Dell સ્મોલ બિઝનેસ મંથ વિશેષ – આ છે ઉદ્યોગ સાહસિકોનો ચતુરાઇપૂર્વક આગળ વધવાનો સમય

Dell

કોવિડ-19ના સમયમાં, Dellના સ્મોલ બિઝનેસ મંથનું મહત્વ અગાઉ કરતા વધી જાય છે કારણ કે, તે લેપટોપ અને PCને રીટૂલ અને અપગ્રેડ કરવા માટે પ્રોત્સાહનો પૂરા પાડીને સૌથી વધુ અસરગ્રસ્ત થયેલા વ્યાવસાયિક વિભાગોને મદદરૂપ થાય છે જેથી નાના વ્યવસાયોને ફરી સદ્ધર થવા માટે મદદ મળી શકે.

 • Share this:
  કોરોના વાઇરસના કારણે આવેલી મહામારીએ 2020ના વર્ષમાં કંઇ જ સામાન્ય રહેવા દીધું નથી. દેશવ્યાપી લૉકડાઉન દરમિયાન વ્યવસાયો બંધ રહેવાથી, સંખ્યાબંધ નાના વ્યવસાયોને હવે તેમના ભવિષ્ય અંગેની ચિંતા સતાવી રહી છે. હવે આપણે ધીમે ધીમે ‘ન્યૂ નોર્મલ’ તરફ પાછા વળીને પરિસ્થિતિને અનુકૂળ થઇ રહ્યાં છીએ ત્યારે, આ વ્યવસાયો ફરી તેમની અસલ સ્થિતિમાં પાછા આવી શકે તે માટે કોઇપણ પ્રકારની રાહત શોધી રહ્યાં છે. સારું છે કે, વાત જ્યારે ટેકનોલોજીની આવે ત્યારે, Dell તેના વાર્ષિક સ્મોલ બિઝનેસ મંથ દ્વારા નાના વ્યવસાયોની સંભાળ લેવા માટે હાજર છે.

  કોવિડ-19નો પ્રભાવ

  કોવિડ-19ના સમયમાં, Dellના સ્મોલ બિઝનેસ મંથનું મહત્વ અગાઉ કરતા વધી જાય છે કારણ કે, તે લેપટોપ અને PCને રીટૂલ અને અપગ્રેડ કરવા માટે પ્રોત્સાહનો પૂરા પાડીને સૌથી વધુ અસરગ્રસ્ત થયેલા વ્યાવસાયિક વિભાગોને મદદરૂપ થાય છે જેથી નાના વ્યવસાયોને ફરી સદ્ધર થવા માટે મદદ મળી શકે.

  આ વર્ષમાં, નાના વ્યાવસાયિક ગ્રાહકો માટે Dellના માર્કેટિંગ અને કમ્યુનિકેશનમાં આમૂલ પરિવર્તન આવ્યું છે જેમાં આ IT માંધાતાએ ઉદ્યોગ સાહસિકોને આ કસોટીપૂર્ણ સમયમાંથી બહાર લાવવા માટે ઉકેલો અને સહકાર આપવા પર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. સામાન્ય સંજોગોમાં અમલમાં મૂકવામાં આવતા અદ્યતન સર્જનાત્મક અભિયાન અને મોટાપાયે યોજવામાં આવતા પ્રયોગાત્મક કાર્યક્રમો કે જેને સ્મોલ બિઝનેસ મંથ તરીકે ઓળખવામાં આવે છે તેના કરતાં આ વર્ષે ઘણું મોટું પરિવર્તન આવ્યું છે.

  નાછુટકે વિરામ લીધા પછી નાના વ્યવસાયો હવે ફરી શરૂ થઇ રહ્યાં છે તેમને એ ખાતરી થવી જરૂરી છે કે, તેઓ ટેકનોલોજી સંબંધિત સમસ્યાઓમાં અટવાઇ જવાના બદલે ફરી માંગ ઉભી થવા પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. આ એવો સમય છે જ્યાં Dellનો સ્મોલ બિઝનેસ મંથ આવે છે. આમાં ઉદ્યોગ સાહસિકોને અદ્યતન ઉપકરણોની મદદથી તેમના વ્યવસાયોનું ઑનલાઇન સેટઅપ કરવા માટે આકર્ષક ડિસ્કાઉન્ટ આપવાની સાથે સાથે તે, દરેક પ્રકારના નાના વ્યાવસાયિકોને સમર્પિત સહકાર અને વ્યક્તિગત ધોરણે ઉકેલો પણ પૂરા પાડે છે. આ ટેકનોલોજી કંપની એકવાર સંભાળ લેવા માંડે એટલે, ઉદ્યોગ સાહસિકો તેમના નાના વેપાર-ધંધાનું વિસ્તરણ કરવા માટે તેમને પસંદ હોય તેવી બાબતો પર વધુ સમય ફાળવવા માટે આઝાદ થઇ જાય છે.

  DELLનો સ્મોલ બિઝનેસ મંથ

  નાના વ્યવસાયોની દુખતી નસને ખૂબ જ સારી રીતે સમજીને, આ ટેકનોલોજી માંધાતાએ વિવિધ પ્રકારની પહેલ હાથ ધરી છે જે SMBને ટેકનોલોજી અપનાવવામાં આવતા અવરોધોમાંથી બહાર આવવામાં મદદરૂપ થવાની સાથે સાથે, તેમની ચોક્કસ જરૂરિયાતો પૂરી કરવા માટે શું શ્રેષ્ઠ રહેશે તેની પણ સમજણ ધરાવે છે. આ ઉકેલોમાં સામેલ છે:

  • સ્મોલ બિઝનેસ સિક્યુરિટી - વ્યવસાયની માહિતીના સંરક્ષણ માટે ડેટા બેકઅપ અને સાઇબર સિક્યુરિટી

  • સ્મોલ બિઝનેસ સર્વિસિઝ – ફાઇનાન્સિંગ, ડેવલપમેન્ટ અને ઉપકરણ જાળવણી

  • સ્મોલ બિઝનેસ ઇનોવેશન – ઉત્પાદકતાને વેગ આપવા માટે અદ્યતન ટેકનોલોજી પ્રોડક્ટ્સ

  • સ્મોલ બિઝનેસ પ્રોડક્ટિવિટી – કાર્યદક્ષતા અને ઉત્પાદકતા વધારવા માટે શ્રેષ્ઠતમ બનાવેલું સોફ્ટવૅર


  આ ટેકનોલોજી માંધાતા દ્વારા આપવામાં આવતા આવા વિવિધ ઉકેલો ઉપરાંત, તેમણે ‘સ્મોલ બિઝનેસ મંથ’ (SB મંથ) નામથી એક પહેલ પણ શરૂ કરી છે, જેનો પ્રારંભ ત્રણ વર્ષ પહેલાં કરવામાં આવ્યો હતો. Dell ઇન્ડિયાના માર્કેટિંગ ડાયરેક્ટર રિતુ ગુપ્તાએ જણાવ્યું હતું કે, “નાના વ્યાવસાયિક ગ્રાહકો માટેના અમારા કાર્યક્રમોમાં અમારા ઉકેલો અને સહકાર સેવાઓ વિશે વાત કરવા પર ધ્યાન આપવામાં આવે છે. SB મંથ પહેલના ભાગરૂપે, અમારા વ્યવસાય અને સમુદાયોમાં નાના વ્યાવસાયિક ગ્રાહકોએ નિભાવેલી આવશ્યક ભૂમિકા બદલ તેમના પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરવાની અમને તક મળે છે.”

  નાના વ્યવસાયો માટે સહકાર અને ઉકેલો

  Dell ઉદ્યોગ સાહસિકોને જણાવવા માટે સંકલ્પબદ્ધ છે કે, નાના વ્યાવસાયિક ભાગીદારોની તમામ નાની વ્યાવસાયિક ટેકનોલોજીની જરૂરિયાતો પૂરી કરવા માટે તેઓ ઉપલબ્ધ છે. ગત વર્ષના સ્મોલ બિઝનેસ મંથને મળેલી સફળતાને આગળ ધપાવતા, આ વર્ષે આ અભિયાનનો મૂળ ઉદ્દેશ Dellના સમર્પિત નાના વ્યાવસાયિક ટેક સલાહકારો વિશે જાગૃતિમાં વધારો કરવાનો અને નાના વ્યવસાયો માટે તેમનું સમર્પણ બતાવવાનો તેમજ તેમની કદર કરવાનો છે.

  એક-એકને સમર્પિત સહકારથી માંડીને પોતાના ત્રણ દાયકાના બહોળા અનુભવના જ્ઞાન વારસાના આધારે સલાહ આપવાની સાથે સાથે તમામ પ્રકારના નાના વ્યવસાયોને વ્યક્તિગતરૂપે તૈયાર કરવામાં આવેલા ઉકેલો પૂરા પાડવા માટે, Dellના ટેકનોલોજીકલ સલાહકારો તેમના શ્રેષ્ઠ ઉકેલો આપવા માટે હંમેશા તૈયાર હોય છે જેથી સુનિશ્ચિત થઇ શકે કે, સ્મોલ બિઝનેસ મંથ માત્ર Dellની જ નહીં પરંતુ ખાસ કરીને આગામી મહિનાઓમાં પોતાની વ્યાવસાયિક સફરને કેવી રીતે વેગ આપવો તેની યોગ્ય સલાહ શોધી રહેલા ઉદ્યોગ સાહસિકો માટે પણ એક સફળતા બની રહે. આ બધા માટે દરેકે તેમની વેબસાઇટ પર અહીં નોંધણી કરાવવી જરૂરી છે.

  2020નો પ્રારંભ થયો ત્યારે, કોઇએ કલ્પના પણ નહોતી કરી કે, આ વર્ષ કેવું અલગ હશે અને આખી દુનિયામાં દરેકના જીવનમાં પરિવર્તન લાવી દેશે. આપણે આપણા જીવન અને વ્યવસાયોનું ફરી નિર્માણ કરી રહ્યાં છીએ ત્યારે, આ માર્ગ પર આગળ વધવા માટે નાના વ્યવસાય માલિકોને સહકાર આપવા એક ભરોસાપાત્ર ભાગીદાર હોય તે અત્યંત જરૂરી છે.

  છેલ્લા ત્રણ વર્ષથી સતત સ્મોલ બિઝનેસ મંથ દ્વારા ચોક્કસ ઉજવણીમાં અગ્રેસર રહેતા Dellની સરખામણીએ બીજુ કોઈ બહેતર હોઇ શકે તેવો આપણે વિચાર પણ ના કરી શકીએ. Dell કહે છે તે અનુસાર, તમારા વ્યવસાય બાબતે નાનું કંઇ જ નથી.

  આ ભાગીદારી વાળી પોસ્ટ છે
  Published by:Chaitali Shukla
  First published: