Demat Trading Account: જો તમારી પાસે પણ છે ડિમેટ એકાઉન્ટ તો ફટાફટ કરાવી લો KYC, નહીં તો કાલે થઇ જશે ડિએક્ટિવેટ

પ્રતિકાત્મક તસવીર

જો તમારી પાસે ડિમેટ (Demat) અને ટ્રેડિંગ (Trading) એકાઉન્ટ છે, તો આ સમાચાર તમારા માટે ખૂબ મહત્વના છે.

  • Share this:
જો તમારી પાસે ડિમેટ (Demat) અને ટ્રેડિંગ (Trading) એકાઉન્ટ છે, તો આ સમાચાર તમારા માટે ખૂબ મહત્વના છે. ડિમેટ એકાઉન્ટ અથવા ટ્રેડિંગ એકાઉન્ટ ધરાવતા રોકાણકારોને ડિપોઝિટરીઓ (Depositories) દ્વારા 31 જુલાઈ એટલે કે આજ સુધીમાં KYC ડિટેલ્સ પૂર્ણ કરવાની સલાહ આપવામાં આવી છે. જો 31 જુલાઈ સુધીમાં KYC અપડેટ કરવામાં નહીં આવે, તો આવતીકાલ (1 ઓગસ્ટ)થી તમારું એકાઉન્ટ ડિએક્ટિવેટ થઈ જશે.

નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરીઝ લિમિટેડ (NSDL) અને સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસિસ (CDSL)એ આ વર્ષે 7 અને 5 એપ્રિલે પરિપત્ર જાહેર કર્યા હતા. જેમાં KYCની ડિટેલ્સ 31 જુલાઈ પહેલા અપડેટ કરવાનું કહેવાયું હતું. જો આ ડિટેલ્સ અપડેટ કરવામાં નહીં આવે તો તમારું ડીમેટ એકાઉન્ટ નિષ્ક્રિય થઈ જશે. બાદમાં આ KYC અપડેટ થયા બાદ જ તે ફરી સક્રિય થશે.

આ પણ વાંચો - Tokyo Olympics, Hockey: ભારતે જીતની હેટ્રિક બનાવીને જાપાનને 5-3થી હરાવ્યું

આ ડિટેલ્સને કરો અપડેટ

1. નામ
2. સરનામું
3. PAN
4. મોબાઈલ નંબર
5. ઈમેલ આઈડી
6. ઈન્ક્મ રેન્જ

1 જૂન, 2021થી જરૂરી છે આ જાણકારીઓ

1 જૂન, 2021થી ખોલવામાં આવેલા નવા એકાઉન્ટ્સ માટે બધી જ KYC ડિટેલ્સ અપડેટ કરવી ફરજીયાત છે. બધા એકાઉન્ટ્સ માટે માર્કેટ રેગ્યુલેટર સેબી દ્વારા ડીપોઝીટરીને આ વેરીફાઈ કરવા માટે કહેવાયું હતું.

આ પણ વાંચોરૂ. 2 કરોડ જીતવાની છેલ્લી તક, 31 જુલાઈ છે છેલ્લી તારીખ: અહીં જાણો શું કરવું પડશે

શેરબજારમાં વધી રહી છે રિટેલ રોકાણકારોની ભાગીદારી

તાજેતરમાં સેબીના ચેરમેન અજય ત્યાગીએ કહ્યું હતું કે ઘરેલુ સિક્યોરિટીઝ માર્કેટમાં રિટેલ રોકાણકારોનો રસ ઝડપથી વધ્યો છે અને એપ્રિલ-જૂન દરમિયાન દર મહિને 24.5 લાખ ડિમેટ એકાઉન્ટ્સ ખોલવામાં આવ્યા છે. તેમણે કહ્યું હતું કે દેશના સિક્યોરિટીઝ માર્કેટમાં રોકાણકારોનો રસ વધારવાનું મુખ્ય કારણ હાલના નીચા વ્યાજ દર અને પૂરતી રોકડની ઉપલબ્ધતા છે. ત્યાગીએ ચેતવણી આપી હતી કે, તરલતામાં ઘટાડો અથવા વ્યાજદરમાં વધારો બજારને અસર કરી શકે છે.
First published: