મુંબઇ: સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયા (State Bank of India, SBI) દ્વારા રૂ. 2 કરોડથી વધુ કિંમતની ફિક્સ્ડ ડિપોઝિટ (Fixed Deposit) પર વ્યાજ દરોમાં વધારો કરવામાં આવ્યો છે. જણાવી દઈએ કે આ નવા દરો 15 ડિસેમ્બર, 2021થી લાગુ કરવામાં આવ્યા છે. નવા વધેલા વ્યાજ દરો નવી ડિપોઝિટ્સ અને મેચ્યોર થવા આવી હોય તેવી ડિપોઝિટ પર લાગુ કરવામાં આવ્યા છે. મહત્વનું છે કે SBI દ્વારા રૂ. 2 કરોડથી ઓછી FD પરના વ્યાજ દરોમાં કોઈ ફેરફાર ન કરવામાં આવતા તેને યથાવત રાખવામાં આવ્યા છે.
ડોમેસ્ટિક ટર્મ ડિપોઝિટ (domestic term deposits) માટે બેંકે રૂ. 2 કરોડથી વધુ મૂલ્યની ડિપોઝિટો માટે 10 બેસિસ પોઈન્ટ્સ (bps) વધારવાનો નિર્ણય કર્યો છે.
સામાન્ય લોકો માટે રૂ. 2 કરોડથી ઓછી FD માટે SBIના નવા દરો
જણાવી દઈએ કે 7 દિવસથી 10 વર્ષના સમયગાળા વચ્ચેની SBI ફિક્સ ડિપોઝિટ(FD) પર સામાન્ય ગ્રાહકોને 2.9%થી 5.4% વ્યાજ આપવામાં આવશે. જ્યારે વરિષ્ઠ નાગરિકોને આ ડિપોઝિટ પર વધારાના 50 બેસિસ પોઈન્ટ્સનો લાભ મળશે. ઉલ્લેખનીય છે કે આ નવા દરો 8 જાન્યુઆરી 2022થી લાગુ કરવામાં આવશે.
વાત કરીએ દેશની ટોચના ધીરાણકર્તાની તો બેંકે બેન્ચમાર્ક લેન્ડિંગ રેટ (benchmark lending rate) અથવા બેઝ રેટમાં 0.1 ટકાનો વધારો કર્યો છે. SBIની વેબસાઈટ પરથી હાલ મળતી માહિતી પ્રમાણે આ વધારા સાથે સુધારેલા બેઝ રેટ હવે 7.55 ટકા છે. નવા દરો 15 ડિસેમ્બર, 2021ના રોજથી લાગુ કરાશે. જણાવી દઈએ કે હાલમાં જ લેવાયેલા આ નિર્ણયની અસર જાન્યુઆરી 2019 પહેલાના લોન લેનારા લોકોને થશે. જાન્યુઆરી 2019 અથવા તેના પછી લોન લેનાર લોકો પર આની કોઈ અસર થશે નહીં.
SBI ક્રેડિટ કાર્ડ સાથે વેલકમ ગિફ્ટ તરીકે મળશે 4,999 રૂપિયાની સ્માર્ટવોચ (વાંચો સમગ્ર અહેવાલ...)
આજકાલ દરેક લોકો હેલ્થી લાઇફસ્ટાઇલ (Healthy Lifestyle) અપનાવી રહ્યા છે. દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયાએ (SBI) લોકોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને હેલ્થ અને ફીટનેસ માટે ખાસ ક્રેડિટ કાર્ડ (Credit Card) લોંચ કર્યાં છે. એસબીઆઈનું નવું 'Pulse' ક્રેડિટ કાર્ડ વિઝા સિગ્નેચર સિસ્ટમ (Visa Signature system) પર કામ કરે છે. આ કાર્ડ માટે તમારે વાર્ષિક 1499 રૂપિયા ફી (Annual charge) ચૂકવવી પડશે. જોકે, આ કાર્ડ સાથે કંપની 4,999 રૂપિયાની સ્માર્ટવોચ વેલકમ ગિફ્ટ (Welcome gift) તરીકે આપી રહી છે. એસબીઆઈ તરફથી મીડિયા સ્ટેટમેન્ટમાં જણાવવામાં આવ્યું છે કે, "SBIનું PULSE એવું પ્રથમ ક્રેડિટ કાર્ડ છે જે તેના ગ્રાહકને Noise ColorFit Pulse સ્માર્ટવોચ આપે છે. જેની કિંમત 4,999 રૂપિયા છે. આ સ્માર્ટવોચ વેલકમ ગિફ્ટ તરીકે આપવામાં આવે છે."
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર