આનંદ મહિન્દ્રાએ દેશી જુગાડનો વધુ એક વીડિયો શેર કર્યો
આનંદ મહિન્દ્રા (Anand Mahindra) એ કહ્યું, આ વ્યક્તિ કાર રેસિંગ કરવાનો શોખ ધરાવે છે. આ ઈનોવેશન યાદ રાખવા જેવું છે. આ એક ખૂબ જ સારો પ્રયોગ છે જે મેં ઘણા સમય પછી જોયો છે. મારે આ રોડ વોરિયરને મળવું છે.
પ્રખ્યાત બિઝનેસમેન આનંદ મહિન્દ્રા (Anand Mahindra) અવારનવાર રસપ્રદ સોશિયલ મીડિયા પોસ્ટ શેર કરે છે. આ વખતે તેમણે એક વીડિયો શેર કરીને દૂધવાળાને મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. વાસ્તવમાં આ વીડિયોમાં આ વ્યક્તિ રોડ પર થ્રી વ્હીલર ચલાવતો જોવા મળ્યો હતો. આ વાહન થોડુંક ફોર્મ્યુલા વન કાર અને બેટમોબાઈલ જેવું લાગતું હતું. આ દેશી જુગાડ જોઈને, આનંદ મહિન્દ્રાએ આ માણસના સેંસ ઓફ હ્યૂમરની પ્રશંસા કરી.
આનંદ મહિન્દ્રાએ ટ્વીટને રીટ્વીટ કરીને લખ્યું કે, મને ખબર નથી કે આ વાહન માર્ગ સલામતીના નિયમોને પૂર્ણ કરે છે કે કેમ પરંતુ મને આશા છે કે, આ વ્યક્તિ કાર રેસિંગ કરવાનો શોખ ધરાવે છે. આ ઈનોવેશન યાદ રાખવા જેવું છે. આ એક ખૂબ જ સારો પ્રયોગ છે જે મેં ઘણા સમય પછી જોયો છે. મારે આ રોડ વોરિયરને મળવું છે.
When you want to become a F1 driver, but the family insists in helping the dairy business 👇😜 pic.twitter.com/7xVQRvGKVb
આ વિડિયો સૌથી પહેલા અન્ય યુઝરે શેર કર્યો હતો. જેમાં લખ્યું હતું કે, જ્યારે તમે F1 ડ્રાઈવર બનવા ઈચ્છો છો, પરંતુ પરિવાર તમને ડેરીના ધંધામાં મદદ કરવા મજબૂર કરે છે. આ વીડિયોને 1.5 લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે. આ દેશી વાહનમાં ડ્રાઈવરની સીટની પાછળ દૂધ અને અન્ય ઉત્પાદનોના બે મોટા કન્ટેનર રાખવામાં આવ્યા હતા.
અગાઉ આનંદ મહિન્દ્રાએ એક માણસની સ્વ-નિર્મિત જીપ કિક-સ્ટાર્ટિંગ બતાવી હતી. આનંદ મહિન્દ્રાએ લખ્યું કે, આ વાહન કોઈ નિયમોનું પાલન કરતું નથી પરંતુ તે એક વિચારની નવીનતા અને ઓછા ભાવે વધુ મેળવવાના અમારા લોકોના પ્રયાસ અને ગતિશીલતા માટેના તેમના ક્રેઝની પ્રશંસા કર્યા વિના રહી શકતો નથી. આ વ્યક્તિને આનંદ મહિન્દ્રાએ ગિફ્ટમાં બોલેરો આપી હતી.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર