Home /News /business /

Demat Account : ડીમેટ ખાતાધારકો માટે મહત્ત્વના સમાચાર, સેબીએ નૉમિની દાખલ કરવાનું ફરજિયાત કર્યું

Demat Account : ડીમેટ ખાતાધારકો માટે મહત્ત્વના સમાચાર, સેબીએ નૉમિની દાખલ કરવાનું ફરજિયાત કર્યું

ડીમેટ માટે વારસદારનું નામ દાખલ કરવું ફરજિયાત

Demat Account Nominee: હાલ એવા અનેક ડીમેટ એકાઉન્ટ છે જેમાં રાખવામાં આવેલા શેરનું કોઈ કાયદાકીય રીતે વારસદાર નથી. આવું થવાનું કારણ જે તે એકાઉન્ટમાં નૉમિનીનું નામ દાખલ થયેલું ન હોવાનું છે.

    નવી દિલ્હી: શું તમે ડીમેટ એકાઉન્ટ (Demat account nominee)માં નૉમિનીનું નામ દાખલ નથી કર્યું? જો તમે આવું નથી કર્યું તો ફટાફટ તમારા ડીમેટ એકાઉન્ટમાં તમારા વારસદારનું નામ ઉમેરી દો. સેબી (SEBI)એ આવું કરવું ફરજિયાત કરી દીધું છે. એટલે કે હવે ડીમેટ ટ્રેડિંગ એકાઉન્ટ ધારકો નૉમિની તરીકે કોઈનું નામ પસંદ કરવું પડશે. જો તે કોઈ કારણે વારસદારનું નામ ઉમેરવા નથી માંગતા તો તેમણે આ અંગે જાણકારી આપવી પડશે.

    પહેલા નૉમિની દાખલ કરવાની અંતિમ તારીખ 31 માર્ચ, 2022 હતી


    પહેલા ડીમેટ એકાઉન્ટમાં નૉમિનેશન દાખલ કરવાની અંતિમ તારીખ 31 માર્ચ, 2022 હતી. હવે સેબીએ આ તારીખમાં એક વર્ષનો વધારો કર્યો છે. સેબીએ આ મામલે ફેબ્રુઆરીમાં પરિપત્ર બહાર પાડ્યો હતો. તે પહેલા સેબીએ જુલાઈ, 2021ના રોજ ડીમેટ અને ટ્રેડિંગ એકાઉન્ટ ધરાવતા લોકોને 31મી માર્ચ, 2022 સુધી નૉમિની દાખલ કરવાનું કહ્યું હતું.

    અંતિમ તારીખમાં વધારો


    સેબીએ 24 ફેબ્રુઆરીના રોજ પોતાના પરિપત્રમાં કહ્યુ હતુ કે અલગ અલગ પક્ષકારોના પ્રતિનિધિ મંડળો તરફથી આ મામલે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવામાં આવ્યો છે. જે બાદમાં નૉમિનેશન માટે અંતિમ તારીખ 31 માર્ચ, 2022થી વધારીને 31 માર્ચ, 2023 કરવામાં આવી છે. આ તારીખ સુધી જો કોઈ ડીમેટ એકાઉન્ટ સાથે નૉમિનીનું નામ નહીં ઉમેરે અથવા આ મામલે કોઈ સ્પષ્ટતા નહીં કરે તેમનું એકાઉન્ટ ફ્રીજ કરી દેવામાં આવશે.

    આ પણ વાંચો: અદાણી વિલ્મરનો શેર નવી ઊંચાઈએ પહોંચ્યો, જાણો નિષ્ણાતોનો અભિપ્રાય

    શા માટે નૉમિની ફરજિયાત?


    સેબી તરફથી કહેવામાં આવ્યું છે કે રોકાણકારોના હિતોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. નિષ્ણાતોનું કહેવું છે કે સેબીએ આ કામ પહેલા જ પૂર્ણ કરી દેવું જોઈતું હતું. હકીકતમાં ડીમેટ ખાતામાં નોમિનીનું નામ ન હોવાથી અનેક સમસ્યા આવે છે. ખાસ કરીને એકાઉન્ટ ધારકનું નિધન થાય છે ત્યારે મોટી સમસ્યા આવે છે. આવી સ્થિતિમાં ડીમેટ એકાઉન્ટમાં રહેલા શેર્સને ખાતાધારકના પરિવારના સભ્યોના નામે ટ્રાન્સફર કરવામાં મુશ્કેલી ઊભી થાય છે.

    નૉમિનેશનના ફાયદા


    જો ડીમેટ એકાઉન્ટમાં પ્રથમથી નૉમિનીનું નામ દાખલ હોય તો શેરની માલિકીનો કોઈ પ્રશ્ન નથી રહેતો. મૃતક વ્યક્તિના ખાતામાં રહેલા શેર્સની માલિક જેનું નામ દાખલ હોય તે વ્યક્તિ બની જાય છે. સામાન્ય રીતે ખાતાધારકની પત્ની અથવા બાળકોનું નામ નૉમિની તરીકે રાખવામાં આવતું હોય છે.

    આ પણ વાંચો: શરૂ થઇ ગયું છે નવું નાણાંકીય વર્ષ, અત્યારથી જ કરો ટેક્સ સહિતના આ પ્લાનિંગ

    હાલ એવા અનેક ડીમેટ એકાઉન્ટ છે જેમાં રાખવામાં આવેલા શેરનું કોઈ કાયદાકીય રીતે વારસદાર નથી. આવું થવાનું કારણ જે તે એકાઉન્ટમાં નૉમિનીનું નામ દાખલ થયેલું ન હોવાનું છે. આવા કેસમાં ખાતાધારકના નિધન બાદ તેના શેરનું કોઈ કાયદેસરનું વારસ નથી હોતું. આવા કેસમાં ખાતાધારકના પરિવાર માટે તેમના નામે શેર ટ્રાન્સફર કરવાનું કામ મુશ્કેલ બની જાય છે. આ અંગેની પ્રક્રિયા ખૂબ જ ઝટિલ છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Demat, PAN, SEBI, Share market

    આગામી સમાચાર