હિરા ઉદ્યોગ જગતમાં ખુશીની લહેર...આ ખુશીનું કારણ છે જીએસટી દરનો ઘટાડો. જીહા હાલમાં જ કેન્દ્રમાં મળેલી જીએસટી કાઉન્સિલની બેઠકમાં હીરા ઉદ્યોગને રાહતના સમાચાર આપવામાં આવ્યાં છે.
કેન્દ્ર દ્વારા જીએસટીને લાગુ કરવામાં આવ્યા બાદ દર ત્રણ મહિને સરકાર દ્વારા રીવ્યુ બેઠક કરવામાં આવે છે, અને આ પ્રમાણે જ હાલમાં એક રીવ્યુ બેઠક મળી હતી. જેમાં હિરા ઉદ્યોગનો જીએસટી રેટ ઘટાડીને 0.25 કરી દેવામાં આવ્યો છે. તો આ રેટથી આર્થિક મંદિ દૂર થશે એવી શક્યતા સેવાય રહી છે.
રેટ ઘટવાના કારણે હીરાના ઉદ્યોગકરોમાં ખુશીનો માહોલ છે. આ ઉદ્યોગકારોની કેટલીક મૂડી જીએસટીને કારણે ફ્રિજ થઈ ગયી હતી. જે હવે છૂટી થવાના કારણે પણ વ્યવસાયમાં ભારે તેજી આવે એવી શક્યતા દેખાઈ રહી છે.
હિરા ઉદ્યોગ છેલ્લા કેટલાક સમયથી મંદીના દોરમાંથી પસાર થઇ રહયો છે ત્યારે સરકાર દ્વારા લેવાયેલા આ નિર્ણયના કારણે વ્યઓરીઓને મોટો ફાયદો થશે, એટલું જ નહી સરકારના આ નિર્ણયથી હીરાના આંગડિયા ચાર્જ કરતા જીએસટીનો ચાર્જ ઓછો થતા વ્યાપારીઓ ખુશખુશાલ થઇ ગયા છે.
સરકાર દ્વારા લેવાયેલા આ નિર્ણય થી હાલતો હીરા ઉદ્યોગને ફાયદો થતો જણાઈ રહ્યો છે. ત્યારે હવે કેટલા સમયમાં હિરા ઉદ્યોગ મંદીમાંથી બહાર આવે છે એ તો આવનારો સમય જ કહેશે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર