Home /News /business /

બુધવારે ખુલશે Delhiveryનો IPO, રોકાણ કરતા પહેલાં અહીં જાણો પ્રાઈઝ, GMP અને ફાઇનાન્શિયલ્સ

બુધવારે ખુલશે Delhiveryનો IPO, રોકાણ કરતા પહેલાં અહીં જાણો પ્રાઈઝ, GMP અને ફાઇનાન્શિયલ્સ

Delhivery IPO : ડેલ્હીવરી (Delhivery) જૂન, 2011માં શરૂ કરાઈ હતી. ડેલ્હીવરી નાણાંકીય વર્ષ 2021 મુજબ ભારતમાં સૌથી મોટી અને સૌથી ઝડપથી વિકસતી સંપૂર્ણ-સંકલિત લોજિસ્ટિક્સ સર્વિસ પ્લેયર છે.

Delhivery IPO : ડેલ્હીવરી (Delhivery) જૂન, 2011માં શરૂ કરાઈ હતી. ડેલ્હીવરી નાણાંકીય વર્ષ 2021 મુજબ ભારતમાં સૌથી મોટી અને સૌથી ઝડપથી વિકસતી સંપૂર્ણ-સંકલિત લોજિસ્ટિક્સ સર્વિસ પ્લેયર છે.

  લોજિસ્ટિક્સ અને સપ્લાય ચેઇન સ્ટાર્ટઅપ ડિલ્હીવરીનો IPO 11 મેના રોજ ખુલશે અને 13 મેના રોજ બંધ થશે. કંપની તેની પ્રથમ ઓફરમાંથી રૂ. 5,235 કરોડ એકત્ર કરવાનો ટાર્ગેટ ધરાવે છે. ડિલ્હીવરી આવકની દ્રષ્ટિએ ભારતમાં સૌથી મોટી સંપૂર્ણ સંકલિત લોજિસ્ટિક્સ કંપની છે. તેણે દરેક રાજ્યને આવરી લેતું નેટવર્ક બનાવ્યું છે, જે ભારતમાં 17,045 પિન કોડ અથવા 19,300 પિન કોડમાંથી 88 ટકા પર સર્વિસ આપે છે. ગુરુગ્રામ સ્થિત ડિલ્હીવરી કંપની યુનિકોર્ન બની ગઈ છે. જેની વેલ્યુ 1 બિલિયન ડોલરથી વધુ છે. જ્યારે તેણે 2019માં સોફ્ટબેંક વિઝન ફંડની આગેવાની હેઠળના સિરીઝ F રાઉન્ડમાં 413 મિલિયન ડોલર એકત્ર કર્યા હતા.

  Delhivery IPO પ્રાઇસ બેન્ડ

  ડિલ્હીવરી IPO માટે પ્રાઇસ બેન્ડ રૂપિયા 462-487 નક્કી કરવામાં આવ્યો છે. રોકાણકારો ઓછામાં ઓછા 30 ઇક્વિટી શેર અને તેના ગુણાંકમાં બિડ કરી શકે છે. કર્મચારીઓને ઈક્વિટી શેર દીઠ 25 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે.

  Delhivery IPO ઇશ્યૂ સાઈઝ

  ડિલ્હીવરી આઈપીઓ ઈશ્યુ આશરે રૂ. 5,235 કરોડનો છે, જેમાં રૂ. 4,000 કરોડનો નવો ઈશ્યુ અને રૂ. 1,235 કરોડની ઓફર ફોર સેલનો સમાવેશ થાય છે.

  Delhivery IPO આરક્ષિત ભાગ

  કંપનીએ છૂટક વ્યક્તિગત રોકાણકારો (RII) માટે 10 ટકા ભાગ અલગ રાખ્યો છે. કુલ ઓફરના લગભગ 75 ટકા ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (QIB) માટે ફાળવવામાં આવ્યા છે. તેમજ બિન-સંસ્થાકીય રોકાણકારો (NII) માટે કંપનીએ 15 ટકા અનામત રાખ્યું છે.

  Delhivery IPO શેર

  કાર્લાઈલ ગ્રૂપની એક એન્ટિટી CA સ્વિફ્ટ ઈન્વેસ્ટમેન્ટ્સ રૂ. 454 કરોડના શેરનું વેચાણ કરશે. સોફ્ટબેંક ગ્રૂપની એક શાખા SVF Doorbell (Cayman) Ltd રૂ. 365 કરોડના શેરનું વેચાણ કરશે. ખાનગી ઇક્વિટી ફંડ ચાઇના મોમેન્ટમ ફંડની સંપૂર્ણ માલિકીની પેટાકંપની Deli CMF Pte Ltd, L.P. રૂ. 200 કરોડના શેરનું વેચાણ કરશે અને ટાઇમ્સ ઇન્ટરનેટ રૂ. 165 કરોડના શેરનું વેચાણ કરશે.

  વધુમાં ડિલ્હીવરીના સહ-સ્થાપક - કપિલ ભારતી, મોહિત ટંડન અને સૂરજ સહારન - અનુક્રમે રૂ. 5 કરોડ, રૂ. 40 કરોડ અને રૂ. 6 કરોડના શેરનું વેચાણ કરશે.

  Delhivery IPO GMP

  બજાર નિરીક્ષકોના જણાવ્યા મુજબ, ડિલ્હીવરીનો શેર સપ્તાહના અંતે ગ્રે માર્કેટમાં રૂ. 16ના પ્રીમિયમ (GMP) પર ઉપલબ્ધ છે. અનલિસ્ટેડ માર્કેટમાં ડિલ્હીવરીના શેર્સ જાન્યુઆરીમાં રૂ. 950ની ટોચેથી લગભગ 40 ટકા ઘટ્યા છે. એક નિષ્ણાંતે જણાવ્યું હતું કે ઓછા ટ્રેડિંગ વોલ્યુમ પર આ શેર રૂ. 550-600 પર ક્વોટ થઈ રહ્યો છે.

  Delhivery IPO ઓબ્જેક્ટિવ્સ

  ડિલ્હીવરી તેના IPOમાંથી એકત્ર કરાયેલ ભંડોળનો ઉપયોગ ઓર્ગેનિક વૃદ્ધિ પહેલ માટે કરવાની યોજના ધરાવે છે. તે એક્વિઝિશન અને વ્યૂહાત્મક પહેલ દ્વારા અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે અકાર્બનિક વૃદ્ધિ માટે પણ નાણાં ફાળવશે.

  Delhivery IPO: મુખ્ય હાઇલાઇટ્સ

  ડિલ્હીવરી જૂન, 2011માં શરૂ કરાઈ હતી. ડિલ્હીવરી નાણાંકીય વર્ષ 2021 મુજબ ભારતમાં સૌથી મોટી અને સૌથી ઝડપથી વિકસતી સંપૂર્ણ-સંકલિત લોજિસ્ટિક્સ સર્વિસ પ્લેયર છે. તે સમગ્ર ભારતમાં નેટવર્કનું સંચાલન કરે છે અને 17,488 પોસ્ટલ ઇન્ડેક્સ નંબર કોડ્સમાં તેની સેવાઓ પ્રદાન કરે છે.

  તેણે 23,113 સક્રિય ગ્રાહકો જેવા કે ઈ-કોમર્સ માર્કેટપ્લેસ, ડાયરેક્ટ-ટુ-કન્ઝ્યુમર ઈ-ટેલર્સ અને અનેક વર્ટિકલ્સમાં એન્ટરપ્રાઈઝ અને એસએમઈના વિવિધ આધારને સપ્લાય ચેઈન સોલ્યુશન્સ પ્રદાન કર્યા છે. કંપનીએ મેળવેલી આવકના લગભગ 64 ટકા આવક વફાદાર ગ્રાહકો પાસેથી મેળવી હતી, જેઓ ત્રણ વર્ષથી સર્વિસનો લાભ લઇ રહ્યા છે.

  ડેલ્હીવરી આઇપીઓ ફાઇનાન્શિયલ

  કંપનીના શેર-સેલ્સ પ્રોસ્પેક્ટસ મુજબ, ડેલ્હીવરીએ ક્યારેય નફો નોંધાવ્યો નથી. કંપનીએ ડિસેમ્બર 2021માં પૂરા થયેલા નવ મહિનામાં રૂ. 891.14 કરોડની ખોટ નોંધાવી હતી અને નાણાંકીય વર્ષ 21માં રૂ. 415.7 કરોડની ખોટ નોંધાવી હતી. ડિસેમ્બરમાં પૂરા થયેલા નવ મહિનામાં આવક રૂ. 4,911 કરોડ અને નાણાંકીય વર્ષ 21માં રૂ. 3,838 કરોડ હતી. કંપનીએ FY20માં રૂ. 848 કરોડની સામે FY21માં રૂ. 246 કરોડનો નેગેટિવ કેશ ફ્લો નોંધાવ્યો હતો. FY21માં ફ્રેઇટ, હેન્ડલિંગ અને સર્વિસિંગનો ખર્ચ રૂ. 2,026 કરોડથી વધીને FY22ના પ્રથમ નવ મહિનામાં રૂ. 3,480 કરોડ થયો હતો.

  આ પણ વાંચોStock Market : 200 દિવસની મૂવિંગ એવરેજથી નીચે ટ્રેડિંગ કરી રહ્યા આ હાઈ ક્વોલીટી સ્ટોક્સ, શું તમે ખરીદશો?

  Delhivery IPO મુખ્ય જોખમો

  વિશ્લેષકોએ જણાવ્યું હતું કે ડેલ્હીવરીના ઓપરેટિંગ મોડલ માટે કેટલાક મુખ્ય જોખમોમાં: અન્ય ઉદ્યોગના વર્ટિકલ્સમાં વૈવિધ્યકરણ છતાં ઈ-કોમર્સ પર નિર્ભરતા, પરિવહન, વાહનો અને સ્ટાફ માટે નેટવર્ક ભાગીદારો અને અન્ય પક્ષો પર નિર્ભરતા સામેલ છે. સાથે જ કંપની જે સેગમેન્ટમાં તે કાર્ય કરે છે, તેમાં સંગઠિત અને અસંગઠિત કંપનીઓએ સ્પર્ધામાં વધારો કર્યો છે અને તેના વ્યવસાયમાં નોંધપાત્ર યોગદાન આપનારા ચોક્કસ મોટા ગ્રાહકો પર નિર્ભરતા વધી છે.
  Published by:kiran mehta
  First published:

  Tags: Indian Stock Market, IPO, IPO launched, IPO News, Stock market, Stock market Tips, Stock Markets

  આગામી સમાચાર