સરકારી દુકાનોમાંથી રાશન લેવા માટે બદલાશે માપદંડ, જાણો ક્યારથી લાગૂ થશે નવા નિયમો

પ્રતિકાત્મક તસવીર

રાશન લેવામાં એવા લોકો પણ સામેલ છે જે આર્થિક રીતે સંપન્ન છે. જેને ધ્યાનમાં રાખીને ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ માપદંડોમાં બદલાવ કરવા જઇ રહ્યું છે.

  • Share this:
નવી દિલ્હી : ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ સરકારી રાશન લેવા માટે પાત્ર ગણાતા લોકો માટે માન્ય માપદંડમાં ફેરફાર કરવા જઇ રહી છે. વિભાગ આ સબંધમાં રાજ્યો સાથે ઘણી વખત બેઠક કરી ચૂક્યું છે. માપદંડો બદલવાનું માળખું લગભગ તૈયાર થઇ ગયું છે. સંભાવના વ્યક્ત કરાઇ રહી છે કે આ મહીનામાં બદલાયેલા માપદંડો લાગૂ કરી દેવામાં આવે, જેના આધારે ભવિષ્યમાં લાયકાત નક્કી થશે.

ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ અનુસાર, દેશભરમાં 80 કરોડ લોકો નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટનો લાભ ઉઠાવી રહ્યા છે. તેમાં તમામ એવા લોકો પણ સામેલ છે જે આર્થિક રીતે સંપન્ન છે. જેને ધ્યાનમાં રાખીને ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ માપદંડોમાં બદલાવ કરવા જઇ રહ્યું છે.

આ પણ વાંચોઊંઘતા-ઊંઘતા બનો લખપતિ! ભારતની આ કંપની 9 કલાક ઊંઘવાના આપે છે રૂ. 10 લાખ, ઊંઘ સાથે પ્રેમ હોય તો કરો અરજી

આ અંગે ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગના સચિવ સુધાંશુ પાંડે જણાવે છે કે, માપદંડોમાં બદલાવને લઇને છેલ્લા 6 મહીનાથી રાજ્યો સાથે બેઠક કરવામાં આવી રહી છે. રાજ્યો દ્વારા આપવામાં આવેલા ઉપાયોને સામેલ કરીને પાત્રતા માટે નવા માપદંડો તૈયાર કરવામાં આવી રહ્યા છે. આ મહીનામાં માપદંડો ફાઇનલ કરાશે. નવા માપદંડો લાગૂ થયા બાદ માત્ર માન્ય વ્યક્તિઓને જ લાભ મળશે. અમાન્ય લોકો લાભ મેળવી નહીં શકે. આ બદલાવ જરૂરિયામંદોને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે.

આ પણ વાંચોNew Business Idea: માત્ર રૂ. 10,000થી શરૂ કરો આ ખેતી, દર મહિને તમે પણ કમાઈ શકો છો રૂ. 2 લાખ

વન નેશન, વન રાશન કાર્ડ યોજના 32 રાજ્યો અને યુટીમાં લાગુ

ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ અનુસાર નવ નેશન, વન રાશનકાર્ડ યોજના ડિસેમ્બર 2020 સુધીમાં 32 રાજ્યો અને યુટીમાં લાગુ થઇ ચૂકી છે. લગભગ 69 કરોડ લાભાર્થી એટલે કે એનએફએસ અંતર્ગત આવતા 86 ટકા વસ્તી આ યોજના સાથે જોડાઇ ચૂકી છે. સરેરાશ પ્રતિ માસ લગભગ 1.5 કરોડ લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ જઇને લાભ લઇ શકશે.
First published: