્રેશ ઇશ્યૂથી મળનારી રકમનો ઉપયોગ દહેરાદૂન ખાતે હયાત પ્લાન્ટની ક્ષમતા વધારવા માટે વિવિધ સાધનો ખરીદવામાં કરશે. આ સાથે જ દહેરાદૂનના બીજા પ્લાન્ટમાં ઇન્જેક્ટેબલ ડોઝની ક્ષમતી વધારવા પર 50 કરોડ રૂપિયા, વિવિધ જરૂરિયાતો પૂરી કરવા માટે 47.56 અને બાકી રકમ ચૂકવવા માટે 20 કરોડ રૂપિયાનો ઉપયોગ કરશે.

  આ પણ વાંચો: 4 ઓગસ્ટ, 2021: આજે આ 20 શેરમાં કરો મોટી કમાણી, વાંચો નિષ્ણાતોનો અભિપ્રાય

  Exxaro Tiles IPO:

  વીટ્રીફાઇડ ટાઇલ્સ (Vitrified tiles) બનાવતી કંપની Exxaro Tiles તરફથી પોતાના પ્રસ્તાવિત આઈપીઓ માટે 118-120 રૂપિયા પ્રાઇસ બેન્ડ નક્કી કરવામાં આવી છે. આ આઈપીઓ આજે ખુલ્યો છે, જ્યારે છઠ્ઠી ઓગસ્ટના રોજ બંધ થશે. કંપની આઈપીઓ મારફતે 1,34,24,000 ઇક્વિટી શેર જાહેર કરશે. જેમાં 1,11,86,000 શેરનો ફ્રેશ ઇશ્યૂ હશે. સાથે જ 22,38,000 ઇક્વિટી શેરનો ઑફર ફૉર સેલ હશે. ઑફર ફૉર સેલમાં દીક્ષિત કુમાર પટેલ પોતાના શેર વેચશે.

  જેમાં 2,68,500 શેર કંપનીના કર્મચારીઓ માટે અનામત રહેશે. આઈપીઓની લોટ સાઇઝ 125 શેરના ગુણાંકમાં હશે. કંપની આઈપીઓમાંથી મળનારી રકમમાંથી 50 કરોડનો ઉપયોગ દેવું ચૂકવવા માટે અને 45 કરોડ રૂપિયા વર્કિંગ કેપિટલની જરૂરિયાત પૂરી કરવા માટે કરશે. Exxaro Tiles પાસે બે પ્લાન્ટ છે, જેની ક્ષમતા 1.2 કરોડ સ્ક્વેર મીટર છે. આ બંને પ્લાન્ટ ગુજરાતના વડોદરા અને હિંમતનગરમાં છે. કંપની પાસે 120 એકર જમીન અને પ્રતિ વર્ષ 94 લાખ સ્ક્વેર મીટર ઇન્સ્ટોલ્ડ પ્રોડક્શન ક્ષમતા છે. કંપનીની એક વર્ષ પહેલાની રેવન્યૂ લગભગ 244 કરોડ રૂપિયા અને નેટ પ્રૉફિટ 11.26 કરોડ હતો.

  આ પણ વાંચો: આનંદો: બહુ ઝડપથી પેટ્રોલ રૂ. 5 સુધી થઈ શકે છે સસ્તું, કાચા તેલની કિંમતમાં મોટો ઘટાડો

  Krsnaa Diagnostics:

  કંપનીએ પોતાના આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ 933-954 રાખી છે. આ આઈપીઓ આજે ખુલ્યો છે અને છઠ્ઠી ઓગસ્ટના રોજ બંધ થશે. આઈપીઓ મારફતે કંપની 1213.76 કરોડ રૂપિયા એકઠા કરશે. IPOમાં 400 કરોડ રૂપિયાના નવા શેર જાહેર કરવામાં આવશે. આ ઉપરાંત પ્રમોટર્સ અને શેર હોલ્ડર્સ તરફથી 85.3 લાખ શેર વેચાણ માટે ઑફર ફૉર સેલ કરવામાં આવશે.

  આ પણ વાંચો: આરોગ્ય વીમો ખરીદતી વખતે આ પાંચ ભૂલ તમને ભારે પડી શકે છે!

  પબ્લિક ઑફરથી મળનારા ફંડનો ઉપયોગ પંજાબ, કર્ણાટક, હિમાચલ પ્રદેશ અને મહારાષ્ટ્રમાં ડાયગ્નોસ્ટિક સેન્ટર્સ ખોલવા માટે કરશે. આ ઉપરાંત કંપની લગભગ 125 કરોડ રૂપિયાનો ઉપયોગ દેવું ચૂકવવા માટે કરશે. જૂનના અંત સુધીમાં કંપની પર આશરે 142 કરોડ રૂપિયાનું દેવું હતું. ગત નાણાકીય વર્ષમાં કંપનીની કુલ આવક 661.48 કરોડ રૂપિયા રહી હતી, જે તેના આગળના વર્ષમાં 271.38 કરોડ રૂપિયા હતી. કંપનીનો નેટ પ્રોફિટ 111.95 કરોડ રૂપિયાથી વધીને 184.93 કરોડ રૂપિયા હતી.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Devyani International, Investment, IPO, NSE, Share market, સેન્સેક્સ

  આગામી સમાચાર