Home /News /business /

દેવયાની ઇન્ટરનેશનલ, વિંડલાસ બાયોટેક સહિત ચાર IPOના શેરનું અલોટમેન્ટ, જાણો ગ્રે માર્કેટમાં શેરનો ભાવ

દેવયાની ઇન્ટરનેશનલ, વિંડલાસ બાયોટેક સહિત ચાર IPOના શેરનું અલોટમેન્ટ, જાણો ગ્રે માર્કેટમાં શેરનો ભાવ

પ્રતીકાત્મક તસવીર

IPO allotment: Krsnaa Diagnostics, દેવયાની ઇન્ટરનેશનલ, વિંડલાસ બાયોટેક અને Exxaro Tilesના IPOનું અલોટમેન્ટ 11મી ઓગસ્ટે થવાની સંભાવના.

  મુંબઈ: સ્ટૉક માર્કેટમાં ગત અઠવાડિયે ચાર કંપની- Krsnaa Diagnostics, દેવયાની ઇન્ટરનેશનલ, વિંડલાસ બાયોટેક અને Exxaro Tilesના આઈપીઓ લોંચ થયા હતા. આ ચારેય આઈપીઓ માટે શુક્રવારે બિડિંગ બંધ થયું હતું. તમામના શેરનું અલોટમેન્ટ 11 ઓગસ્ટના રોજ થઈ શકે છે. આઈપીઓ સબસ્ક્રિપ્સનની વાત કરીએ તો Krsnaa Diagnosticsનો IPO 64.38 ગણો, દેવયાની ઇન્ટરનેશનલનો આઈપીઓ 116.70 ગણો, વિંડલાસ બાયોટેકનો આઈપીઓ 22.44 ગણો અને Exxaro Tilesનો IPO 22.65 ગણો ભરાયો હતો.

  ગ્રે માર્કેટ પ્રીમિયમ

  આ આઈપીઓમાં પૈસા લગાડનાર રોકાણકારો હાલ અલોટમેન્ટની રાહ જોઈ રહ્યા છે. બીજી તરફ રોકાણકારોને ગ્રે માર્કેટમાં આ કંપનીઓના શેરની શું કિંમત છે તે જાણવાની પણ તાલાવેલી છે.

  માર્કેટ નિષ્ણાતોનું કહેવું છે કે ગ્રે માર્કેટમાં Krsnaa Diagnosticsનું પ્રદર્શન સુધર્યું છે. દેવયાની ઇન્ટરનેશનલ સ્થિર છે. Exxaro Tilesનું પ્રીમિયમ ઘટ્યું છે, જ્યારે વિંડલાસ બાયોટેકના શેર ગ્રે માર્કેટમાં ટ્રેડ માટે ઉપલબ્ધ ન હતા.

  Krsnaa Diagnosticsના શેર 425 રૂપિયાના પ્રીમિયમ પર ઉપલબ્ધ છે. પહેલા શેરનું પ્રીમિયમ 340 રૂપિયા હતું. જેના પરથી અંદાજ લગાવી શકાય છે કે આ કંપનીનો આઈપીઓ લાગશે તેને સારો એવો લિસ્ટિંગ લાભ મળી શકે છે.

  દેવયાની ઇન્ટરનેશનલના શેર ગ્રે માર્કેટમાં 63થી 65 રૂપિયાના પ્રીમિયમ પર છે. આ પ્રીમિયમમાં શરૂઆતથી અત્યારસુધી કોઈ ફેરફાર નથી થયો.

  ગુજરાતની ટાઇલ્સ બનાવતી કંપની Exxaro Tilesના શેર ગ્રે માર્કેટમાં 15 રૂપિયાના પ્રીમિયમ પર મળી રહ્યા છે. પહેલા શેરનું પ્રીમિયમ 24 રૂપિયા હતું.

  વિંડલાસ બાયોટેકના શેર હાલ ગ્રે માર્કેટમાં ટ્રેડ માટે હયાત નથી. જોકે, આ પહેલા શેરનું પ્રીમિયમ 90 રૂપિયા હતું.

  આ પણ વાંચો: કારટ્રેડ ટેકનો IPO ખુલ્યો: જાણો ગ્રે માર્કેટમાં શેરના ભાવથી લઈને અન્ય તમામ વિગત 

  અલોટમેન્ટ:

  આ ચારેય કંપનીના શેરનું 11 ઓગસ્ટથી અલોટમેન્ટ થવાની સંભાવના છે. આ માટે તમે BSEની વેબસાઇટ (https://www.bseindia.com/investors/appli_check.aspx)ની મુલાકાત લઈ શકો છો. અહીં અમુક વિગતો દાખલ કરવાથી તમને શેર લાગ્યા છે કે નહીં તેની માહિતી મળી રહેશે.

  Devyani International IPO:

  Pizza Hut, KFC અને કોસ્ટા કૉફી જેવી બ્રાન્ડ્સ ચલાવતી કંપનીના શેરની પ્રાઇસ બેન્ડ (price band) 86-90 રૂપિયા પ્રતિ શેર હતી. કંપનીને ઉપરના બેન્ડ પ્રમાણે આઈપીઓથી 1,838 કરોડનું ફંડ મળશે. છેલ્લા ત્રણ વર્ષથી કંપની ખોટમાં ચાલી રહી છે. દેવયાની ઇન્ટરનેશનલનો EBIDTA માર્જિન છેલ્લા બે નાણાકીય વર્ષમાં 17.3 ટકા સાથે સારો રહ્યો છે. કેશ ફ્લોને લઈને પણ કંપનીની સ્થિત સારી છે. IPO મારફતે કંપની દ્વારા રૂ. 440 કરોડનો ફ્રેશ ઈશ્યૂ જાહેર કરાયો છે. આ ઇશ્યૂમાંથી ઊભા થયેલા ભંડોળમાંથી રૂ. 324 કરોડનો ઉપયોગ લોન ચૂકવવા માટે કરવામાં આવશે. જ્યારે ઓફર ફોર સેલના પૈસા કંપનીના શેરહોલ્ડર પાસે રહેશે.

  આ પણ વાંચો: Mid અને Smallcapમાં હજુ નથી લાગી બ્રેક, એક વર્ષમાં આ 16 શેર આપી શકે છે બે ડિજિટમાં વળતર

  Windlas Biotech IPO:

  કંપની આઈપીઓ મારફતે 401.53 કરોડ રૂપિયા એકઠા કરશે. આ આઈપીઓની પ્રાઇસ બ્રેન્ડ 448-460 રૂપિયા છે. 165 કરોડ રૂપિયાનો ફ્રેશ ઇશ્યૂ હતો. જ્યારે વર્તમાન શેરધારકો 51,42,067 ઇક્વિટી શેર વેચશે. Windlas Biotech ફ્રેશ ઇશ્યૂથી મળનારી રકમનો ઉપયોગ દહેરાદૂન ખાતે હયાત પ્લાન્ટની ક્ષમતા વધારવા માટે વિવિધ સાધનો ખરીદવામાં કરશે. આ સાથે જ દહેરાદૂનના બીજા પ્લાન્ટમાં ઇન્જેક્ટેબલ ડોઝની ક્ષમતી વધારવા પર 50 કરોડ રૂપિયા, વિવિધ જરૂરિયાતો પૂરી કરવા માટે 47.56 અને બાકી રકમ ચૂકવવા માટે 20 કરોડ રૂપિયાનો ઉપયોગ કરશે.

  Exxaro Tiles IPO:

  વીટ્રીફાઇડ ટાઇલ્સ (Vitrified tiles) બનાવતી કંપની Exxaro Tiles તરફથી પોતાના પ્રસ્તાવિત આઈપીઓ માટે 118-120 રૂપિયા પ્રાઇસ બેન્ડ નક્કી કરવામાં આવી હતી. કંપની આઈપીઓ મારફતે 1,34,24,000 ઇક્વિટી શેર જાહેર કરશે. જેમાં 1,11,86,000 શેરનો ફ્રેશ ઇશ્યૂ છે. સાથે જ 22,38,000 ઇક્વિટી શેરનો ઑફર ફૉર સેલ હશે. ઑફર ફૉર સેલમાં દીક્ષિત કુમાર પટેલ પોતાના શેર વેચશે.

  આ પણ વાંચો: ફાયદો જ ફાયદો: આ પાંચ ખાનગી બેંક બચત ખાતા પર આપી રહી છે સૌથી વધારે વ્યાજ, જાણો વિગત

  કંપની આઈપીઓમાંથી મળનારી રકમમાંથી 50 કરોડનો ઉપયોગ દેવું ચૂકવવા માટે અને 45 કરોડ રૂપિયા વર્કિંગ કેપિટલની જરૂરિયાત પૂરી કરવા માટે કરશે. Exxaro Tiles પાસે બે પ્લાન્ટ છે, જેની ક્ષમતા 1.2 કરોડ સ્ક્વેર મીટર છે. આ બંને પ્લાન્ટ ગુજરાતના વડોદરા અને હિંમતનગરમાં છે. કંપની પાસે 120 એકર જમીન અને પ્રતિ વર્ષ 94 લાખ સ્ક્વેર મીટર ઇન્સ્ટોલ્ડ પ્રોડક્શન ક્ષમતા છે. કંપનીની એક વર્ષ પહેલાની રેવન્યૂ લગભગ 244 કરોડ રૂપિયા અને નેટ પ્રૉફિટ 11.26 કરોડ હતો.

  આ પણ વાંચો:  1 લાખના 12 લાખ! આ SME સ્ટૉકે ચાર મહિનામાં આપ્યું 1,082%થી વધારે વળતર

  Krsnaa Diagnostics IPO:

  કંપનીએ આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ 933-954 રાખી હતી. આઈપીઓ મારફતે કંપની 1213.76 કરોડ રૂપિયા એકઠા કરશે. IPOમાં 400 કરોડ રૂપિયાના નવા શેર જાહેર કરવામાં આવશે. આ ઉપરાંત પ્રમોટર્સ અને શેર હોલ્ડર્સ તરફથી 85.3 લાખ શેર વેચાણ માટે ઑફર ફૉર સેલ કરવામાં આવશે. પબ્લિક ઑફરથી મળનારા ફંડનો ઉપયોગ પંજાબ, કર્ણાટક, હિમાચલ પ્રદેશ અને મહારાષ્ટ્રમાં ડાયગ્નોસ્ટિક સેન્ટર્સ ખોલવા માટે કરશે. આ ઉપરાંત કંપની લગભગ 125 કરોડ રૂપિયાનો ઉપયોગ દેવું ચૂકવવા માટે કરશે.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: BSE, IPO, Market, NSE, Pizza Hut

  આગામી સમાચાર