મયુર માકડિયા, અમદાવાદઃ થોડા સમય પહેલા જ રાજ્યમાં દારૂબંધીને કારણે ગુજરાતને નુકસાન થાય છે, આવું નિવેદન આપી ભારે ચર્ચા જગાવ્યા બાદ હવે ફરી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું છે કે GSTના લીધે રાજ્ય સરકારની તિજોરી ખાલી છે. ગુજરાત સરકારના સામાન્ય બેજટ પહેલા નાયબ મુખ્યમંત્રીના નિવેદનના કારણે અનેક
સવાલો ઉઠી રહ્યાં છે.
દેશભરમાં gst લાગુ થયાને 2 વર્ષ થઈ ગયા છે, આમ તો કેન્દ્ર સરકાર gstને પોતાના મહત્વના નિર્ણયમાંથી એક માને છે જો કે gstના કારણે ગુજરાતને નુકસાન થઇ રહ્યું છે. આવું નિવેદન ખૂદ રાજ્યના ડેપ્યુટી સીએમ નીતિન પટેલે આપ્યું છે. નીતિન પટેલનું કહેવું છે કે જીએસટીના કારણે રાજ્યને વર્ષે ચારથી પાંચ હજાર કરોડનું નુકસાન થઇ રહ્યું છે. આગામી 5 વર્ષમાં 14 % ગ્રોથ સાથે કેન્દ્ર સરકાર રકમની ભરપાઈ કરશે એ પ્રકારની વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી છે.
નીતિન પટેલે જણાવ્યું કે જો કે પ્રજાહિત માટે રાજ્ય સરકારની તિજોરીનું નુકસાન બહુ મહત્વ નથી રાખતો, પરંતુ પેટ્રોલ અને ડીઝલને હાલ પૂરતો gst હેઠળ લાવવા એક પણ રાજ્ય સરકારની તૈયારી ના હોવાથી તેના પર વેટ જ લાગુ પડશે એવી સ્પષ્ટતા કરવામાં આવી છે. વેટની આવક માત્ર રાજ્ય સરકાર પાસે રહેતી હોવાથી હાલમાં અલગ અલગ રાજ્યમાં સરકારો દ્વારા આ નિર્ણય લેવાયો છે.
Published by:Sanjay Vaghela
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર