Home /News /business /

ભારતમાં લૉન્ચ થયું દુનિયાનું સૌથી સસ્તું ઇલેક્ટ્રીક બાઇક! જાણી લો કિંમત અને ફીચર્સ

ભારતમાં લૉન્ચ થયું દુનિયાનું સૌથી સસ્તું ઇલેક્ટ્રીક બાઇક! જાણી લો કિંમત અને ફીચર્સ

Detel Indiaનો દાવો છે કે આ ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલરથી સફર પર માત્ર 20 પૈસા પ્રતિ કિલોમીટરનો ખર્ચ આવશે

Detel Indiaનો દાવો છે કે આ ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલરથી સફર પર માત્ર 20 પૈસા પ્રતિ કિલોમીટરનો ખર્ચ આવશે

    નવી દિલ્હીઃ કોરોના મહામારીની વચ્ચે ભારતીય બજારમાં ઇલેક્ટ્રીક વાહનોની ડિમાન્ડમાં તેજી જોવા મળી રહી છે. મોટાભાગની વાહન નિર્માતા કંપનીઓ આ સેગમેન્ટમાં પોતાના વાહનો રજૂ કરવામાં લાગી ગયા છે. સસ્તા ફોન અને સસ્તા LED ટેલિવિઝન બાદ હવે Detel Indiaએ ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર ભારતીય બજારમાં લૉન્ચ કરી દીધું છે. ખૂબ જ આકર્ષક લૂક અને દમદાર ઇલેક્ટ્રીક મોટરવાળી આ બાઇક/મોપેટની પ્રારંભિક કિંમત માત્ર 19,999 રૂપિયા (+GST) છે. કંપનીનો દાવો છે કે આ ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલરથી સફર પર માત્ર 20 પૈસા પ્રતિ કિલોમીટરનો ખર્ચ આવશે.

    સરળ માસિક હપ્તામાં ખરીદવાની સુવિધા

    ગ્રાહક આ ઇલેક્ટ્રિક મોપેડને કંપનીની ઓફિશિયલ વેબસાઇટની સાથે જ b2badda.comથી ઓનલાઇન ખરીદી શકે છે. આ ઉપરાંત કંપનીએ ગ્રાહકોની ખરીદીને વધુ સરળ બનાવવા માટે Bajaj Finserv સાથે ભાગીદારી કરી છે, જેથી ગ્રાહક સરળ માસિક હપ્તાઓ પર પણ ઇલેક્ટ્રિક મોપેડનું ફાઇનાન્સ કરાવી શકે.

    આ પણ વાંચો, ભારે ઘટાડા બાદ આંતરરાષ્ટ્રીય બજારમાં Goldમાં ફરી જોરદાર તેજી, શું ભારતમાં વધશે ભાવ?

    નવું Detel Easy ઇલેક્ટ્રિક મોપેડ કુલ ત્રણ રંગની સાથે બજારમાં ઉપલબ્ધ છે, જેમાં જેટ બ્લેક, પર્લ વ્હાઇટ અને મેટાલિક રેડ કલર સામેલ છે. તેમાં સામાન લોડ કરવા માટે સામે એક બાસ્કેટ આપવામાં આવ્યું છે. તેની સાથે જ પાછળ બેસવા માટે સીટ પર સપોર્ટ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત તેમાં આપવામા; આવેલી ડ્રાઇવિંગ સીટની હાઇટને એડજેસ્ટ પણ કરી શકાય છે.

    આ પણ વાંચો, બર્થડે પાર્ટી ઉજવવા જઈ રહેલા 4 દોસ્તોની બાઇક રસ્તા વચ્ચે બેઠલા આખલા સાથે ટકરાઈ, એકનું મોત

    સિંગલ ચાર્જમાં 60 કિમી સુધીની ડ્રાઇવિંગ રેન્જ

    Detel Easyમાં કંપનીએ 250Wની ક્ષમતાની ઇલેક્ટ્રિક મોટર આપે છે. તેમાં 48Vની ક્ષમતાની 12AH LiFePO4 બેટરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કંપનીનો દાવો છે કે આ ઇલેક્ટ્રિક મોપેટ સિંગલ ચાર્જમાં 60 કિલોમીટર સુધીની ડ્રાઇવિંગ રેન્જ આપે છે. આ મોપેડની બેટરીને ફુલ ચાર્જ કરવામાં 7થી 8 કલાકનો સમય લાગે છે. મોપેડની ટૉપ સ્પીડ માત્ર 25 કિલોમીટર પ્રતિ કલાક છે તેથી તેને ડ્રાઇવ કરવા માટે ડ્રાઇવિંગ લાઇસન્સ અને રજિસ્ટ્રેશનની પણ જરૂર નથી.
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Auto news, Automobile, Business news, Car Bike News, Electric car, Scooter

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन