ફડચામાં ગયેલી રાજ્યની રાષ્ટ્રીયકૃત બેંકમાં થાપણદારોના વીમા સુરક્ષિત કરવાની માંગ

News18 Gujarati
Updated: October 21, 2018, 12:17 PM IST
ફડચામાં ગયેલી રાજ્યની રાષ્ટ્રીયકૃત બેંકમાં થાપણદારોના વીમા સુરક્ષિત કરવાની માંગ
વીમા સુરક્ષિત ડિપોઝિટનું પ્રીમિયમ વધારીને વીમ કવચ મજબુત કરવાની માંગણી કરવામાં આવી રહી છે.

વીમા સુરક્ષિત ડિપોઝિટનું પ્રીમિયમ વધારીને વીમ કવચ મજબુત કરવાની માંગણી કરવામાં આવી રહી છે.

  • Share this:
દેશની રાષ્ટ્રીયકૃત બેંકમાં એનપીએ વધી રહી છે. જેના કારણે વીમા સુરક્ષિત ડિપોઝિટ કરનારા થાપણકારોને તેમના નાણાં પરત મળતા નથી જેથી ગુજરાતની સહકારી બેંકની નબળી કામગીરી સામે આવી રહી છે. હવે થાપણદારો બેંકના અધિકારીઓની કામગીરીમાં નિષ્ક્રિયતા દાખવી હોવાનો આક્ષેપ કરી રહ્યા છે.

ગુજરાતની 80થી વધુ સહકારી બેંકો ફડચામાં ગઇ છે. આ બેન્કોમાંથી મોટાભાગની બેન્કોના રુ. એક લાખથી વધારેની થાપણ ધરાવનારાઓ તેમના વીમા સુરક્ષિત રકમના નાણાં પરત મળ્યા નથી. ગુજરાત સહકાર ખાતાની રિકવરી વિભાગની અત્યંત નબળી કામગીરીનો નિર્દેશ આપી રહ્યા છે.

ગુજરાત સમાચારના અહેવાલ મૂજબ સહકારી ક્ષેત્રના જાણકારોનું કહેવું છે કે ફાડચામાં ગયેલી 66 બેન્કની રિકવરીની કામગીરીમાં 10 વર્ષમાં નોંધપાત્ર પ્રગતિ જોવા મળી હતી. સહકારી અને રાષ્ટ્રીયકૃત બેન્કમાં મુકવામાં આવેલી ડિપોઝિટમાંથી 29 ટકા ડિપોઝિટ્ જ સલામત છે. બાકીની 70 ટકા ડિપોઝિનો કોઇ વીમો મળ્યો નથી.

બેંકમાં ડિપોઝિટર્સને આપવામાં આવેલું વીમા કવચ એક લાખનું જ છે. તેનો અર્થ એ થયો કે બેન્કમાં તમારી ડિપોઝિટ કે થાપણો રુપિયા પાંચ લાખની હોય અને બેન્ક ફડચામાં જાય તેવી પરિસ્થિતિમાં થાપણદારોને રુપિયા એક લાખ જ પાછા મળે છે. બાકીના પૈસા બેન્કની રિકવરી પાછા આવે તો જ મળી શકે છે. આ રિકવરીમાં દસ કે 20 વર્ષ લાગી શકે છે.

આ અહેવાલ અનુસાર ગુજરાત હાઇકોર્ટના એક એનજીઓએ પિટિશન પણ કરેલી હતી, તેમા જણાવવામાં આવ્યું છે કે 1980માં વીમા સુરક્ષિત રકમ 30,000 જ હતી. 1193માં તેમા વધારીને એક લાખ કરવામાં આવી હતી. આ પિટિશનમાં વીમા સુરક્ષિત રકમ રુપિયા એક લાખથી વધારીને દસ લાખ કરવાની માંગણી કરવામાં આવી છે. આ પિટિશન 21/2017ની હિયરિંગ 28મી નવેમ્બરે રાખવામાં આવી હતી. સૌથી મહત્વની વાત તો એ છે કે રિઝર્વ બેન્કનો હિસ્સો ગણાતા ડિપોઝિટ ઇન્સ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરેન્ટી કોર્પોરેશને 4 એપ્રિલ 2014 આરટીઆઇનો જવાબ આપતા જણાવ્યું કે બેન્ક ડિપોઝિટ્સની વીમા સુરક્ષિત રકમમાં વધારો કરવાની બાબક વિચારાધીન છે. આ વાતને સાડા ચાર વર્ષ વીતિ ગયા છતાં તેઓ આ અંગે નિર્ણય લઇ શકતા નથી.

રાષ્ટ્રીયકૃત બેન્ક જે રીતે એનપીએ વધારી રહી છે અને બેન્ક લોન લઇને ડૂબાડનારાઓ જે રીતે છટકી રહ્યાં છે તે જોતા થાપણદારોનો રાષ્ટ્રીયકૃત બેંક પ્રત્યેવિશ્વાસ તૂટતો જોવા મળી રહ્યો છે. આ વિશ્વાસને ટકાવી રાખવા માટે વીમા સુરક્ષિત રકમ રુપિયા એક લાખથી વધારીને 10 લાખ કરી આપવાનો સમય આવી ગયો છે.
Loading...

હવે બેન્કો પાસેથી રુપિયા એક લાખ સુધીની રકમના વીમા સુરક્ષા કવચ તરીકે લેવાતા પ્રીમિયમમાં 10થી 20 પૈસા કે 25 પૈસા કરીને પણ સંપૂર્ણ રકમને વીમા સુરક્ષિત નહીં કરવામાં આવે તો રાષ્ટ્રીયય કૃત, ખાનગી અને સહકારી બેન્કનો વિશ્વાસ ટકશે નહીં.
First published: October 21, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...